NHC ફૂડ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ત્રિ-માસિક ગાળામાં શુદ્ધ લાભમાં 384% વૃદ્ધિ નોંધાવી

Spread the love

– નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ત્રિ-માસિક ગાળામાં શુદ્ધ લાભ 384% વધીને રૂ. 208.33 લાખ થયો
– નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ત્રિ-માસિક ગાળામાં આવક 58% વધીને રૂ. 7,352.97 લાખ થઈ
– નાણાકીય વર્ષ 2025 ના 9 મહિનામાં શુદ્ધ લાભ નાણાકીય વર્ષ 2023-24 ના 12 મહિનાની તુલનામાં લગભગ 2.61 ગણો વટાવી ગયો
– નાણાકીય વર્ષ 2025 ના 9 મહિનાનો શુદ્ધ લાભ 384% વધીને રૂ. 614.30 લાખ થયો
– નાણાકીય વર્ષ 2025 ના 9 મહિનાની આવક 64% વધીને રૂ. 21,420 લાખ થઈ
– નવા સીસમ(તલ) પ્લાન્ટ, BUYCEPS માં રોકાણ અને SAAZ રિબ્રાન્ડિંગ સાથે કંપનીનું વિસ્તરણનું લક્ષ્ય

મુંબઈ 20 જાન્યુઆરી 2025: વિવિધ કૃષિ ઉત્પાદો, વસ્તુઓ અને મસાલાઓના અગ્રણી નિકાસકાર NHC ફૂડ્સ લિમિટેડ કંપનીએ 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.

31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે, કંપનીનો PAT 384% વધીને રૂ. 208.33 લાખ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 43.03 લાખ હતો. 31 ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે પરિચાલનમાંથી આવક 58% વધીને રૂ. 7352.97 લાખ થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 4649.69 લાખ રહી હતી.

31 ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, કંપનીનો PAT 384% વધીને રૂ. 614.30 લાખ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 126.88 લાખ હતો. 31 ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે પરિચાલનમાંથી આવક 64% વધીને રૂ. 21,420 લાખ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 13,062 લાખ રહી હતી.

વિતેલા ત્રણ ત્રિમાસિક ગાળા દરમ્યાન, અસ્થિર વાતાવરણ હોવા છતાં, NHC ફૂડ્સનું પ્રદર્શન, કંપનીની ટોપલાઈન અને બોટમલાઈન, બંને બાજુ મજબૂત વૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઉલ્લેખનીય ક્ષમતા દર્શાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025 ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 200.88 લાખ, બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 205.08 લાખ અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 208.33 લાખનો નફો નોંધાવ્યો હતો, જે સમગ્ર નાણાકીય વર્ષ 2024 માટે પ્રાપ્ત રૂ. 234.74 લાખના નફાને વટાવી ગયો છે.

આ પરિણામો વિશે કંપનીના પૂર્ણ-સમયના ડિરેક્ટર શ્રી સત્યમ જોશીએ જણાવ્યું હતું કે, “NHC ફૂડ્સનું ત્રિમાસિક અને નવ મહિનાના સમયગાળા દરમિયાનનું પ્રદર્શન, પડકારજનક વાતાવરણ હોવા છતાં મજબૂત ટોપલાઈન અને બોટમલાઈન વૃદ્ધિ પ્રાપ્ત કરવાની તેની અસાધારણ ક્ષમતા દર્શાવે છે. ઉત્પાદન અને બજાર વિસ્તરણ પર કંપનીનું ફોકસ એ ખરેખર પ્રોડક્શન, ટેકનોલોજી અને R&Dમાં વ્યૂહાત્મક રોકાણો, ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે મજબૂત આધાર બનાવવા માટે તૈયાર છે.”

શ્રી સત્યમ જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, “હાલના રાઈટ્સ ઈશ્યૂનું સફળ સમાપન એ ખરેખર, રોકાણકારો અને હિસ્સેદારોને કંપનીના મેનેજમેન્ટ અને ભાવિ વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસનું પ્રમાણ છે.”

તેની વિસ્તરણ અને બ્રાન્ડ-બિલ્ડિંગ વ્યૂહરચનાના ભાગરૂપે, NHC ફૂડ્સે, અત્યાધુનિક તલ બીજ સફાઈ અને હલિંગ ફેસીલીટી સ્થાપિત કરવા અને તેના મુખ્ય મસાલા બ્રાન્ડ, ‘SAAZ’ ને પુનર્જીવિત કરવા માટે મોટા ફંડની ફાળવણી કરી છે.

ગુજરાતમાં પારડી ખાતે આવેલી અત્યાધુનિક તલ બીજ સફાઈ અને હલીંગ ફેસીલીટી એ ખાસ કરીને ચીન, કોરિયા, તુર્કી, યુએસએ અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં, તલ આધારિત ઉત્પાદનોની વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ પ્લાન્ટ એક વર્ષમાં કાર્યરત થવાની અને તેનાથી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની અપેક્ષા છે. આ રોકાણ, ઘરેલું પુરવઠા ક્ષમતાઓને વધારીને, વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. આ સાથે જ તલ ઉદ્યોગમાં કંપનીની અગ્રણી સ્થિતિને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે.

પ્રોડક્ટ ઇનોવેશનની બાજુએ, NHC ફૂડ્સની ફ્લેગશિપ સ્પાઇસ બ્રાન્ડ, “SAAZ,” તેના કન્ઝ્યુમર બ્રાન્ડ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે વ્યાપક વ્યૂહાત્મક સુધારા માટે તૈયાર છે. આ પહેલમાં, આધુનિક રિટેલ ચેઇન્સ અને બિગ બાસ્કેટ, બ્લિંકિટ, સ્વિગી અને એમેઝોન જેવા અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સમાં તેની હાજરી વધારવાનો પણ સમાવેશ થાય છે. કંપની ગુજરાતના રાજકોટમાં પાયલોટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં સુધારેલી પ્રોડક્ટ લાઇન આગામી 5 થી 6 મહિનામાં બજારમાં આવી જવાની અપેક્ષા છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે, NHC ફૂડ્સને ઈનવેલ્કો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે, જે એક પ્રખ્યાત હેલ્થ અને વેલનેસ બ્રાન્ડ Buyceps ની પેરેન્ટ કંપની છે. આગામી 2-3 વર્ષમાં રૂ. 100 કરોડના આવક લક્ષ્ય સાથેનું આ રોકાણ, NHC ફૂડ્સને ભારત અને વિદેશી બજારોમાં વેલનેસ ઉત્પાદનોની વધતી માંગને પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે.


Spread the love

Check Also

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: હરમીત દેસાઈ એ રોમાંચક મેચમાં જી.સાથિયાનને હરાવ્યો, જોકે- દબંગ દિલ્હી એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને કમબેકની તક ના આપી

Spread the loveઅમદાવાદ ૪ જૂન ૨૦૨૫: હરમિત દેસાઈ એ સાથિયાન જ્ઞાનશેકરનને ભારતના ટોચના 2 પુરુષ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *