LG લોંચ કરે છે નવી XBOOM સિરિઝ, પોર્ટેબિલિટી અને સ્ટાઈલની સાથે અત્યંત શક્તિશાળી સાઉન્ડ

Spread the love

લેટેસ્ટ XBOOM લાઈન-અપમાં છે શક્તિશાળી ઓડિયો, વિસ્તરેલા બેસ, અને લાઈટિંગના ફીચર્સનું મિશ્રણ

બંને ઈન્ડોર અને આઉટડોર ઉપયોગ માટે ડિઝાઈન કરાયેલું

ભારત 13મી નવેમ્બર 2024 – LG ઈલેક્ટ્રોનિક્સ, જે ભારતની ટોચની કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડમાં સામેલ છે, તેણે આજે પોતાની ઓડિયો લાઈન-અપમાં લેટેસ્ટ ઉમેરાનું અનાવરણ કર્યું છે, જે છે LG એક્સબૂમ સિરિઝ, જેમાં એક્સજી2ટી, એક્સએલ9ટી અને એક્સઓ2ટી મોડેલ્સનો સમાવેશ થાય છે. આ નવા કલેક્શનની ડિઝાઈન વધુ સારી સાઉન્ડ ક્વોલિટી, વિસ્તરેલી પોર્ટેબિલિટી અને લાઈટિંગ ફીચર્સ વડે ઓડિયોની અનુભૂતિનું સ્તર વધુ ઊંચુ લાવવા માટે કરાઈ છે, જે દેશભરના સંગીત ઉત્સાહીઓ બંને ઈન્ડોર અને આઉટડોર સેટિંગ માટે અનુકૂળ છે.

પોતાની XBOOM સિરિઝ સાથે, LG ઈલેક્ટ્રોનિક્સ ઓડિયોમાં નવતર સંશોધન માટે સઘન પ્રયાસો ચાલુ રાખી રહી છે, જેના થકી શક્તિશાળી સાઉન્ડ, સ્ટાયલિશ ડિઝાઈન અને પોર્ટેબિલિટીના મિશ્રણ સમાન પ્રોડક્ટ્સની પ્રસ્તુતિ કરાઈ રહી છે જે મ્યુઝિકની અનુભૂતિઓની વિશાળ રેન્જને અનુકૂળ છે. દરેક મોડેલને ક્ષમતાઓથી ભરપૂર બનાવાઈ રહી છે, જેમાં ડાયનેમિક સાઉન્ટ આઉટપુટ અને રસતરબોળ કરી દેતી લાઈટિંગથી લઈને ડ્યુરેબિલિટીનો સમાવેશ થાય છે, જેના થકી XBOOM સિરિઝ તમામ પ્રસંગો માટેની પસંદગી બની રહે છે- પછી તે ફેમિલી ગેધરિંગ હોય કે આઉટડોર એડવેન્ચર કે પછી ઘરે એક ઉમદા સાંજ વિતાવવાની હોય.

“અમારી નવી XBOOM સિરિઝને લોંચ કરવાની સાથે, LG એવી ઓડિયો પ્રોડક્ટ્સ લાવી રહી છે જે ટેકનોલોજી સાથે સુગમતાનું મિશ્રણ કરે છે,” એમ LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના હોમ એન્ટરટેઈન્મેન્ટ ડાયરેક્ટર બ્રાયન જંગે જણાવ્યું હતું. “આ મોડેલ્સને અમારા ગ્રાહકોની સાઉન્ડની અનુભૂતિની આખી રીતમાં સુધારો લાવવા તૈયાર કરાયા છે, જે શક્તિશાળી ઓડિયો, લાઈટિંગ ફીચર્સ અને ડ્યુરેબિલિટીની સાથે દરેક વાતાવરણને આત્મસાત કરી લે છે. તમે કોઈ લાઈવ ઈવેન્ટ યોજી રહ્યા હોવ, કોઈ એડવેન્ચર પર જઈ રહ્યા હોવ અથવા ઘરે આરામ ફરમાવી રહ્યા હોવ, XBOOM સિરિઝ તમારી ઓડિયો અનુભૂતિનું સ્તર ઊંચુ લાવતી પ્રોડક્ટ ઓફર કરી રહી છે.” 

LG XBOOM સિરિઝના ચાવીરૂપ ફીચર્સ

LG XBOOM XL9T એ પાર્ટી સ્પીકર છે જેનું નિર્માણ હાઈ-ઈમ્પેક્ટ સાઉન્ડની અનુભૂતિ માટે કરાયું છે, જે 1000 વોટ આઉટપુટને 8-ઈંચના વૂફર્સ અને 3-ઈંચના ટ્વીટર્સ દ્વારા ડિલિવર કરે છે. બેસ એન્હેન્સમેન્ટ અલ્ગોરિધમથી સજ્જ, XL9T સંગીતની સારી અનુભૂતિ માટે ડીપ, રિઝોનેન્ટ સાઉન્ડ ડિલિવર કરે છે. તે નવી પિક્સેલ LED ફીચર પણ ધરાવે છે જેની સાથે આવે છે વુફર લાઈટિંગ. કોઈ પણ સંગીતપ્રેમી નવી ટેક્સ્ટ, ઈમોજી અથવા અક્ષરોને કસ્ટમાઈઝ/ રચી શકે છે, જે એક રંગબેરંગી, ક્લબ-જેવી આભાની રચના કરી આપે છે જે પાર્ટી તેમજ ગેધરિંગ્સ માટે સર્વોત્તમ પસંદગી છે. પોતાના વોટર-રેઝિસ્ટન્ટ IPX4 રેટિંગ, ઉપયોગમાં સુગમ, અને મજબૂત વ્હીલ્સની સાથે XL9T પોર્ટેબિલિટી અને આધારભૂતતા પૂરી પાડે છે, જેનાથી તે આઉટડોર ઈવેન્ટ્સ માટે સર્વોત્તમ પસંદગી બને છે.

LG XBOOM GO XG2Tની ડિઝાઈન સાઉન્ડ ક્વોલિટી સાથે સમાધાન કર્યા વિના પોર્ટેબિલિટી માટે તૈયાર કરાઈ છે. આ કોમ્પેક્ટ 5 વોટનું પાવરહાઉસ 1.5 ઈંચના વુફર અને પેસિવ રેડિયેટરથી સજ્જ છે, જેનું સ્તર તેના કદમાં ડાયનેમિક, હાઈ-પ્રેશર સાઉન્ડને ઉત્પન્ન કરનારા બેસ અલ્ગોરિધમ વડે ઊંચુ આવે છે. તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ કાર્યરત રહેવા બનાવાયેલું XG2T US મિલિટ્રી સ્ટાન્ડર્ડ ડ્યુરેબિલિટી અને IP67 રેટિંગ ધરાવવાની સાથે 10 કલાક સુધીનો પ્લેબેક પૂરો પાડે છે, જેના થકી તે આઉટડોર એડવેન્ચર્સ માટે સર્વોત્તમ પસંદગી બને છે. તેની કસ્ટમાઈઝેબલ સ્ટ્રીંગ્સ બેકપેક્સ, સાઈકલ, તંબુઓ અને બીજા ઘણા સ્થળ માટે તેને સરળ એટેચમેન્ટ બનાવે છે, જેનાથી તે પ્રવાસ વખતનું આદર્શ સાથીદાર બને છે. બ્લૂટૂથ કોલિંગ ફીચર સ્માર્ટફોન સાથે રાખ્યા વિના પણ કોલને લેવા માટે મદદરૂપ થાય છે.

LG XBOOM XO2T એ પોતાના 360-ડિગ્રી ઓમ્નીડાયરેક્શનલ 20 વોટ સાઉન્ડ સાથે, વિસ્તરેલો બેસ અને સ્પષ્ટ વોઈસ ક્વોલિટી પૂરા પાડે છે. તે કોમળ, મીણબત્તી જેવા મુલાયમ પ્રકાશને પ્રસ્તુત કરતા પારદર્શક કાચની ઈફેક્ટ સાથે મૂડ બનાવતી લાઈટિંગ પણ પૂરી પાડે છે, જેના થકી કોઈ પણ સ્થળે સોહામણી આભાની રચના કરી શકાય છે. XO2T નું IP55 વોટર રેઝિસ્ટન્સ અને 15+ કલાકની બેટરી લાઈફ તેને બંને ઈન્ડોર અને આઉટડોર ઉપયોગ માટે વૈવિધ્યપૂર્ણ પસંદગી બનાવે છે. બ્લૂટૂથ 5.3, LG વન ટચ મોડ, અને મલ્ટિ-પોઈન્ટ શેરિંગ ફીચર્સ સાથે તે સીમલેસ ઓડિયો અહેસાસ પૂરો પાડે છે. આ સ્પીકર્સ LG TV સાથે પણ એકરૂપતા ધરાવે છે જે ઓપ્ટિમાઈઝ ફ્રન્ટ અથવા રિયર સરાઉન્ડ સેટિંગ્સ, તેમજ સ્ટીરિયોની સાથે વાગી શકે છે. તમારી પાસે અલગ બ્રાન્ડનું TV હશે તો પણ XBOOM સ્પીકર્સને તમારા TV / મોબાઈલ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાશે. 

કિંમત અને ઉપલબ્ધતા

LG XBOOM સિરિઝ ભારતમાં LG.com સહિત તમામ રિટેલ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ખરીદી માટે 15-નવેમ્બર-2024થી ઉપલબ્ધ રહેશે. આ માટે આરંભિક કિંમતો XG2T માટે રૂ. 4990, XO2T માટે રૂ. 12,990 અને XL9T માટે રૂ. 64,900 રહે છે અને મોડેલ મુજબ ફીચર્સ બદલાઈ શકે છે. વધુ માહિતી માટે મુલાકાત લો www.lg.com/in/audio.


Spread the love

Check Also

ઈડીઆઇઆઇમાં સર્કુલર ઈકોનોમી, સસ્ટેનેબિલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત

Spread the loveઅમદાવાદ ૧૩મી નવેમ્બર ૨૦૨૪ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (ઈડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા ૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *