આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે અનુષ્ઠાન છે: મોરારી બાપુ

Spread the love

નંદપ્રયાગ, ઉત્તરાખંડ ૦૯ મે ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ ભારત દ્વારા પાકિસ્તાન અને ત્યાં સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલા લશ્કરી કાર્યવાહી અંગે કહ્યું છે કે આ કાર્ય વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના હેતુથી કરવામાં આવી રહ્યું છે, કોઈ દેશ કે વ્યક્તિ વિરુદ્ધ નહીં.

ઉત્તરાખંડના નંદપ્રયાગમાં ચાલી રહેલી રામકથા દરમિયાન શુક્રવારે મોરારી બાપુએ કહ્યું, “હિન્દુસ્તાન આજકાલ અનુષ્ઠાન કરી રહ્યું છે, વિશ્વ કલ્યાણ માટે. આ કોઈ વ્યક્તિ કે દેશની વિરુદ્ધ નથી, પરંતુ આતંકવાદની વિરુદ્ધ છે. જ્યારે આતંકવાદનો અંત આવશે, ત્યારે વિશ્વ શાંતિનો શ્વાસ લઈ શકશે, આનંદનો શ્વાસ લેશે.”

બાપુએ આગળ કહ્યું, “આ કોઈ હુમલો નથી, આ વિશ્વ કલ્યાણ માટેનો એક પ્રયોગ છે. આ બધા જીવોના હિત, સુખ અને પ્રેમ માટે કરવામાં આવ્યું છે — સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય, સર્વભૂત પ્રીતાય.

તેમણે કહ્યું કે આજે દેશભરમાં ઉત્સાહ, ગૌરવ, દેશભક્તિ, પ્રેમ અને આસ્થાની લાગણીઓ જાગ્રત થઈ છે. આ ભાવના ભારતની આત્મા અને સંસ્કૃતિનું પ્રતીક છે.

બાપુએ બે દિવસ પહેલા પણ કહ્યું હતું કે આતંકવાદ સામે લેવામાં આવેલા પગલાં સમયસર અને પરિસ્થિતિઓ અનુસાર છે.


Spread the love

Check Also

નાણાકીય વર્ષ 2025ના દ્વિતીય અર્ધવાર્ષિક ગાળામાં બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 159% વધ્યો

Spread the love ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: BAHETI), એલ્યુમિનિયમ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *