મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

Spread the love

।। રામ ।।

ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન એક શ્રોતાએ પૂજ્ય બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તો આપને વિનંતી છે કે આપ સરકારને તથા ઉધોગ જગતના લોકોને અપીલ કરો અને વધુને વધુ શાળાઓનું નિર્માણ થાય તો વટાળ પ્રવુતિઓ અટકે.

પૂજ્ય મોરારીબાપુએ આ વેદનાનો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે એમની પાસે જ્યારે ઉદ્યોગપતિઓ આવશે તો ચોક્કસ નવી શાળાનું નિર્માણ થાય તેવુ કહેશે. એ ઉપરાંત પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળાનું નિર્માણ થાય તે વખતે પૂજ્ય બાપુનાં શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા પ્રત્યેક શાળા દીઠ રુપિયા એક લાખનું તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે. આજની કથામાં ગુજરાત સરકારના ગ્રુહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંધવીની વિશેષ ઉપસ્થિતિ રહી છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *