આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

Spread the love

સેંજળ ધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન થયું અર્પણ


ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપાજગ્યાને શ્રી ધ્યાન સ્વામીબાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે.

આપણી આધ્યાત્મિક ધાર્મિક ચેતના અને પરંપરામાં દેહાણ્ય જગ્યાઓનું મોટું પ્રદાન રહેલું છે, તેમ જણાવી શ્રી મોરારિબાપુએ આવાં સ્થાનોની સમાધિઓ પૂજનીય રહ્યાનું કહ્યું. જડ એટલે સ્થિર સમાધિ, ચેતન સમાધિ, જળ સમાધિ, ભૂમિ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ સાથે આદ્ય જગદગુરુ શંકરચાર્યજીનાં સૂત્રો મુજબ વાણી વિવેક, અપરિગ્રહ, કોઈ પાસે અપેક્ષા ન હોવી… વગેરે જીવતી પ્રતિભાઓની સમાધિ ગણાવી.

શ્રી મોરારિબાપુએ આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની પોતાનાં શરીરની ‘આણ્ય’ એટલે કે જાતનાં ભોગે, તમામ પરિસ્થિતિ સામનો કરવાં સાથે સમાજની સેવા કરી છે. આવી જગ્યાઓની આ વંદના થઈ રહી હોવાનું ઉમેર્યું.

શ્રી ભોજલરામ બાપાની જગ્યા ( ભોજલધામ ફતેપુર ) માટે મહંત શ્રી ભક્તિરામબાપુને શ્રી મોરારિબાપુનાં હસ્તે શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન અર્પણ થયું, આ વેળાએ સંતો મહંતો પણ જોડાયાં.

સંચાલન કરતાં શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ ધ્યાનસ્વામીબાપા સન્માન ઉપક્રમ સંદર્ભે વાતચીત સંદર્ભ રજૂ કરી શ્રી મોરારિબાપુ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણા સાથે ભરોસો તત્વ ભરપૂર રહ્યાનું અને તેથી જ આવી વંદના તેમજ અન્ય ધાર્મિક સામાજિક આયોજનો થઈ રહ્યાનું જણાવ્યું.

સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે આ સન્માન સમારોહ પ્રસંગે શ્રી દુર્ગાદાસબાપુ ( સાયલા ), શ્રી જાનકીદાસબાપુ ( કમિઝળા), શ્રી લલિતકિશોરશરણબાપુ ( લીંબડી ) દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં આ પરંપરા અને તેને સન્માન આપવાની ભાવના સંદર્ભે શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.

પ્રારભે ઉપસ્થિતિ સંતો મહંતોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. આ પ્રસંગે સેંજળધામમાં સૌ સંતો અને મહાનુભાવોને શબ્દો વડે શ્રી તુલસીદાસજી હરિયાણીએ આવકાર્યા અને આ સન્માન, સમૂહ લગ્ન અને પાટોત્સવ પ્રસંગનો હરખ વ્યક્ત કર્યો. શ્રી રઘુબાપા ( વીરપુર ), શ્રી વિજયબાપુ ( સતાધાર ) તથા શ્રી ભક્તિરામબાપુ ( સાવરકુંડલા )  તેમજ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને મહાનુભાવો અંહિયા જોડાયાં.


Spread the love

Check Also

એબીબી વીજળીકરણ અને ઓટોમેશનમાં વૈશ્વિક ટેકનોલોજી અગ્રણી છે

Spread the loveગુજરાત ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: ABB ઇલેક્ટ્રિફિકેશન અને ઓટોમેશન ક્ષેત્રે વૈશ્વિક ટેકનોલોજી અગ્રણી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *