લુબી પમ્પ્સ દ્વારા અમદાવાદમાં SRH ટીમનું મીટ એન્ડ ગ્રીટમા ભવ્ય સ્વાગત

Spread the love

⇒ લુબીએ ડીલરો, કન્સલ્ટન્ટસ અને મૂલ્યવાન ભાગીદારો અને સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ સાથે અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કર્યું.

ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: અમદાવાદ IPL 2025 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના પ્રિન્સિપાલ સ્પોન્સર તરીકે, લુબી પમ્પ્સે વ્યવસાયની ગતિ અને ક્રિકેટ નો ઉમંગ એકસાથે લાવતાં અમદાવાદના ITC નર્મદા હોટેલમાં એક ઉત્સાહભર્યા મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે લુબીના ડીલર્સ, કન્સલ્ટન્ટ્સ અને મૂલ્યવાન પાર્ટનર્સે SRHના ખેલાડીઓ રાહુલ ચહેર, ઈશાન કિશન અને હર્ષલ પટેલ સાથે સ્નેહભરી મુલાકાતે યાદગાર ક્ષણો ઊભી કરી.

આ ઉજવણી વિશ્વાસ, કામગીરી અને ટીમવર્કના સામૂહિક મૂલ્યોની ઉજવણી હતી. લુબીના મૂલ્યવાન પાર્ટનર્સ માટે આ ક્ષણ યાદગાર બની રહી. મજેદાર વાતચીત અને રમૂજી પળોથી સમગ્ર હોલમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું. ઘણા ડીલર્સ માટે તેમની મનપસંદ ક્રિકેટ સ્ટાર્સને મળવાની આ ક્ષણ સપનાને સાકાર કરતી હતી. લુબીના ડિરેક્ટર શ્રી રોનક પોરેચા પણ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા અને ડીલર્સ સાથે કંપનીના ભવિષ્યના લક્ષ્યોની ચર્ચા કરી.

SRHના ખેલાડીઓએ પણ આ કાર્યક્રમનો ખુબ આનંદ માણ્યો. તેમણે ખુલ્લા દિલથી વાતચીત કરી અને રમુજી પ્રવૃત્તિઓમાં ભાગ લઇને સમગ્ર ઈવેન્ટને વધુ જીવંત અને સ્નેહભર્યું બનાવી દીધું. આ માત્ર મુલાકાત ન હતી — આ એ લોકોની ઉજવણી હતી જે મેદાન પર અને મૈદાનની બહાર પ્રભાવશાળી કામગીરી આપે છે.

આ કાર્યક્રમ દ્વારા લુબી પમ્પ્સે તેના દરેક પાર્ટનર અને સહભાગી સાથે લાંબા ગાળાના સંબંધો બાંધવાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે — તે લોકો સાથે, જેઓ લુબીની વારસાતે આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.


Spread the love

Check Also

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ દ્વારા GUJ-CET 2025માં પરફેક્ટ સ્કોર અને 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કરનાર ગુજરાત ટોપર પર્વ પટેલના શાનદાર સફળતાની ઉજવણી

Spread the love ગુજરાત ૧૦ મે ૨૦૨૫: ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય આગેવાન એવા આકાશ એજ્યુકેશનલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *