- મોબિક્વિક ઉપભોક્તાઓ માટે એક ત્રિમાસિક એસઆઈપી ખર્ચ આવરી લેશે, રૂ. 51થી વધુના ડેઈલી એસઆઈપી પ્લાન સાથે ઉપભોક્તાઓને પુરસ્કૃત કરાશે.
- ઉપભોક્તાઓ રોજ નાની રકમમાં બચત કરીને તેમની અંદર નાણાકીય શિસ્ત અને સંપત્તિ સંચયનો આદતો કેળવાશે.
- મજબૂત સલામતી અને વિશ્વસનીયતા માટે સેફગોલ્ડ સાથે ભાગીદારી.
ગુરુગ્રામ, 14 મે, 2024:સોનું પારંપરિક રીતે બચતના સૌથી અગ્રતાના માધ્યમમાંથી એક તરીકે જ્ઞાત છે, જેના ભારતીય સંસ્કૃતિમાં મૂળિયાં ઊંડાણમાં છે. ફિનટેક કંપની વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ (મોબિક્વિક) દ્વારા ડેઈલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાનના લોન્ચની ઘોષણા કરવામાં આવી છે. નવો રજૂ કરવામાં આવેલો ડેઈલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાન ઉપભોક્તાઓને રોજ નાની રકમની બચત કરવા સશક્ત બનાવીને નાણાકીય સૂઝબૂઝની સંસ્કૃતિ કેળવે છે અને ધીમે ધીમે સંપત્તિ સંચયનો માર્ગ આપે છે.
મોબિક્વિક ઉપભોક્તાઓને શિસ્તબદ્ધ બચતની આદતો નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપે છે, જે લાંબે ગાળે પુરસ્કાર ઊપજાવે છે. ઉપબોક્તાઓ રોજ, માસિક અથવા વન-ટાઈમ એસઆઈપી અપનાવી શકે છે ત્યારે ડેઈલી એસઆઈપી પ્લાન સેશે બચતનો માર્ગ આપે છે. ડેઈલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાનની એક મુખ્ય વિશિષ્ટતા એ છે કે રૂ. 51થી વધુની ડેઈલી એસઆઈપી કરતા ઉપભોક્તાઓ દરેક ત્રિમાસિકને આવરી લેતી એક એસઆઈપીનો ખર્ચ ધરાવવા માટે હકદાર બને છે, જે તેમનાં નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરે છે.
સુરક્ષા અને સલામતીનાં સર્વોચ્ચ ધોરણની ખાતરી રાખવા માટે મોબિક્વિકે સોનાની ખરીદીની વિશ્વસનીયતા માટે સેફગોલ્ડ સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત પ્લાન ઉપભોક્તાઓને કોઈ પણ વધારાના શુલ્ક વિના ઘેરબેઠા ડિલિવરી સાથે તેમની પાસેનું સોનું કોઈ પણ સમયે વેચવા અથવા ભેટ આપવાની સાનુકૂળતા આપે છે.
અહગાઉ ભારતનાં ટિયર 1 અને 2 શહેરોમાં ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સ થકી જ તે પહોંચમાં હતી તેવો ગોલ્ડ સેવિંગ્સ પ્લાન સોનામાં રોકાણને પહોંચનું વિસ્તારીકરણ કરીને મોબિક્વિક એપ્સ થકી લાખ્ખો ઉપભોક્તાઓના હાથોમાં સીધા લાવે છે.
આ અવસરે બોલતાં મોબિક્વિકના સહ–સંસ્થાપક અને સીઈઓ બિપિન પ્રીત સિંહે જણાવ્યું હતું કે, “સોનું લાંબા સમયથી બચતનું સૌથી સુરક્ષિત માધ્યમમાંથી એક તરીકે માનવામાં આવે છે. તે સમયની કસોટીમાં પાર ઊતર્યું છે. અમારા ડેઈલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાનનું લક્ષ્ય દરેક માટે સોનાને પહોંચક્ષમ બનાવીને આ પરંપરાને ડિજિટાઈઝ અન વિસ્તારીકરણ કરવાનું છે. તે રાષ્ટ્રભરના ઉપભોક્તાઓ માટે શિસ્તબદ્ધ બચતને પ્રોત્સાહન આપવા અને એકત્રિત સંપત્તિ સંચય વધારવા માટે નોંધપાત્ર પગલું હોઈ તેમની નાણાકીય સુખાકારી પણ બહેતર બનાવે છે.”