મેટા અને આયુષમાન ખુરાનાએ ઓનલાઇન છેતરપીંડીઓ સામે લોકોને સશક્ત કરવા હાથ મિલાવ્યા

Spread the love

MeitY, I4C અને MIBના સહયોગ સાથેની આ સુરક્ષા કેમ્પેન છે અને સરકારના કૌભાંડો અન સાયબર છેતરપીંડીઓ નાથવાના સરકારના લક્ષ્યાંકોને ટેકો પૂરો પાડે છે

અમદાવાદ, ગુજરાત 14 ઓક્ટોબર 2024: આજે મેટાએ સુરક્ષા કેમ્પેન ‘સ્કેમ સે બચો’ લોન્ચ કરી છે અને આ માટે તેણે બોલિવુડના સ્ટાર આયુષમાન ખુરાના સાથે ભાગીદારી કરી છે જેથી લોકોને ઓનલાઇન કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રહેવુ તે વિશે શિક્ષીત કરી શકાય અને સુરક્ષિત ડિજીટલ પ્રેક્ટીસને પ્રોત્સાહન આપી શકાય. ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY), ઇન્ડિયન સાયબરક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર  (I4C) અને માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)ના સહયોગથી લોન્ચ કરાયેલા આ કેમ્પેન કંપનીની લોકોને ઓનલાઇન સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે, જે સરકારના દેશમાં વધી રકેલા કૌંભાંડો અને સાયબર છેતરપીંડીઓના વધી રહેલા કિસ્સાઓના નાથવાના લક્ષ્યાંકને ટેકો આપે છે.

શૈક્ષણિક કેમ્પેન લોકો જે તેમના દૈનિક જીવનમાં સામનો કરે છે તેવા દૈનિક કૌંભાડોને દર્શાવે છે, તેની સામે લોકોને સચેત રહેવા અને તેઓ કોઇ પણ પગલું લે તે પહેલા સાવચેતી રાખવા માટે પ્રોત્સાહન આપે છે. આ ફિલ્મમા વધુમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પરના અસંખ્ય સુરક્ષા ફીચર્સ પર પણ ભાર મુકે છે જે વપરાશકર્તાઓને તેમની ઓનલાઇન સેફ્ટી પર નિયંત્રણ પ્રાપ્ત કરવામાં સશક્ત બનાવે છે. તમે સંપૂર્ણ ફિલ્મ અહીં જોઈ શકો છો: https://www.facebook.com/MetaIndia/videos/1082499483221216/.

આ ફિલ્મમાં આયુષમાન ખુરાના એક સતર્ક લગ્નમાં આવેલ મહેમાન તરીકે કામ કરે છે જે કૌભાંડોના શિકાર બનતા લોકોને મળે છે અને તેની ઝડપી વિચારસરણી અને રમૂજ સ્વભાવ સાથે દિવસનો બચાવ કરે છે. મેટાના સુરક્ષા બે પરિબળવાળા ઓથેન્ટીકેશનના ફીચર્સ, બ્લોક એન્ડ રિપોર્ટ, વ્હોટ્સએપ ગ્રુપ પ્રાયવસી સેટ્ટીંગ્સ, પર ભાર મુકતી આ કેમ્પેન મેટાના ઇન-બિલ્ટી ફીચર્સ અને સેફ્ટી ટૂલ્સ લોકોને આવશ્યક આરક્ષણો સાથે કેવી રીતે સજ્જ કરે છે તેની અગત્યની યાદ અપાવે છે  જેથી લોકો પોતાને ઓનલાઇન કૌભાંડો, છેતરપીંડીઓ અને ખાતાની સમાધાનકારી ધમકીઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકાય.

કેમ્પેનના લોન્ચ પર ટિપ્પણી કરતા આયુષમાન ખુરાનાએ જણાવ્યું હતુ કે “આજના ડિજીટલ પરિપ્રેક્ષ્યમાં, ઓનલાઇન કૌભાંડો અને છેતરપીંડીઓનો નિરંકુશ વધારો થઇ રહ્યો છે ત્યારે આવી ઘટનાઓ અત્યંત ખાતરીદાયક હોય છે ત્યારે આપણે સતર્ક રહીએ તે અગત્યનુ છે અને આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રહી શકીએ છે તેના વિશે શિક્ષીત કરે છે. મેટાની સુરક્ષા પહેલ કે જેનો હેતુ લોકો કેવી રીતે પોતાની જાતને સંભવિત સાયબર કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે તે છે તેનો એક ભાગ બનતા હું રોમાંચ અનુભવુ છુ. તમે ક્રિયા કરો તે પહેલા વિચારવા માટેનું આ એક અગત્યનું રિમાઇન્ડર છ અને આખરી ક્ષણે મેટાના સેફ્ટી ટૂલ્સનો ઉપયોગ કરો જે તેમને તમારી ઓનલાઇન સુરક્ષા પર નિયંત્રમ મેળવવા માટે સક્ષમ બનાવે છે.”

મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને પબ્લિક પોલિસીના વડા શિવનાથ ઠુક્રાલએ ઉમેર્યુ હતું કે, “અમે ઑનલાઇન કૌભાંડોની વધતી જતી ઘટનાઓની ગંભીરતાને ઓળખીએ છીએ અને માનીએ છીએ કે આ મુદ્દાનો સામનો કરવા માટે સમગ્ર ઇકોસિસ્ટમમાં નક્કર અને સહકારી પગલાંની જરૂર છે. મેટા સ્કેમર્સથી આગળ રહેવા માટે ટેક્નોલોજી અને સંસાધનોમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે અને અમારી સુરક્ષા કેમ્પેન ‘સ્કેમ્સ સે બચો’ એ વપરાશકર્તાઓને ઑનલાઇન કૌભાંડોથી પોતાને બચાવવા માટે તેમની આંગળીના ટેરવે રહેલા સલામતી સાધનો અને સુવિધાઓ વિશે શિક્ષિત કરવાના અમારા પ્રયાસોનું વિસ્તરણ છે. અમે આશા રાખીએ છીએ કે આ કેમ્પેન અમારા વપરાશકર્તાઓની ઇચ્છાનો પડઘો પાડે અને ગ્રાહકોની આદતોને મજબૂત બનાવવાની સાથે તેમને પોતાને સુરક્ષિત કરવા માટે જરૂરી માહિતીથી સજ્જ કરે જે તેમને સુરક્ષિત રહેવા અને તેમના મિત્રો અને પરિવારને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે.”

OTP સ્કેમ્સથી માંડીને વ્યક્તિગત એકાઉન્ટ્સ અને ગોપનીય માહિતી સાથે ચેડાં કરનારા કૌભાંડોની વિશાળ શ્રેણીનું પ્રદર્શન, ઢોંગી કૌભાંડો જ્યાં સ્કેમર્સ લોકોને પૈસા આપવા માટે તાકીદની ભાવના પેદા કરે છે, ગેરવાજબી વળતર અને નકલી લોન એપ્લિકેશન્સ અને ઑફર્સનું વચન આપતાં વેપાર અને રોકાણ કૌભાંડો – વિશે કેમ્પેન ઝુંબેશ દર્શાવે છે કે કેવી રીતે મેટાની સરળ છતાં અસરકારક સુરક્ષા સુવિધાઓ લોકોને ઑનલાઇન કૌભાંડો અને છેતરપિંડીથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.

મેટા પાસે 2016થી ટીમો અને ટેક્નોલોજીમાં $20 અબજ ડોલરથી વધુ રોકાણ સાથે, વૈશ્વિક સ્તરે સલામતી અને સુરક્ષા પર કામ કરતા 40,000થી વધુ લોકો છે. આમાં 15,000 કન્ટેન્ટ રિવ્યૂઅર્સનો સમાવેશ થાય છે જેઓ 20 ભારતીય ભાષાઓ સહિત 70થી વધુ ભાષાઓમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સની સામગ્રીની સમીક્ષા કરે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં, મેટાએ ઑનલાઇન સલામતીને પ્રોત્સાહન આપવા માટે 50+ સલામતી સાધનો અને સુવિધાઓ શરૂ કરી છે અને અમે હંમેશા ગ્રાહકોને ઑનલાઇન સલામતી વિશે શિક્ષિત કરવામાં મદદ કરવા તેમજ કૌભાંડ સામગ્રી સામે અમારી સિસ્ટમને મજબૂત કરવા માટે નવી પદ્ધતિઓ શોધીએ છીએ.

 

 


Spread the love

Check Also

સોની બીબીસી અર્થના શોના ડિસેમ્બરમાં રોમાંચક પ્રીમિયર્સ, પ્રાચીન રોમથી અજાણ્યા જંગલી વિસ્તારો સુધી

Spread the loveરાષ્ટ્રીય 02 ડિસેમ્બર 2024: જેમ જેમ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *