અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગ્લોબલ વોર્મિંગ ને કારણે વૈશ્વિક પર્યાવરણની અસમતુલા સર્જાય છે. ઉનાળામાં બિહારના કેટલાય જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ સાથે ઠેરઠેર વિજળી પડવાથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાઈ જીલ્લાઓમાં ૧૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને બિહાર મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૦૦,૦૦૦ રુપિયાની રાશી અર્પણ કરી છે. જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

જામનગરના ધ્રોલ નજીક સુમરા ગામે એક મહિલાએ તેના ૪ બાળકો સહિત આપધાત કરી લેતાં પરિવારનો માળો વિંખાઈ ગયો છે. આ મહિલાના ભાઈ ને રુપિયા ૫૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પોરબંદર શહેરમાં મકાનનો કાટમાળ ઉતારતી વખતે બે રબારી યુવકોનાં અકસ્માતમાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. વિવિધ ઘટનાઓ માં કુલ મળીને રુપિયા ૧,૮૧,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા

Spread the loveકેટલાક પ્રોત્સાહક સુધારાઓ: SC અધિકારીઓ અને કોન્સ્ટેબલરીમાંSCક્વોટાને પરિપૂર્ણ કરે છે ન્યાયાધીશોમાંસુધારલે જાતિ વૈવિધ્યતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *