દિલ્હી રેલ્વે સ્ટેશન પર માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: રાજધાની દિલ્હીથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. ગઈકાલે શનિવારે રાત્રે દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 13 14 15 પર કુંભમાં જવા માટે બહુ જ મોટી સંખ્યામાં મુસાફરો હોવાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને ભાગદોડમચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર 18લોકોનાકચડાઈ જવાને કારણે કરુણ મૃત્યુ  થયા છે. આ આઘાતજનક ઘટનામાં માર્યા ગયા છે તેમાં ૧૪ બહેનો તેમજ ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

પૂજ્ય બાપુની રામકથાકચ્છનાકોટેશ્વર મહાદેવ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે કોટેશ્વરનીવ્યાસપીઠેથી ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોનાપરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ સીતેર હજારની સાંતવના રાશી અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાનામનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.


Spread the love

Check Also

યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા

Spread the love LJ યુનિવર્સિટી ખાતે ગુજરાતની સૌથી મોટી યૂથ પાર્લામેન્ટ યોજાઇ ગુજરાત, અમદાવાદ ૧૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *