યાત્રાળુઓને રહેવાની ઉત્તમ સગવડ શોધી આપવા માટે મેકમાયટ્રિપે ‘લવ્ડ બાય ડીવોટીઝ’ પહેલ શરૂ કરી

Spread the love

યાત્રાળુઓની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવા માટે 26 આદ્યાત્મિકમાં 450+ ક્યુરેટેડ હોટેલો અને હૉમસ્ટેઝ


ગુરુગ્રામ 06 ફેબ્રુઆરી 2025: નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં મેકમાયટ્રિપના કુલ રૂમ બૂકિંગ્સમાં આદ્યાત્મિકનો હિસ્સો 10%થી પણ વધારે નોંધાયો હોવાથી ભારતમાં તીર્થયાત્રાઓમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2024માં આ પ્લેટફૉર્મ પર ધાર્મિક સ્થળો માટે કરવામાં આવતાં સર્ચમાં 46%નો વધારો જોવા મળ્યો છે, જે એ વાતને સૂચવે છે કે મુસાફરો નવરાશના સમયમાં ફરવા જવા કરતાં અત્યંત સાર્થક અને આદ્યાત્મિક રીતે સમૃદ્ધ કરનારી તીર્થયાત્રાઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે.

શ્રદ્ધા અને પરંપરાઓને પોષતી આવી તીર્થયાત્રાઓ મુખ્યત્વે પરિવારના એવા સભ્યો કરતાં હોય છે, જેમાં વૃદ્ધોની ટકાવારી વધુ હોય છે, જેના કારણે તેમની વિશેષ જરૂરિયાતોને પૂરી કરે તેવા પર્ફેક્ટ રહેવાના સ્થળો શોધવા ખૂબ જ આવશ્યક બની જાય છે. રોકાણની આવી જગ્યાઓને નક્કી કરવાનું ખૂબ જ સરળ બનાવવા માટે મેકમાયટ્રિપે ‘લવ્ડ બાય ડીવોટીઝ’ નામની એક પહેલ શરૂ કરી છે, જે 26 અગ્રણી આદ્યાત્મિક ખાતે આવેલી 450+હોટેલો અને હૉમસ્ટેનું એક વિશિષ્ટ કલેક્શન છે. આ પહેલ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય તીર્થયાત્રાના આયોજનમાંથી કોઈ પણ પ્રકારની અટકળબાજીને દૂર કરવાનો તથા મુસાફરોના આરામ, સુલભતા અને સગવડતા માટે તેમને તેમની જરૂરિયાત મુજબની રહેવાની જગ્યા મળી રહે તેની ખાતરી કરવાનો છે.

આ પહેલ અંગે વાત કરતાં મેકમાયટ્રિપના હોટેલ, ગ્રોથ અને ઇમર્જિંગ બિઝનેસિસના ચીફ પ્રોડક્ટ ઑફિસર શ્રી અંકિત ખન્નાએ જણાવ્યું હતું કે, ‘હવે વધુ સારા રોડ, રેલવે અને એર કનેક્ટિવિટીને લીધે ભારતના કોઈ પણ તીર્થધામો પર પહોંચવાનું ખૂબ જ સરળ બની ગયું છે. ‘લવ્ડ બાય ડીવોટીઝ’ એ વાતની ખાતરી કરે છે કે, રોકાણની જગ્યાઓ યાત્રાળુઓની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરે. મુસાફરો પાસેથી મેળવવામાં આવેલી ઊંડી જાણકારી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી આ પહેલ મુસાફરોને યોગ્ય રોકાણ વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થાય છે. તેનું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ છે – આયોજન કરવાનો તણાવ દૂર કરવો, જેથી કરીને શ્રદ્ધાળુઓ તેમની શ્રદ્ધામાં ઓતપ્રોત થઈ શકે અને અદભૂત આદ્યાત્મિક અનુભવનો આનંદ ઉઠાવી શકે.’

‘લવ્ડ બાય ડીવોટીઝ’ ફીચર 6 મુખ્ય માપદંડો પર આધાર રાખીને પ્રોપર્ટીઓનું મૂલ્યાંકન કરે છેઃ તીર્થધામથી હોટેલ કે હૉમસ્ટે કેટલા નજીક છે, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન જેવા ટ્રાન્ઝિટ પોઇન્ટ્સથી સુલભતા, શુદ્ધ શાકાહારી રેસ્ટોરેન્ટ્સની ઉપલબ્ધતા, પાર્કિંગની સુવિધા, ટ્રાવેલ ડેસ્ક સપોર્ટ તથા વ્હિલચેર, ડૉક્ટર-ઑન-કૉલ, લિફ્ટ અને ફર્સ્ટ-એઇડ કિટ્સ જેવી વૃદ્ધો માટેની સુવિધાઓ. વધુમાં મેકમાયટ્રિપ પર 3.5 કે તેનાથી વધુનું રેટિંગ ધરાવતા એકોમોડેશન્સને જ સામેલ કરવામાં આવ્યાં છે, જે ગુણવત્તા અને વિશ્વસનીયતાના ઊંચા ધોરણની ખાતરી કરે છે.

હાલમાં આ પહેલમાં ભારતના 26 સૌથી વધુ પસંદગીના આદ્યાત્મિકને સામેલ કરવામાં આવ્યાં છે, જેમાં અજમેર, અમૃતસર, અયોધ્યા, દેવઘર, દ્વારકા, ગુરુવાયૂર, હરિદ્વાર, કટરા, કુક્કે સુબ્રમણ્યા, કુંભકોણમ, મદુરાઈ, મથુરા, નાથદ્વારા, પ્રયાગરાજ, પુરી, રામેશ્વરમ, શિરડી, સોમનાથ, તાંજોર, તિરુવન્નામલાઈ, થ્રિસુર, તિરુપતિ, ઉડુપી, ઉજ્જૈન, વારાણસી અને વૃંદાવનનો સમાવેશ થાય છે.

યાત્રાળુઓ ‘Loved by Devotees’ આવાસો સુધી સરળતાથી પહોંચી શકે છે જે મેકમાયટ્રિપની એપ કે વેબસાઇટ સમર્પિત ટેગના માધ્યમથી ઉપલબ્ધ છે. તેની પર રહેલા પ્રત્યેક લિસ્ટિંગ સુવિધાઓ, સ્થળ અને સુલભતા અંગેની પારદર્શક વિગતો પૂરી પાડે છે, જે યાત્રાળુઓને સૂચિત નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. આદ્યાત્મિક યાત્રાને વધુ સરળ બનાવવા માટે આગામી મહિનાઓમાં વધુને વધુ સ્થળો અને એકોમોડેશન્સને ઉમેરીને આ ફીચરને વધુ વિસ્તારવામાં આવશે.


Spread the love

Check Also

સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે

Spread the loveચિત્તની શુધ્ધિ પાંચ રીતે થાય છે. ચિત્તની ત્રણ દશા છે:ઘોર,ઘનઘોર અને અઘોર. ચિત્ત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *