મુંબઇ, 11 જૂન, 2024: ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર મેજેન્ટા મોબિલિટીએ ભારતના સૌથી મોટા વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સ સાથે તેની ભાગીદારીને મજબૂત કરતાં ટાટા એસ ઇવીના 100થી વધુ યુનિટ સામેલ કર્યાં છે, જેમાં એસ ઇવીના 60થી વધુ યુનિટ તથા તાજેતરમાં લોંચ કરાયેલ એસ ઇવી 1000ના 40થી વધુ યુનિટ સામેલ છે. બંન્ને કંપનીઓ વચ્ચે ઓક્ટોબર 2023માં થયેલાં સમજૂતી કરાર (એમઓયુ)ના ભાગરૂપે આ યુનિટ્સને સામેલ કરાયા છે, જેમાં ક્રાંતિકારી ટાટા એસ ઇવીના 500 યુનિટ્સનું લક્ષ્ય છે.
મેજેન્ટા મોબિલિટીના સંસ્થાપક અને સીઇઓ મેક્સન લુઇસે આ ભાગીદારી વિશે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે સમગ્ર ભારતમાં સુરક્ષિત, સ્માર્ટ અને ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ ડિલિવર કરવાની અમારી કટીબદ્ધતાને આગળ ધપાવતા ટાટા મોટર્સ સાથે અમારા સહયોગને વધુ મજબૂત કરતાં ખુશી અનુભવીએ છીએ. 100થી વધુ ટાટા એસ ઇવીની તૈનાતી અમારા મહાત્વાકાંક્ષી ‘અબ કી બાર દસ હજાર’ પ્રોગ્રામની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે, જેનો ઉદ્દેશ્ય સપ્ટેમ્બર 2025 સુધીમાં 10,000 ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તૈનાત કરવાનો છે. ફોર-વ્હીલ સ્મોલ કમર્શિયલ વ્હીકલ્સ (એસસીવી)માં ટાટા મોટર્સની કુશળતા સાથે લોજિસ્ટિક્સ, ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં અમારી ઇન્ટિગ્રેટેડ ક્ષમતાઓ સાથે આ ભાગીદારી ઉદ્યોગના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવા સજ્જ છે.
આ જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં ટાટા મોટર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ – એસસીવીપીયુ વિનય પાઠકે જણાવ્યું હતું કે, મેજેન્ટા મોબિલિટી સાથેની અમારી ભાગીદારીમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં અમે તેમની ફ્લીટમાં ટાટા એસ ઇવીની તૈનાતીમાં ખૂબજ ગર્વ કરીએ છીએ. તે અદ્યતન અને શૂન્ય ઉત્સર્જન મોબિલિટી સોલ્યુશન્સ દ્વારા ઇન્ટ્રા-સિટી ડિસ્ટ્રિબ્યુશનમાં ક્રાંતિ લાવવાના અમારા સહિયારા વિઝનને પુષ્ટિ આપે છે. અમારા સહ-નિર્માણ પ્રયાસો દ્વારા નિર્મિત પ્રોડક્ટ એસ ઇવી બેજોડ પ્રદર્શન, વિશ્વસનીયતા અને સંચાલકીય કાર્યક્ષમતા ઓફર કરે છે તેમજ ભારત માટે હરિયાળા ભાવિમાં પણ યોગદાન આપે છે. આ તૈનાતી દેશભરમાં ટકાઉ ઇ-કાર્ગો ટ્રાન્સપોર્ટેશન પ્રત્યેની અમારી અતૂટ કટીબદ્ધતાનો પુરાવો છે. ભેગા મળીને અમે ભારત માટે સ્વચ્છ, હરિયાળા અને પર્યાવરણ પ્રત્યે સભાન ભાવિ માટેનો માર્ગ મોકળો કરી રહ્યાં છીએ.
એસ ઇવી EVOGEN પાવરટ્રેન દ્વારા સંચાલિત છે, જે 7 વર્ષની બેટરી વોરંટી અને 5 વર્ષના વ્યાપક મેન્ટેનન્સ પેકેજ સાથે ડ્રાઇવિંગનો બેજોડ અનુભવ ઓફર કરે છે. તે ડ્રાઇવિંગ રેન્જ વધારવા માટે અદ્યતન બેટરી કૂલિંગ સિસ્ટમ અને રિનજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સાથે સુરક્ષિત અને દરેક મોસમમાં કામગીરી સુનિશ્ચિત કરે છે. તે હાઇ અપટાઇમ માટે નિયમિત અને ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતાઓમાં મદદરૂપ બને છે. તે 27kW (36hp)મોટર સાથે 130Nmના પીક ટોર્ક દ્વારા સંચાલિત છે, જેથી બેસ્ટ-ઇન-ક્લાસ પીકઅપ સુનિશ્ચિત કરી શકાય તેમજ ગ્રેડ ક્ષમતાથી સંપૂર્ણ લોડિંગની પરિસ્થિતિમાં સરળતાથી ઢાળ ચડી શકે છે. આ વ્હીકલના મજબૂત પ્રદર્શન સાથે લગભગ 100 ટકા અપટાઇમે ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો છે.
મેજેન્ટા મોબિલિટીને એચપીસીએલ, બીપી, મોર્ગન સ્ટેનલી, જીતો એન્જલ નેટવર્ક અને જાણીતા ઇન્ડિયન અમેરિકન પરોપકારી ડો. કિરણ પટેલ સહિતના પ્રતિષ્ઠિત રોકાણકારોનું સમર્થન પ્રાપ્ત છે. કંપની ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિમાં અગ્રેસર છે તથા ભારતના ટ્રાન્સપોર્ટેશન લેન્ડસ્કેપમાં ટકાઉ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતી પહેલને આગળ ધપાવે છે. ટાટા મોટર્સ સાથેની ભાગીદારી તથઆ 100 ટાટા એસ ઇવીની તૈનાતી સાથે મેજેન્ટા લોજિસ્ટિક્સમાં ક્રાંતિ લાવવાની તેની કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.