ઓક્સફર્ડ ઈએલએલટીઃ અંગ્રેજી ભાષા પર પ્રાવીણ્યનું આકલન કરવા માટે વિશ્વસનીય સમાધાન

Spread the love

રાષ્ટ્રીય, 4થી ડિસેમ્બર, 2024- ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ દ્વારા વિકસિત અવ્વલ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ ઓક્સફર્ડ ઈએલએલટીએ દુનિયાભરમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ માટે ભાષાના આકલનમાં સીમાચિહનો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે. મહામારી દરમિયાન સંપૂર્ણ ડિજિટલ સમાધાન તરીકે રજૂ કરવામાં આવેલું ઓક્સફર્ડ ઈએલએલટી સંસ્થાઓને વાંચન, શ્રવણ, લેખન અને વક્તવ્યમાં ઉમેદવારોના અંગ્રેજીમાં પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવાની વિશ્વસનીય રીત પ્રદાન કરે છે. તેમાં ડિજિટલ (ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ) અને ટેસ્ટ સેન્ટર આધારિત વિકલ્પ (ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ)નો હવે સમાવેશ થાય છે. તેને યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને તેની પાર ટોપ-ટિયર સંસ્થાઓ સહિત 140થી વધુ યુનિવર્સિટીઓ દ્વારા માન્યતા મળી છે.

ઓક્સફર્ડ ઈએલએલટીએ ઉપયોગક્ષમતા બહેતર બનાવવા, પહોંચક્ષમતા સુધારવા અને કામગીરીઓને પ્રવાહરેખામાં લાવવા માટે તેનું એઆઈ- પ્રેરિત મંચ અપગ્રેડ કર્યું હોઈ વિદ્યાર્થીઓનો પરીક્ષણનો અનુભવ નોંધપાત્ર રીતે ઉચ્ચ સ્તરનો બની ગયો છે. આ એઆઈ ઈન્ટીગ્રેશન ઝડપી, સંરક્ષિત પરિણામ પ્રક્રિયાની ખાતરી રાખવા સાથે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓની જરૂરતો સાથે પણ સુમેળ સાધે છે. ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલથી ઉમેદવારો ઈન્ટીગ્રિટી માટે એઆઈ- પાવર્ડ સિક્યુરિટી અને હ્યુમન પ્રોકટરિંગના ટેકા સાથે ક્યાંયથી પણ સંપૂર્ણ ઓનલાઈન, મોડ્યુલરાઈઝ્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ લઈ શકશે. આ સાથે ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ ભારતમાં ટિયર 1 અને ટિયર 2 શહેરોમાં નવાં સ્થળો સહિત મંજૂર કેન્દ્રો ખાતે વિશ્વસનીય, વ્યક્તિગત આકલન પૂરું પાડે છે, જેથી ઈન્ટરનેટ પડકારો સાથેના વિદ્યાર્થીઓ માટે પહોંચક્ષમતાની ખાતરી રહે છે. રસેલ ગ્રુપ ઈન્સ્ટિટ્યુશન્સ સહિત પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા માન્ય ઓક્સફર્ડ ઈએલએલટી 48 કલાકમાં અચૂક પરિણામોની ખાતરી આપે છે. અચૂકતા, એક્રેડિટેશન અને ટેકનોલોજિકલ ઈનોવેશન જોડીને ઓક્સફર્ડ ઈએલએલટી દુનિયાભરના વિદ્યાર્થીઓને સશક્ત બનાવે છે અને સંસ્થાઓને આત્મવિશ્વાસ સાથે તેમના ઉમેદવારોનું આકલન કરવામાં મદદ કરે છે.

“અમને દુનિયાભરના વિદ્યાર્થીઓ માટે ઓક્સફર્ડ ઈએલએલટી લાવે છે તે ડિજિટલ ઈનોવેશન અને માનવી ટેકાના અજોડ સંયોજન માટે ગર્વ છે,” એમ ઓઆઈડીઆઈ સાઉથ એશિયાના રિજનલ ડાયરેક્ટર શ્રી રત્નેશે જણાવ્યું હતું. “અમારો ધ્યેય વૈશ્વિક સ્તરે અચૂકતાની ખાતરી રાખે અને યુનિવર્સિટીઓને ટેકો આપવા સાથે તેમનું અંગ્રેજીમાં પ્રાવીણ્ય દર્શાવવા માટે વિદ્યાર્થીઓને અભિમુખ બનાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પહોંચક્ષમ ટેસ્ટિંગ સમાધાન પૂરા પાડવાનો છે.”

 


Spread the love

Check Also

શું વારંવાર યુટીઆઇ મૂત્રાશય કેન્સરનો સંકેત છે?

Spread the loveડો. અંકિત શાહ, કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા વડોદરા 04 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *