ફિલ્મ કેસરી વીરનું નવું સોંગ ‘ઢોલીડા ઢોલ નગાડા’ થયું રિલીઝ

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૯ મે ૨૦૨૫: સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને ડેબ્યૂ અભિનેત્રી આકાંક્ષા શર્મા અભિનિત ફિલ્મ કેસરી વીર નું ટ્રેલર રિલીઝ થયા પછીથી જ દર્શકોમાં આ ફિલ્મ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સાહ સતત વધી રહ્યો છે, અને એ જ ઉત્સાહને વધુ ઊંચો લઈ જતા, મેકર્સે ફિલ્મનું બીજું ગીત ઢોલીડા ઢોલ નગાડા રિલીઝ કરીને સરપ્રાઇઝ આપ્યું છે.

આ ગીતમાં સુરજ પંચોલી અને આકાંક્ષા શર્મા ગરબા કરતા નજરે પડે છે અને સાથે સાથે પ્રેમની નિર્દોષ ભાવનાઓને પણ શાનદાર અભિવ્યક્તિ સાથે દર્શાવે છે। ઢોલીડા ઢોલ નગાડા ગીતમાં નવરાત્રિના ઉત્સાહ અને ઊર્જાનો અહેસાસ થાય છે, અને આ નવી ઑન-સ્ક્રીન જોડી એકબીજા સાથે શાનદાર કેમિસ્ટ્રી અને રિધમ રજૂ કરે છે.

આ ગીતને સુનિધી ચૌહાણ, કીર્તીદાન ગઢવી અને ગૌરવ ચાટીએ ગાયું છે, જ્યારે ગીતના બોલ સૃજન દ્વારા લખાયા છે। મોન્ટી શર્માએ આ ગીતને સંગીતબદ્ધ અને પ્રોડ્યૂસ કર્યું છે, અને પેનોરમા મ્યુઝિકના લેબલ હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે.

હાલમાં જ રિલીઝ થયેલો કેસરી વીર ના ટ્રેલર 14મી સદીમાં સોમનાથ મંદિરની રક્ષા માટે લડાયેલા વીર યોદ્ધાઓની સંઘર્ષ ગાથા દર્શાવે છે। સુનીલ શેટ્ટી અહિયાં નિર્ભય યોદ્ધા વેગડાજીની ભૂમિકા ભજવી રહ્યા છે। સાથે સાથે સુરજ પંચોલી અજાણી એવી વીર હમીરજી ગોહિલની ભૂમિકા નિભાવશે, અને આકાંક્ષા શર્મા ફિલ્મમાં એક શક્તિશાળી મહિલા યોદ્ધા રજલના પાત્રમાં દેખાશે। ત્રણે મળીને જબરદસ્ત વિલન જફર (વિવેક ઓબેરોય), જે બળજબરીથી ધર્માંતરણ કરાવવા માંગે છે, સામે જંગ કરે છે.

સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને આકાંક્ષા શર્મા જેવા દમદાર કલાકારોથી સજેલી ફિલ્મ કેસરી વીરનું દિગ્દર્શન પ્રિન્સ ધીમાનએ કર્યું છે અને તેનું નિર્માણ કાનૂ ચૌહાને ચૌહાન સ્ટૂડિયોઝના બેનર હેઠળ કર્યું છે। પેનોરમા સ્ટૂડિયો દ્વારા વર્લ્ડવાઇડ રિલીઝ થનારી આ ફિલ્મ એક્શન, ભાવનાઓ અને ડ્રામાથી ભરપૂર છે, અને 23 મેના રોજ સમગ્ર વિશ્વમાં દર્શકોને રોમાંચિત કરવા આવી રહી છે.

[અહીં જુઓ વિડિઓ](https://youtu.be/cH-hY8ke3ac?si=u_DF3gWvN0uBfQZi)

 


Spread the love

Check Also

નાણાકીય વર્ષ 2025ના દ્વિતીય અર્ધવાર્ષિક ગાળામાં બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 159% વધ્યો

Spread the love ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: BAHETI), એલ્યુમિનિયમ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *