અમદાવાદ 06 નવેમ્બર 2024: સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટ આ નવેમ્બરમાં પદાર્પણ કરવા માટે સુસજ્જ છે અને ચાહકો તેની રિલીઝની તારીખ માટે બહુ ઉત્સુક છે. ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સના પ્રસિદ્ધ પુસ્તક પર આધારિત આ સિરીઝ પ્રતિકાત્મક ઐતિહાસિક હસ્તીઓની ભૂમિકા ભજવતા અનુભવી કલાકારો સાથે ભારતની આઝાદીના મહત્ત્વપૂર્ણ અવસરોને જીવંત કરે છે. અનોખા કાસ્ટિંગની પસંદગીમાં મલિશ્કા મેંડોંસા સરોજિની નાયડુની ભૂમિકા ભજવી રહી છે, જેઓ ભારતની આઝાદીની લડતમાં ક્રાંતિકારી આગેવાન છે.
નાયડુનો વૃદ્ધ દેખાવ મઢી લેવા માટે મલિશ્કાએ મેકઅપની ખુરશીમાં પ્રોસ્થેટિક્સ સાથે નિભાવવા રોજ 4 કલાક સુધી વિતાવ્યા હતા. પ્રક્રિયા વિશે જણાવતાં તે કહે છે, ‘‘પ્રોસ્થેટિક્સ ધારણ કરવાનો અજોડ પડકાર છે. હું રોજ મેકઅપમાં કલાકો વિતાવતી હતી. એક દિવસ તો પ્રોસ્થેટિક્સ બરોબર કરતાં 9 કલાક વિતાવ્યા હતા. સરોજિની નાયડુ જેવી દેખાવા સાથે પ્રેક્ટિકલ મુશ્કેલીઓ સાથે પણ પનારો પાડવાનો હતો, જેમ કે, સૂર્યના તાપમાં પ્રોસ્થેટિક્સ પિગાળવું, તેની ભીતર મારા ચહેરા પર પરસેવો, છાંયડામાં રહેવું અને તે પીગળવાથી અટકાવવા માટે સર્વ સમયે મારા ચહેરા માટે એસીની સામે બેસી રહેવું વગેરે મશ્કેલીઓનો સમાવેશ થાય છે.”
તેણે ફ્રીડમ એટ મિડનાઈટ ટીમના ટેકા માટે આભાર માનતાં તેના પરિવર્તનની સફળતાનું શ્રેય તેમને આપ્યું. ‘‘મેકએપ આર્ટિસ્ટથી અમારા ડાયરેક્ટર નિખિલ અડવાણી સુધી, બધાએ દરેક બારીકાઈ પરફેક્ટ હોય તેની ખાતરી રાખવા માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે સમર્પિતતા સેટ પર એકધારી હતી. દરેક કલાકાર અને ક્રુ સભ્યો શો ઉત્તમ બને તે માટે એકત્ર કામ કરતા હતા. પડકારો છતાં પરિણામો બહુ સારાં હતાં. હવે હું લોકોનો પ્રતિસાદ જોવા ઉત્સુક છું. તે ખરેખર વિશેષ છે.”
સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં એમ્મે એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) શોમાં ડાયરેક્ટર નિખિલ અડવાણી છે, જ્યારે વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શરમા, રેવંતા સારાભાઈ અને ઈથેન ટેલરની છે. સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા જવાહરલાલ નેહરુ તરીકે, ચિરાગ વોહરા મહાત્મા ગાંધી તરીકે, રાજેન્દ્ર ચાવલા સરદાર વલ્લભાઈ પટેલ, આરીફ ઝકરિયા મહંમદ અલી ઝીણા, ઈરા દુબે ફાતિમા ઝીણા, મલિશ્કા મેંડોંસા સરોજિની નાયડુ, રાજેશ કુમાર લિયાકત અલી ખાન, કેસી શંકર વી.પી. મેનન, લ્યુક મેકગિબ્ની લોર્ડ લુઈસ માઉન્ટબેટન, કોર્ડેલિયા બુગેજા લેડી એડવિના માઉન્ટબટન, અલીસ્ટેર ફિનલે આર્ચિબાલ્ડ વેવેલ, એન્ડ્રયુ ક્યુલમ ક્લેમેન્ટ એટલી અને રિચર્જ તેવરસન સિરિલ રેડક્લિફફ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
તો ફ્રીડમ એટ મિડનાઈટ સાથે અગાઉ ક્યારેય નહીં તે રીતે ઈતિહાસને ઉજાગર થતો જોવા માટે તૈયાર રહો, આ નવેમ્બરથી આવે છે, ફક્ત સોની લાઈવ પર!