
અમદાવાદ, ગુજરાત | ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ —1 ફેબ્રુઆરી, 2026ના રોજ સરદાર પટેલ સ્મારક, શાહીબાગ ખાતે, શુભમ, સોહમ અને શાંતમ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ઓથ અને લેમ્પ લાઈટીંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, શુભમ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશનના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પ્રહલાદ પરમાર અને ઓનરરી ડિરેક્ટર દેવીબેન પરમારે આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કર્યું હતું અને નર્સિંગ તાલીમ લેતા વિદ્યાર્થીઓને એક સાચી સમજણ અને તેમના અને દર્દી વચ્ચેના સુમેળભર્યા ભાવને કેવી રીતે રજુ કરવો તે સમજાવ્યું હતું, આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાસંદશ્રી દિનેશ મકવાણા, તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સીલના પ્રેસિડેન્ટશ્રી ડૉ. એમ.એમ. પ્રભાકર સાહેવ તદ્ઉપરાંત સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોશી તેમજ નર્સિંગ ક્ષેત્રના મહાનુભાવો એ હાજરી આપી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતે પ્રતિજ્ઞા લઈને કહ્યું હતું કે અમે હંમેશા દર્દીની કોઈપણ નાત-જાત વગર તેમના પ્રત્યે હંમેશા કુણુ વલણ રાખીશું અને હર હંમેશ તેમના મુખ પર સ્મિત રહે તેવી તેમને સારવાર કરીશું…
Aajna Samachar