આ લીગ સ્પોર્ટ્સ18 ખેલ પર બ્રોડકાસ્ટ થઈ રહી છે અને ભારતમાં જિયો સિનેમા તથા ભારત બહાર ફેસબુક લાઈવ થકી તેનું પ્રસારણ થઈ રહ્યું છે
ચેન્નાઈ, 27 ઓગસ્ટ, 2024: માનવ ઠક્કરે જવાહરલાલને હરુ ઈન્ડોર સ્ટેડિયમમાં પોતાના નિયમિત પુરુષ ડબલ્સ પાર્ટનર એવા માનુષ શાહને 2-1થી હરાવ્યો પરંતુ તેની જીત યુમુમ્બા ટીટી ટીમને જીત અપાવવા માટે પૂરતી ના રહી. માનુષની હાર છતાં યુટીટી2024માં ડેબ્યૂ કરતી અમદાવાદ એસજી પાઈપર્સની ટીમે શાનદાર કમબેક કરતા લીગમાં સતત બીજી મેચ જીતી.
બંને ટીમોના કેપ્ટન એવા માનવ અને માનુષ પ્રથમ મેચમાં પુરુષ સિંગલ્સમાં ટકરાવા માટે ટેબલ પર પહોંચ્યા. માનવે પ્રારંભમાં લીડ મેળવી અને માનુષ વિરુદ્ધ 11-2થી પ્રથમ ગેમ જીતી. તેણે પછીની ગેમ પણ 11-9થી જીતી પરંતુ માનુષે કમબેક કરતા ગેમ 3માં જીત સાથે હારનું અંતર ઘટાડ્યું.
ગેમ3માં માનુષની જીત મહત્ત્વ પૂર્ણ હતી, કારણ કે તેનાથી અમદાવાદ એસજી પાઈપર્સની રીથ રિશ્યાને યુમુમ્બાની સુતીર્થા મુખર્જી પર 2-1થી જીત સાથે ટાઈ બરાબરી એલઈ જવાની તક મળી. જે પછી માનુષે મિક્સ્ડ ડબલ્સમાં બર્ન ડેટસ જોક્સ સાથે જોડી બનાવી રમતા યુમુમ્બાના માનવ અને મારિયા જિયાઓની જોડીને 3-0થી હરાવી શાનદાર કોમ્બિનેશન મૂવથી જીત મેળવી.
નિરજ બજાજ અને વિતા દાણી દ્વારા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માર્ગ દર્શન હેઠળ યુટીટી નું આયોજન કરવામાં આવે છે. કાદરી અરુણા એલિલિયન બાર્ડેટ પર 2-1થી જીત બાદ યુમુમ્બાને ટાઈમાં કમબેક કરાવ્યું. જે પછી સજોક્સએ પોતાની પ્રથમ ગેમ મારિયા જિયા ઓસામે હારવા છતાં બીજી ગેમ જીતવા સાથે જ અમદાવાદની ટીમને જીત અપાવી. સજોક્સે ત્રીજી ગેમ પણ જીતતા અમદાવાદની જીતનું અંતર વધ્યું.
મેચમાં સુતીર્થા વિરુદ્ધ જીત માટે રીથને ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ અને ડાફા ન્યૂઝ શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ મળ્યો. સજોક્સે સિંગલ્સ તથા મિક્સ્ડડબલ્સના પ્રદર્શનથી વિદેશી પ્લેયર ઓફ ધ ટાઈ તથા એસીટી ટેલી ઑફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો.
બુધવારે દબંગ દિલ્હી ટીટીસીનો સામનો એથ્લિડ ગોવા ચેલેન્જર્સથી રાતે 7.30થી થશે. બંને ટીમો ગત હારથી બચવા માગશે.
મેચો સ્પોર્ટ્સ18 ખેલ, જીયો સિનેમા અને આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ફેસબુક લાઈવ થકી પ્રસારિત કરાશે.
સ્ટેડિયમમાં જોવા માટે બુક માય શૉ અને ઓફ લાઈન ટિકિટો મળી રહેશે.