LG ઈલેક્ટ્રોનિક્સ અનોખા ડિઝાઈન સાથે નવ નવા મોડલ્સ લોન્ચ કરીને વોટર પ્યુરિફાયરની શ્રેણી વિસ્તૃત કરી

Spread the love

વોટર પ્યુરીફાયરની નવી લાઇન અપમાં મળશે એર ટાઇટ સ્ટેનલેસ સ્ટીલ ટેન્ક, મિનરલ બૂસ્ટર, ઇન-ટેન્ક એવરફ્રેશ યુવી પ્લસ અને કોન્ટેક્ટલેસ મેન્ટેનન્સ એન્ડ કેર જેવી અદ્યતન સુવિધાઓ 

અમદાવાદ 09 સપ્ટેમ્બર 2024 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બ્રાન્ડ, LG ઇલેક્ટ્રોનિક્સે આજે નવ નવા મોડલના લોન્ચ સાથે તેના વોટર પ્યુરિફાયર પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી. વોટર પ્યુરીફાયરની નવી શ્રેણી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જે ગ્રાહકોને પીવાનું શુદ્ધ, સલામત અને આરોગ્યપ્રદ પાણી પ્રદાન કરશે.

નવા લૉન્ચ થયેલા મોડલ, WW176GPRB, WW176GPBW, WW156RPTB, WW156RPTC, WW146RPLB, WW136RPNB, WW146RPLC, WW132NP અને WW131NP ભારતીય ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. સ્વચ્છતા, આરોગ્ય, ડિઝાઇન અને અનુકૂળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે, આ વોટર પ્યુરીફાયર ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરતી વિવિધ નવીન સુવિધાઓ ઓફર કરે છે. 

LG ના વોટર પ્યુરીફાયરની આ નવી રેન્જ પીવાનું શુદ્ધ પાણી પ્રદાન કરે છે અને તે સ્વર્ગસ્થ ડો. કે.કે. અગ્રવાલ દ્વારા સ્થાપિત અગ્રણી રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ NGO, હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત છે. આ પ્યુરિફાયર સ્વાસ્થ્ય માટે અનુકૂળ પીવાલાયક પાણી, ફિલ્ટરેશન, પરિરક્ષણ અને જાળવણીને સમાવિષ્ટ કરવાના માપદંડોને પૂર્ણ કરે છે. 

આ લોંચ પર ટિપ્પણી કરતા, હોમ એપ્લાયન્સીસ એન્ડ એર કંડિશનર્સના સિનિયર-વાઇસ પ્રેસિડેન્ટ, સંજય ચિટકારાએ જણાવ્યું કે, “એક ગ્રાહક-કેન્દ્રિત બ્રાન્ડ તરીકે, અમારું ધ્યાન અર્થપૂર્ણ ઇનોવેશન લાવીને અમારા ગ્રાહકોની બદલતી જરૂરિયાતો પુરી કરવા પર કેન્દ્રિત છે. અમારી વોટર પ્યુરિફાયર્સની નવીનતમ રેન્જ, પ્રીમિયમ ગ્લાસ ફિનિશ સાથે સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે, જે આધુનિક ભારતીય કિચન સ્પેસને વધુ સુંદર બનાવે છે. આ નવી રેન્જ અમારા ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં સુધારો કરે છે અને અમને વિશ્વાસ છે કે આ નવા મોડલ અમારી બજારની સ્થિતિને વધુ મજબૂત કરશે અને અમારા ગ્રાહકોની તંદુરસ્ત જીવનશૈલીમાં યોગદાન આપશે.”

નવા મોડલ્સની મુખ્ય વિશેષતાઓ:

  1. એરટાઈટ સ્ટેઈનલેસ સ્ટીલ (SS 304 ગ્રેડ) 8-લિટર વોટર ટેંક: ડ્યુઅલ પ્રોટેક્શન સીલથી સજ્જ, આ ટાંકી પાણીની તાજગી જાળવી રાખે છે અને જંતુઓ અને ધૂળ જેવી બહારની અશુદ્ધિઓને પ્રવેશવાથી રોકીને કરીને થોડી-ઘણી ગંદકી થતા અટકાવે છે. તે બેક્ટેરિયાના વિકાસને પણ અટકાવે છે, જેનાથી દુર્ગંધ, શેવાળ અને પીળા ડાઘ થતા નથી.
  2. મિનરલ બૂસ્ટર: કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનિજો ઉમેરીને પાણીનો સ્વાદ બેહતર બનાવીને સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. આ સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે શુદ્ધ કરેલ પાણી સલામતની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, જે ગ્રાહકોની એકંદર સુખાકારીમાં ફાળો આપે છે.
  3. ઇન-ટેન્ક એવરફ્રેશ UV પ્લસ: બેક્ટેરિયાને નિષ્ક્રિય કરવા અને સંગ્રહિત કરેલ પાણીની તાજગી જાળવી રાખવા માટે વધુ કાર્યક્ષમ UV LED નો ઉપયોગ કરે છે. આ અદ્યતન UV LED ટેક્નોલોજી સતત જીવાણુઓનું નાશ કરે છે, સલામતીનું વધારાનું સ્તર પ્રદાન કરે છે અને લાંબા સમય સુધી પાણી શુદ્ધ અને તાજું રાખે છે.
  4. ડિજિટલ સ્ટરિલાઇઝિંગ કેર: હાનિકારક રસાયણોનો ઉપયોગ કર્યા વિના, નળી, નળ અને પાઈપ સહિત પાણીના માર્ગોને સાફ કરે છે અને સ્વચ્છ રાખે છે. આ નવીન વિશેષતા ખાતરી કરે છે કે વોટર પ્યુરીફાયરનો દરેક ભાગ આરોગ્યપ્રદ રહે અને દરેક સમયે પીવાનું સાફ પાણી પૂરું પાડે.
  5. મલ્ટી-સ્ટેજ ફિલ્ટરેશન: 7 તબક્કાની એક વ્યાપક ફિલ્ટરેશન પ્રક્રિયા જે આઉટસાઇડ સેડિમેન્ટ, એન્ટિ-સ્કેલન્ટ ફિલ્ટર, સંયુક્ત કાંપ, કાર્બન ફિલ્ટર, RO મેમ્બ્રેન ફિલ્ટર, મિનરલ બૂસ્ટર અને પોસ્ટ-કાર્બન ફિલ્ટરના તબક્કાઓ ધરાવે છે. આ બહુ-સ્તરીય અભિગમ વિવિધ દૂષકોને દૂર કરીને પાણીને માત્ર સલામત જ નહીં પરંતુ તેનો સ્વાદ અને ગુણવત્તા પણ બેહતર બનાવે છે.
  6. કોન્ટેક્ટલેસ મેન્ટેનન્સ: રૂ. 4200 ની કિંમતના મેઇન્ટેનન્સ પેકેજમાં ત્રણ ફ્રી શેડ્યૂલ અને ઓટોમેટેડ વિઝિટ્સ, ત્રણ ફ્રી ડિજિટલ સ્ટરિલાઈઝિંગ કેર સેશન્સ અને પ્રથમ વર્ષમાં ત્રણ ફ્રી આઉટસાઇડ સેડિમેન્ટ ફિલ્ટર્સનો સમાવેશ થાય છે. આ વિશેષતા સગવડતા અને જાળવણીની સરળતા પર ભાર મૂકે છે, જેનાથી વપરાશકર્તાઓ, પ્યુરિફાયરની જાળવણી વિશે ચિંતા કર્યા વિના સ્વચ્છ પાણીની અવિરત ઍક્સેસનો આનંદ માણી શકે છે.
  7. સ્ટાઇલિશ ડિઝાઇન સાથે અદ્યતન UF ફિલ્ટરેશન: આ વોટર પ્યુરિફાયર અદ્યતન UF ફિલ્ટરેશન સિસ્ટમ ધરાવે છે, જે ફળો અને શાકભાજીને સાફ કરવા માટે આદર્શ છે.

LG વોટર પ્યુરીફાયરની 2024 રેન્જ વિવિધ ડિઝાઇનમાં આવે છે, જેમાં પ્લેન, લીફ, લોટસ અને ગ્લાસ રીગલ પેટર્ન સાથે પ્રીમિયમ બ્લેક, લીફ અને લોટસ પેટર્ન સાથે ક્રિમસન રેડ અને ટુ-ટોન પેટર્ન સાથે ગ્લોસ ફિનિશનો સમાવેશ થાય છે. વધુમાં, તેમાં અધિકૃત LG પ્રોડક્ટ્સને ઓળખવા માટે બારકોડેડ ફિલ્ટર્સનો સમાવેશ થાય છે.

આ નવી રેન્જ અત્યાધુનિક ટેક્નોલોજી અને વપરાશકર્તા-કેન્દ્રિત સુવિધાઓનો મિશ્રણને ધરાવે છે, જે વોટર પ્યુરીફિકેશનના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. સ્વાસ્થ્ય, અનુકૂળતા અને નવીનતા પર ભાર મૂકવાની સાથે, આ નવા મોડલ્સ સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે વોટર પ્યુરીફિકેશન અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. 

કિંમત અને ઉપલબ્ધતા:

વોટર પ્યુરીફાયરની નવી રેન્જની કિંમત રૂ. 17,099 અને રૂ. 36,999 વચ્ચે છે, જે વિવિધ બજેટ સાથેના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરે છે. LG વોટર પ્યુરિફાયર LG.com સહિત રિટેલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. 

વધુ માહિતી માટે, કૃપા કરીને www.lg.com/in ની મુલાકાત લો.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *