LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે અર્જૂન પુરસ્કાર વિજેતા વન્તિકા અગ્રવાલને બ્રાન્ડ એમ્બેસડર બનાવવાની જાહેરાત કરી

Spread the love

અર્જૂન પુરસ્કાર વિજેતા વન્તિકા ચેસની રમતમાં ભારતની સૌથી આશાસ્પદ યુવા પ્રતિભા ખેલાડી છે


નવી દિલ્હી ૨૯ એપ્રિલ ૨૦૨૫ – LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે આજે ભારતની સૌથી આશાસ્પદ અને પ્રસિદ્ધ ચેસ ખેલાડી પૈકીની એક વન્તિકા અગ્રવાલને પોતાની કંપનીની બ્રાન્ડ એમ્બેસડર બનાવવાની જાહેરાત કરી છે.

યુવા મહિલા ગ્રાન્ડ માસ્ટર,ત્રણ વખત ચેસ ઓલિમ્પિયાડ ગોલ્ડ મેડાલિસ્ટ અને 45મા ચેસ ઓલિમ્પિયાડ ખાતે બેગોલ્ડ મેડલ જીતનારી વન્તિકા અગ્રવાલને તાજેતરમાં પ્રતિષ્ઠિત અર્જૂન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે, જે રમત ક્ષેત્રમાં તેણે મેળવેલી અદ્વિતીય સિદ્ધિનો પુરાવો આપે છે.

આ ભાગીદારી LG ઇલેક્ટ્રોનિક્સની યુવા પ્રતિભાઓનું સશક્તિકરણ કરવાની અને નવીન શોધખોળો થકી ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતો પરિપૂર્ણ કરીને તેમનું જીવન સ્તર સુધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડના MD શ્રી હોંગ જૂ જીયોને જણાવ્યું હતું કે, “LG ઇલેક્ટ્રોનિક્સ ખાતે અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતો વિશે ખૂબ જ નજીકથી સમજ ધરાવવાની અને તેમનુ જીવનસ્તર સુધારવા માટે સતત નવીન શોધખોળો હાથ ધરવા બદલ ગર્વની લાગણી અનુભવીએ છીએ. વન્તિકા ઉત્કૃષ્ટ રમત, તેણે અવિરત ખંતપૂર્વક હાથ ધરેલા પ્રયાસો અને ભવિષ્ય માટે વિચારવાનો અભિગમ, આજ જૂસ્સો વ્યક્ત કરે છે. LGની જેમ વન્તિકા પણ નવા, મહત્ત્વાકાંક્ષી ભારતની આકાંક્ષાઓ સચોટ રીતે પરિપૂર્ણ કરે છે, જે સાહસિક છે અને ભવિષ્યને અપનાવવા માટે આતૂર છે. તેની સાથે આ ભાગીદારી કરીને અમે રોમાંચ અનુભવીએ છીએ અને આ રોમાંચક અને નવી સફરમાં સાથે મળીને આગળ વધવા તત્પર છીએ.”

પોતાનો રોમાંચ વર્ણવતા વન્તિકા અગ્રવાલે જણાવ્યું હતું કે, “LG ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાઈને હું સન્માનની લાગણી અનુભવુ છું, જે એક એવી બ્રાન્ડ છે જેની ઉપર મે હંમેશા વિશ્વાસ કર્યો છે અને તેને સન્માનિત ગણી છે. ખાસ કરીને, LGનું “Life’s Good” અંગેનુ વચન મારા ઇરાદાઓનું આબેહૂબ પ્રતિબિંબ રજૂ કરે છે કારણ કે તે દરેક લોકો માટે વધુ સારી ગુણવત્તા ધરાવતા જીવનનું સર્જન કરવા ઉપર ભાર મૂકે છે. એક ચેસ ખેલાડી તરીકે મારી સફર નવા લક્ષ્યાંકો – મૂલ્યો હાંસલ કરવા માટે અવિરતપણે સતત શીખવાની, ઉભરવાની અને વિકાસ પામવાની રહી છે – જેને LG ગ્રાહકોના અનુભવને સતત વધુ સારો બનાવવાના પોતાના મિશનમાં પણ પ્રદર્શિત કરે છે. LG ઇલેક્ટ્રોનિક્સ સાથે આ સફરને આગળ વધારીને હું રોમાંચની લાગણી અનુભવુ છું અને સાથે મળીને લોકોના જીવન ઉપર એેક અર્થપૂર્ણ પ્રભાવ ઊભો કરવાની આશા રાખું છું.”

સપ્ટેમ્બર 2002માં જન્મેલી ભારતીય ચેસ ખેલાડી વન્તિકા અગ્રવાલ વૂમન ગ્રાન્ડમાસ્ટર અને ઇન્ટરનેશનલ માસ્ટરનો FIDE ટાઇટલ્સ ધરાવે છે. તે બુદાપેસ્ટ ખાતે 2024માં યોજાયેલી 45મી ચેસ ઓલિમ્પિયાડ ખાતે બે ગોલ્ડ મેડલ સહિત ચેસ ઓલિમ્પિયાડ ખાતે ત્રણ વખત ગોલ્ડ મોડલ વિજેતા ખેલાડી છે. તેણે હાંગઝોઉ 2022 એશિયન ગેમ્સ ખાતે ભારતીય ટીમ સાથે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. વન્તિકા કોમનવેલ્થ, વર્લ્ડ યૂથ, એશિયન યૂથ અને નેશનલ ચેમ્પિયનશિપ્સમાં પણ સંખ્યાબંધ મેડલ જીતવાની સિદ્ધિ ધરાવે છે.


Spread the love

Check Also

વિશ્વાસ સાથે જીવન બદલાવવાનું શાસ્ત્ર: હિતેશ ગજ્જર દ્વારા સફળ ન્યુમરોલોજી વર્કશોપનું આયોજન

Spread the loveગુજરાત, અમદાવાદ ૨૯ એપ્રિલ ૨૦૨૫: જીવનના રહસ્યો અને અવરોધોને સંખ્યાઓના માધ્યમથી ઉકેલવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *