જીવનમાં આપલે કરવાથી જીવન સારું બને છેઃ LG ઈન્ડિયાએ ભારતભરમાં રક્તદાન પહેલનું વિસ્તરણ કર્યું છે

Spread the love

સમુદાયોને એકત્રિત કરવા અને યુવાનોને જીવન બચાવવાનાં કાર્યમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા, એ સંદેશને મજબૂત બનાવવો કે જીવનમાં આપેલ કરવાથી જીવન સારું બને છે 


નવી દિલ્હી, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પોતાની મેગા રક્તદાનની ઝુંબેશને રજૂ કરવા માટે તૈયાર છે, જે તેના મુખ્ય સંદેશ “જીવનમાં આપેલ કરવાથી જીવન સારું બને છે”ની સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારીની પોતાની વચનબદ્ધત્તાને મજબૂત બનાવી રહી છે. આ પહેલનો ઉદ્દેશ સમુદાયોને તેમાં પણ ખાસ કરીને યુવાનોને એકત્રિત કરવાનો અને 70 શહેરોમાં 400 રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો છે.

વર્ષ 2019 અને 2023માં LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ લગભગ 188 કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે, જેને પરિણામે 17,700થી વધુ નોંધણી થઈ છે. આ સફળતાને આધારે વર્ષ 2025 ઝુંબેશનો ઉદ્દેશ 30,000 નોંધણીઓને સુરક્ષિત કરવાના લક્ષ્યાંકની સાથે તેની અસરને વધુ વિસ્તારવાનો છે. દરેક કેમ્પ દાતાઓને આવશ્યક તબીબી તબાસ, રિફ્રેશમેન્ટ્સ અને પ્રશંસાનાં પ્રમાણપત્રો પૂરા પાડશે, જે દાનનો સહજ અને પ્રોત્સાહક અનુભવ સુનિશ્ચિત કરશે. કેર ટુડે ફંડ, યુનાઇટેડ વે મુંબઈ અને સક્ષમ ભારતી ફાઉન્ડેશન જેવા વિશ્વસનીય ભાગીદારોની સાથેના સહકારમાં LGનું લક્ષ્ય ભારતમાં સ્વૈચ્છિક રક્તદાનની મજબૂત સંસ્કૃત્તિને વેગ આપવાનો છે.

પહેલ અંગે ટિપ્પણી આપતા LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના એમડી શ્રીમાન હોંગ જુ જિઓને જણાવ્યું હતું કે “અમે અર્થસભર હસ્તક્ષેપની સાથે CSR કાર્યક્રમોને જારી રાખવા માટે વચનબદ્ધ છીએ. મેગા રક્તદાન ઝુંબેશની આ ત્રીજી આવૃત્તિ લોકો માટે જીવન સારું બનાવવાની અમારી વચનબદ્ધત્તાનું પ્રતિબિંબ છે. અમારો લક્ષ્યાંક સક્રિયતાથી ભાગ લેવા માટે સમુદાયોને એકત્રિત કરવાનો અને આ કારણ અંગે જાગૃત્તિ ફેલાવવાનો છે, જે ‘જીવનમાં આપલે કરવાથી જીવન સારું બને છે’ના અમારા મુખ્ય સંદેશની સાથે સંરેખિત થાય છે.”

જમીનનાં સ્તરે રક્તદાન કેમ્બો ઉપરાંત LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા દેશભરમાં રેડિયો અને ડિજિટલ મિડિયા મારફતે જન જાગૃત્તિ અભિયાનો હાથ ધરશે. આ જન જાગૃત્તિ અભિયાન રક્તદાનનાં મહત્ત્વ અને લાભ અંગે લોકોને જાગૃત્ત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

સહભાગિતા સરળ અને વધુ પહોંચક્ષમ બનાવવા માટે LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા મેગા રક્તદાન ઝુંબેશ માટે સમર્પિત માઇક્રોસાઇટ –[https://lg-india.com/blood-donation/]રજૂ કરશે. આ મંચ લોકોને પોતાનું સમર્થનનું વચન આપવા, રક્તદાન કેમ્પો માટે નોંધણી કરવા, ઝુંબેશની મહત્ત્વપૂર્ણ માહિતી સુધી પહોંચવા સક્ષમ બનાવશે. માઇક્રોસાઇટ દાતાઓ માટે વન-સ્ટો ડેસ્ટિનેશન તરીકે કાર્ય કરશે, જે પ્રથમ વખતના દાતાઓ માટે કેમ્પ લોકેશન્સ અને માર્ગદર્શિકાઓ અંગે વાસ્તવિક-સમયના અપડેટ્સ આપે છે.

આ પહેલા મારફતે LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા સમાજને આપલે કરવા અને પાછું આપવા માટેના પોતાના સમર્થનને જારી રાખે છે અને “જીવનમાં આપલે કરવાથી જીવન સારું બને છે” એ વિશ્વાસને પણ સમર્થન આપે છે.

ઝુંબેશ અંગેની વધુ માહિતી, આગામી કેમ્પો અને કેવી રીતે ભાગ લેવો તે અંગેની વધુ માહિતી માટે કૃપા કરીને https://lg-india.com/blood-donation/ની મુલાકાત લો.


Spread the love

Check Also

સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5Gલોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’

Spread the love ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *