મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

Spread the love

અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ  ચેટીચંડના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થઇ હતી.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ, ૨૭ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જ્યોત સાહેબ, ૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રામાં ભાવપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.

આ શોભાયાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.


Spread the love

Check Also

ટાટા મોટર્સે ભારતની ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

Spread the loveગુજરાત, અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *