મારુતિ સુઝુકીએ તદ્દન નવી Dzire લૉન્ચ કરીઃ અજોડ સ્ટાઇલ, અજોડ પર્ફોમન્સ

Spread the love

  • તદ્દન નવી પ્રગતિશીલ સ્ટાઇલિંગની સાથે તૈયાર કરવામાં આવેલી કૉમ્પેક્ટ સીડાન.
  • સેગમેન્ટમાં સૌપ્રથમ હોય તેવી ઘણી બધી વિશેષતાઓથી સજ્જ, જેમ કે, ઇલેક્ટ્રિક સનરૂફ, 360 એચડી વ્યૂ કેમેરા, સુઝુકી કનેક્ટ અને તદ્દન નવા એલઇડી ક્રીસ્ટલ વિઝન હેડલેમ્પ્સ.
  • તદ્દન નવી Dzire વિશ્વના શ્રેષ્ઠ થર્મલ એફિશિયેન્ટ ઝેડ-સીરીઝ2 લિ. એન્જિનથી સંચાલિત થાય છે, જે તેને પેટ્રોલ એમટીમાં 24.79 કિમી/લિ. અને એસ-સીએનજી પાવરટ્રેન્સમાં 33.73 કિમી/કિગ્રા^ની સાથે ભારતની સૌથી ઇંધણ-કાર્યક્ષમ સીડાન* બનાવે છે.
  • સરાઉન્ડ સેન્સ બાય ARKAMYS™ ધરાવતી86 સેમી (9’)ની સ્માર્ટપ્લે પ્રો+ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમથી સજ્જ તદ્દન નવા આલીશાન અને આરામદાયક ઇન્ટીરિયર્સ વાયરલેસ એપલ કારપ્લે® અને એન્ડ્રોઇડ ઑટો™#મારફતે અવરોધ વગરની કનેક્ટિવિટી પૂરી પાડે છે, જેની સાથે-સાથે વાયરલેસ સ્માર્ટ ફોન ચાર્જર, ટીપીએમએસ, રીયર ફાસ્ટ ચાર્જિંગ યુએસબી પોર્ટ્સ, રીયર રીડિંગ લેમ્પ્સ વગેરે જેવી વધારાની આકર્ષક નવી વિશેષતાઓ પણ પ્રાપ્ત થાય છે.
  • તદ્દન નવી મારુતિ સુઝુકી Dzire 15+ટૉપ-ઑફ-ધી-લાઇન સુરક્ષા વિશેષતાઓ પણ ધરાવે છે, જેમાં
    6 એરબેગ્સ, 3 પોઇન્ટ ઇએલઆર સીટબેલ્ટ્સ, હિલહોલ્ડ આસિસ્ટ ધરાવતું ઇએસપી®1, ઇબીડીની સાથે એબીએસ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કરેજિસથી સજ્જ છે અને આ તમામ વિશેષતાઓ તેના તમામ વેરિયેન્ટ્સમાં સ્ટાન્ડર્ડ છે.
  • આ તદ્દન નવી Dzireને જીએનસીએપી*4 દ્વારા 5-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી 11 નવેમ્બર 2024: કૉમ્પેક્ટ સીડાન સેગમેન્ટમાં નવું સીમાચિહ્ન રચીને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઇએલ)એ આજે પેટ્રોલ અને એસ-સીએનજી મોડેલ્સમાં નવી શાનદાર Dzire લૉન્ચ કરી હતી. મારુતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં સૌથી સફળ અને આઇકોનિક બ્રાન્ડ્સમાંથી એક તરીકે ડીઝાયરે દેશના 27 લાખથી વધારે ગ્રાહકોનો ભરોસો જીત્યો છે. આ શાનદાર નવી Dzireની પરિકલ્પના તેના અદભૂત વારસા અને અજોડ સ્ટાઇલ, આરામ અને વિશ્વસનીયતાના મજબૂત પાયા પર કરવામાં આવી છે.

પ્રગતિશીલ ડીઝાઇન, શાનદાર ટુ-ટૉન ઇન્ટીરિયર્સ અને સેગમેન્ટમાં સૌપ્રથમ હોય તેવી અનેકવિધ વિશેષતાઓથી આંખો આજી દેનારી નવી Dzire ખૂબ જ પ્રતિષ્ઠિત અને પ્રીમિયમ અનુભવ પૂરો પાડે છે. કારને પોતાના વ્યક્તિત્વના પ્રતિબિંબ તરીકે જોનારા યુવાન, કુશળ લોકો માટે તૈયાર કરવામાં આવેલી આ નવી Dzireનો ઉદ્દેશ્ય પર્ફોમન્સ, સોફિસ્ટિકેશન અને આરામની સાથે સ્ટાઇલનું સહજતાથી સંયોજન કરીને ગેમ-ચેન્જર બનવાનો છે. નેક્સ્ટ-જેન ઝેડ-સીરીઝ એન્જિન ધરાવતી તદ્દન નવી મારુતિ સુઝુકી Dzire ભારતની સૌથી ઇંધણ-કાર્યક્ષમ સીડાન* તરીકે અસાધારણ મૂલ્યનો વાયદો કરે છે.

તદ્દન નવી Dzire  લૉન્ચ કરતી વખતે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે, “મારુતિ સુઝુકી Dzire ઘણાં લાંબા સમયથી ઉત્કૃષ્ટતાની ઓળખ બનેલી છે અને ગ્રાહકો દ્વારા તેને એટલી હદે પસંદ કરવામાં આવી છે કે સાલ-દર-સાલ ભારતની સૌથી વધુ વેચાતી સીડાન3* બની ગઈ છે. પેઢી દર પેઢી તેણે માર્કેટમાં ક્રાંતિ લાવી છે અને ગ્રાહકોની અપેક્ષાઓને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. આ તદ્દન નવી શાનદાર Dzire સ્ટાઇલિંગ, પર્ફોમન્સ, વિશેષતાઓ અને સુરક્ષાઓ પર ભાર મૂકવાની સાથે આ સ્થાયી વારસાનું ઉદાહરણ પૂરું પાડે છે. તેની પ્રગતિશીલ આકર્ષક ડીઝાઇન અને શાનદાર ઇન્ટીરિયર્સ ધરાવતી તદ્દન નવી Dzire આજના મહત્વકાંક્ષી અને સફળ લોકોની આકાંશાઓનો પડઘો પાડે છે. આથી વિશેષ, અત્યાધુનિક ઝેડ-સીરીઝ એન્જિન તેને ભારતની સૌથી ઇંધણ-કાર્યક્ષમ સીડાન* બનાવે છે.”

આ લૉન્ચ અંગે ટિપ્પણી કરતાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સના સીનિયર એક્ઝિક્યુટિવ ઑફિસર શ્રી પાર્થો બેનરજીએ જણાવ્યું હતું કે, “27 લાખથી વધારે ગ્રાહકોનો વિશ્વાસ જીતનારી મારુતિ સુઝુકી Dzire વર્ષ 2008માં તેના લૉન્ચથી જ તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી સીડાન છે. તદ્દન નવી Dzireપોતાની વિશિષ્ટ પ્રકારની પસંદગીઓથી ચર્ચામાં રહેનારા યુવાન, મહત્વકાંક્ષી, ‘થ્રાઇવર’ લોકો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા અનુભવો પૂરાં પાડવાના અમારા અવિરત પ્રયાસોનો પુરાવો છે. નવી Dzireસેગમેન્ટમાં સૌપ્રથમ હોય તેવી ઘણી બધી વિશેષતાઓથી સજ્જ છે, જે તેને આધુનિકતા અને અત્યાધુનિક ટેકનોલોજીનું ઉત્તમ સંયોજન બનાવે છે. આ નવી જનરેશનની Dzireઅમારા ગ્રાહકોની જીવનશૈલીને નવા સ્તરે લઈ જશે અને તેમને આત્મવિશ્વાસપૂર્વક સફળતા પર દાવો કરવા માટે સક્ષમ બનાવશે.”


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *