કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

Spread the love

શ્રીનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે.

છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત ઘણાં વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે, જેમાં બે દિવસ પહેલાં જમ્મુ શ્રીનગર વચ્ચે રામબન વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ પ્રાકૃતિક દુર્ઘટનામાં મળેલી વિગતો મુજબ ૮ વ્યક્તિઓ ભોગ બનેલ છે.

ઉલ્લેખનીય છે કે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને આ પ્રદેશમાં જ એટલે કે શ્રીનગરમાં રામકથા ચાલી રહી છે, જેનાં મનોરથી શ્રી અરુણભાઈ શ્રોફ રહ્યાં છે. આજનાં ત્રીજા દિવસની કથા પ્રારંભે આ ભોગ બનનાર મૃતકોને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. શ્રી મોરારિબાપુએ આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે તેમ જણાવી ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી છે. આ વિતજા સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

ડિવાઇન સોલિટેયર્સ અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પહેલાં જામનગરમાં પ્રથમ વખત ડાયમંડ કોઈનનું અનાવરણ

Spread the loveજામનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જામનગરની સયાજી હોટેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ભારતના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *