એક આશ્ચર્યજનક યોગ રચાયો:યુનોનાં જે ૧૭ સૂત્રો છે એમાંના ૧૬ સૂત્રોની કથા આ વ્યાસપીઠ આ અગાઉ અલગ-અલગ જગ્યાએ કરી ચૂકી છે.
યજ્ઞનાં પાંચ અંગો છે:૧-મંત્ર. ૨-દ્રવ્ય. ૩-વિધિ. ૪-સદભાવ.૫-વિવેક.
“વિશ્વસંસ્થાનાં મંચ પરથી કહેવા માંગુ છુ કે ગાઓ:મિલે સૂર મેરા તુમ્હારા..બધાએ ગાવું પડશે.”
આખું જગત અવધ બનશે ત્યારે ઘર-ઘરમાં રામ પ્રગટશે.
પાંચમા દિવસની કથામાં આરંભે બાપુએ કહ્યું કે: વેદમાં સામંજસ્ય સૂક્ત છે.પાંચ જ શ્લોક છે.એ સૂક્ત સમાજમાં સામંજસ્ય કઈ રીતે આવે એની વાત કરે છે.યુનોના આ કાર્યક્રમમાં એ સૂક્ત ખૂબ જ ઉપયોગી થશે.
એક પ્રશ્નથી હતો કે આ કથા જે ચાલી રહી છે એમાં સૌથી વધારે ખુશ કોણ થયું હશે?
બાપુએ કહ્યું કે આમ તો બધા જ ખુશ છે.પણ જેના ભાગ્યમાં ખુશી નથી લખી એ નાખુશ થાય તો શું કરી શકીએ!પણ ૧૦-૧૨ વર્ષ પહેલાની એક યાદ આવે છે.જ્યારે નગીનબાપા(સ્વ.નગીનદાસ સંઘવી)અને હું બેઠા હતા એણે કહ્યું કે તમે ઘણી વખત કહો છો કે યુનો ભવનની પરિક્રમા કરી,તો યુનોભવનમાં કથા ન થઈ શકે?ત્યારે મેં કહેલું કે કથા મને ક્યાં લઈ જાય કોઈ ખબર નથી.એ વાત એમનેમ છોડી દીધી.પણ આજે લાગે છે કે કદાચ નગીનબાપા હોત તો સૌથી વધારે ખુશ થાત.અને આજે એની ચેતના જ્યાં પણ હશે સૌથી વધુ ખુશ હશે.કારણ કે આપણે તો પૂર્વ જન્મ અને પુનર્જનમમાં માનનારા છીએ અને મને નથી લાગતું કે નગીનબાપા મોક્ષવાદી હશે,એ તો મહેતાવાદી(નરસિંહ મહેતા-માંગુ જનમ-જનમ અવતાર) હશે.એની ચેતના જ્યાં પણ હશે સૌથી વધુ ખુશ હશે.રોજની કથા નો અંગ્રેજી અનુવાદ કરી દેત.જે હવે મારે કરવો પડે છે(એ.આઈ.સિસ્ટમથી હું જ બોલું છું)
બાપુએ કહ્યું કે નગીનબાપાને મારી આ અંજલિ છે.બાપુએ અનેક કવિઓ,સાહિત્યકારોની રચનાઓ યાદ કરી તેમને અંજલિ આપી.
બાપુએ એક આશ્ચર્યજનક યોગ રચાયાનુ કહ્યું: યુનોનાં જે ૧૭ સૂત્રો છે એમાંના ૧૬ સૂત્રોની કથા આ વ્યાસપીઠ આ અગાઉ અલગ-અલગ જગ્યાએ કરી ચૂકી છે.સ્વચ્છતા પર,ક્યારેક જળ વિષયક,બંધુત્વ વગેરે પર.અને યોગ જૂઓ આ ૧૭મું સૂત્ર-વસુધૈવકુટુંમ્બકમ સૂત્ર અહીં ગવાઇ રહ્યું છે.
વિશ્વમાં શ્રેષ્ઠ શ્રોતા કોણ?પરિક્ષિત.
રામ અયોધ્યામાં જ કેમ પ્રગટ્યા?જ્યાં યુધ્ધ નથી એ અયોધ્યા.જ્યાં વધ નથી એ અવધ.આખી દુનિયા અયોધ્યા થશે,આખું જગત અવધ બનશે ત્યારે ઘર-ઘરમાં રામ પ્રગટશે.
ઋગવેદનાં એક મંત્રમાં ચાર પ્રકારની વાણી તરફ ઇશારો છે.શ્લોક આ મુજબ છે:
ચત્વારિ વાક્ પરિમિતાન પદાનિ તાનિ વિદૂર બ્રાહ્મણા યે મનિષિણ ગૃહાત્રિણિ નિહિતા નેત્રયન્તિ તુરીયં વાચૌ મનુષ્યા વદન્તિ
ચત્વારિ-ચાર પ્રકારની વાણીમાં ત્રણ ગુફામાં ગોપનીય છે.હજી તો વૈખરી જ ચાલી રહી છે.
જગતમાં પાંચ અમૃત અને ત્રણ વિષ છે.બાપુએ કહ્યું કે વિશ્વશાંતિ માટે આ વિષથી છૂટવું પડશે,અમૃત અપનાવવા પડશે,
યજ્ઞનાં પાંચ અંગો છે:૧-મંત્ર.૨-દ્રવ્ય.૩-વિધિ.૪-સદભાવ.૫-વિવેક.આ કથાનો મંત્ર-આપણે બે પંક્તિઓ ઊઠાવી છે એ.
કથાનું દ્રવ્ય-કથા વક્તા-શ્રોતાની આંખમાં આંસુ,દ્રવિતભાવ.વિધિ છે વિશ્વાસ,ભાવ સદભાવ હોવો જોઇએ.
આ વિશ્વસંસ્થા જે કરવા માંગે છે એ જ વાત ઋગવેદનાં મંડળ-૧૦નાં ૧૯૧માં સૂક્તમાં છે:
સંગચ્છધ્વં..સમવદધ્વં..સમમનાંસિજાનતામ્..સર્વે ભવન્તુ સુખિન:…મા કશ્ચિદ દુખમાપનુયાત્..
બાપુએ કહ્યું કે વિશ્વસંસ્થાનાં મંચ પરથી કહેવા માંગુ છુ કે ગાઓ:મિલે સૂર મેરા તુમ્હારા..બધાએ ગાવું પડશે.
અષ્ટાવક્રએ જનકને પાંચ પ્રકારનાં અમૃત,ત્રણ વિષની વાત કરી.
ત્રણ ઝેર:વિષમ પરિસ્થિતિ,ભેદ અને વિષય.
પાંચ અમૃતમાં:ક્ષમા,આર્જવ(વિનમ્રતા),તોષ(સંતોષ),દયા અને સત્ય.હે જનક! આ પાંચ અમૃતનું સેવન કર.ક્રોધ ઝેર છે,ક્ષમા અમૃત છે.કઠોરતા ઝેર છે,સરળતા અમૃત છે.શ્રાપ ઝેર છે,દયા અમૃત છે.અસંતોષ ઝેર છે,સંતોષ અમૃત છે.
કથાપ્રવાહમાં સતી શિવજીને રામ વિશે અને રામ અવતાર શા માટે લ્યે છે એ પૂછ્યું.શિવજી કહે છે કે નિરાકાર પરમાત્મા સાકાર શા માટે થાય છે એનું ઇદમિત્થ્ય-આમ જ છે એ ન કહી શકાય છતાં પાંચ કારણો બતાવ્યા છે.પરમાત્મા દેશ,કાળ,પાત્ર અનુસાર વિવિધ સ્થાનો પર અવતરે છે.અવતરણનાં પાંચે કારણો બતાવ્યા.
આ પાંચ વસ્તુ-શબ્દ,રૂપ,રસ,સ્પર્શ,ગંધ.આ પાંચથી રામ પણ પ્રગટ થાય,રાવણ પણ પ્રગટ થઇ શકે.
જય-વિજયનાં શબ્દો,જલંધરનો સ્પર્શ,નારદનાં વિશ્વમોહિની રૂપથી,મનુ-શતરૂપાનાં તપથી ભક્તિરસથી અને પ્રતાપભાનુએ બ્રાહ્મણોનાં ભોજનમાં ગંધ-આ પાંચ ઇન્દ્રિયો રાવણત્વ કે રામ પ્રાગટ્યનાં કારણો બને છે.બધાં કારણોની વિસ્તૃત સંવાદી ચર્ચા કરી યુનોની ભૂમિ પરથી સમસ્ત જગતને રામજન્મની વધાઇ સાથે કથાને વિરામ અપાયો.