“આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું.”
સુછંદ રહેવા માટે જોગ,જપ,જાગરણ અને તપ જરૂરી છે.
સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથી આવે.
ગુરુ પરિતોષ આપે છે.
ગુરુ ભરતા નથી પણ ખાલી કરી આપે છે.
હું મળવા આવ્યો છું,વિવાદ નહિ સંવાદ કરવા અને લાભ નહિ,સૌનું શુભ કરવા આવ્યો છું:મોરારિબાપુ.
માનસ અને ગીતા એ શસ્ત્રો નહીં પણ શાસ્ત્રો છે, એને ન છોડતા
કથા-બીજ પંક્તિઓ:
રામકથાકૈ મિતિ જગ નાહિ;
અસિ પ્રતીતિ તિન કે મન માહિં
નાના ભાંતિ રામ અવતારા;
રામાયન સત કોટિ અપારા.
-બાલકાંડ દોહો-૩૩
આ કથાબીજ પંક્તિઓ સાથે શરૂ થયેલી રામકથાનાં આજે નવમા-પૂર્ણાહૂતિ દિવસે,તુકારામબીજનાં દિવસે-આરંભે’આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ’ સંચાલિત ‘અમારી ધાર્મિક પરંપરાઓ’ પુસ્તક વ્યાસપીઠને બ્રહ્માર્પણ કરવામાં આવ્યું.
કથાનામનોરથીજગુમામા પરિવારના મહેશભાઈએ પોતાનો ભાવ રજૂ કર્યો.
બાકીની કથાનો સાર કહેતા બાપુએ જણાવ્યું કે આ સત્ય,પ્રેમ અને કરુણાનો સંવાદ આ ભવ્યભૂમિ ઉપર એ અર્થમાં છે કે ક્યાંક પહાડો છે,જળ છે,વૃક્ષો છે. અહીંની પોતાની લાક્ષણિકતાઓ અને આગવી પરંપરાની ઓળખ છે.અહીંનાભોળા લોકોની શ્રદ્ધા ખૂબ દિવ્ય છે.એટલે આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું.
સંક્ષિપ્ત કથા દર્શનમાં રામ લક્ષ્મણનુંજનકપુર નગર દર્શન,એ પછી સીતાજીની સ્તુતિ અને ધનુષ્યભંગ તેમજ પરશુરામનો પ્રસંગ ખૂબ જ સંક્ષિપ્ત રીતે કહી બાલકાંડને વિરામ આપીને અયોધ્યાકાંડમાં ચિત્રકૂટ નિવાસ વખતે તુલસીદાસજી બે વખત સનાથ શબ્દની વચ્ચે સુછંદ શબ્દ લખેછે.એનોદિવ્યભાવ રજૂ કરતા બાપુએ કહ્યું કે કોઈ બે સનાથોની વચ્ચે આપણે સ્વચ્છંદ ન રહી શકીએ,સુછંદ જ રહી શકીએ.કારણ કે આપણને બંને બાજુ સનાથ મળે છે સુછંદ રહેવા માટે જોગ,જપ ,જાગરણ અને તપ જરૂરી છે.છંદનો એક અર્થ વેદ થાય.અહીંપતંજલિનો યોગ તો ખરો જ પણ આપણો એકબીજાનો મેળાપ એવો જોગ છે.જપ અને જાગરણ તેમજ તપ પણ આપણને સુછંદ રાખશે. સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથીઆવે.ગુરુ પરિતોષ આપે છે.ગુરુભરતા નથી પણ ખાલી કરી આપે છે.
ભરત મિલાપનો પ્રસંગ અને એ પછી ખૂબ જ સંક્ષિપ્ત રીતે બાકીના તમામ કાંડની કથા બાદ અંગદસંધીનો પ્રસ્તાવ લઈને જાય છે,સંધી નિષ્ફળ નિવડેછે.ભયાનક યુદ્ધ પછી રાવણનું તેજ રામમાં વિલીન થાય છે.વિશ્વનું સંકટ ટળે છે.રામનાભાલે તિલક થાય છે.
કથાનો વિરામ કરતી વખતે ઉપસંહારમાંતૈતરિય બ્રાહ્મણ ગ્રંથનો એક મંત્ર:
શ્રધ્ધા પત્નિ:સત્યં યજમાન: શ્રધ્ધા સત્યંતદિતિઉત્તમંમિથુનં શ્રધ્ધા સત્યેનસ્વર્ગાતિલોકાન્જયતિતિ
આ શ્લોકમાં કહ્યું છે કે:વક્તા અને શ્રોતાને ધન્યતાનો અનુભવ હોય છે.એટલા માટે કહું છું કે મનોરથીની શ્રદ્ધા અને સત્યના મિલનથી અહોભાવ પ્રગટ થાય છે.
સાથે-સાથે એ ખાસ વાત કરી કે હું તમને મળવા આવ્યો છું,હું કોઈના તરફ વિરોધ લઈને નહીં બોધ લઈને આવ્યો છું.વિવાદ નહીં સંવાદ કરવા આવ્યો છું.કોઈનો અપવાદ કે દુર્વાદ નહીં પણ ગુણાનુવાદ એક માત્ર અમારો વાદ છે.બધાનોસ્વિકાર કરવા માટે આવ્યો છું.લાભ લેવા માટે નહીં પણ શુભ કરવા માટે આવ્યો છું.અને જીભ ઉપર સરસ્વતી નહીં પરંતુ ત્રિભુવન દાદા બેઠા છે.માનસ અને ગીતા એ શસ્ત્રો નહીં પણ શાસ્ત્રો છે એને ન છોડતા.સ્વાધ્યાયમાં આળસ ન કરતા.
આ કથાનું સુફળ તમામ લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર અર્પણ કરવામાં આવ્યું.
બાપુએ અહીંનાં કાર્યકરો,પ્રશાસન તથા દરેક રીતે ભોગ આપતા લોકો તેમજ મનોરથીજગુમામા પરિવાર સહિત સૌ કોઇ પ્રત્યે પ્રસન્નતા અને રાજીપો વ્યક્ત કર્યો.ફરી આગલા વરસે જલ્દી આ ભૂમિ પર કથાગાનની નેમ દોહરાવી
આગામી-૯૫૪મી રામકથાઆર્જેન્ટિનાની મનોરમ અને અદ્ભૂત ભૂમિ ઉશૂવાયાનાં લાસ હયાસરીસોર્ટ ખાતે,૨૯ માર્ચથી ૬ એપ્રિલ દરમિયાન યોજાશે.
સમય તફાવતનાં કારણે આ કથાનું આસ્થા ટીવી ચેનલ પર યુરોપિયન દેશોમાં તેઓનાં સ્થાનિક સમય પ્રમાણે દર્શાવાશે.
ભારતમાં આસ્થા ટીવી ચેનલ પર ૩૦ માર્ચથી ૭ એપ્રિલ ડી-લાઇવ પ્રસારણ રોજ સવારે ૯:૩૦થી પ્રસારિત થશે.
જ્યારે ચિત્રકૂટધામતલગાજરડા તથા સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબ ચેનલ પર પહેલા દિવસ શનિવારે રાત્રે ૧૨:૩૦થી અને બાકીનાં દિવસોમાં રોજ સાંજે ૬:૩૦થી કથા વિરામ સુધી જીવંત રીતે નિહાળી શકાશે.