લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ભારતમાં 200 કોલેજ આવરી લેવાશે
નવી દિલ્હી 28 ઑગસ્ટ 2024 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેની ફ્લેગશિપ CSR પહેલ અંતર્ગત લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્યયુવતીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સહિત ઊચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાયતા પૂરી પાડીને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફરમાં મદદરૂપ થવાનો છે.
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ આજે તેની નોઇડા ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ પર તેના ફ્લેગશિપ સ્કોલરશિપ પ્રોગ્રામની પ્રથમ આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ખાતે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના MDએ 3 સંસ્થાઓ – ગલગોટિયા યુનિવર્સિટી, જયપુરિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અને લોઇડ લૉ કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ઉપલબ્ધ કરાવી હતી.
લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ ઊચ્ચ શિક્ષણના કોઇપણ શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે. જોકે તેના માટે તેઓ અગાઉના વર્ષમાં તેમણે ઓછામાં ઓછો 60% લઘુતમ પાત્રતા માપદંડ ધરાવતા હોવા જોઈએ. આ સ્કોલરશિપ બે માપદંડોના આધારે આપવામાં આવશે – જરૂરિયાત આધારિત અને લાયકાત આધારિત પસંદગી.
જરૂરિયાત આધારિત શ્રેણી અંતર્ગત સ્કોલરશિપનો 25% હિસ્સો પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. બીજી તરફ, લાયકાત આધારિત સ્કોલરશિપ તેવા વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેમણે 12મા ધોરણની પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 75% માર્ક અથવા ત્યારપછીના શૈક્ષણિક વર્ષોમાં 7 GPA પ્રાપ્ત કર્યા હોય. મહત્ત્વપૂર્ણ રીતે, 25% સ્કોલરશિપ પાત્રતા ધરાવતી સ્ત્રી વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે, જે બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રોગ્રામના ઉદ્દેશ સાથે સુસંગત છે.
નાણાકીય સહાયતા ટ્યુશન ફીના 50% અથવા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે રૂ.1 લાખ સુધી અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે રૂ.2 લાખ અથવા બંનેમાંથી જે ઓછી હોય તે રકમ આપવામાં આવશે.
આ અંગે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના MD શ્રી હોંગ જુ જિયોને જણાવ્યું હતું કે,“LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા ખાતે અમારી કટિબદ્ધતા ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સેવાઓ પૂરી પાડવાથી આગળ વધીને લોકોને ઉપયોગી બની રહે તેવી પહેલો થકી લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે. આરોગ્ય અને પોષણ, શિક્ષણ અને તાલીમ મુખ્ય ક્ષેત્રો છે જ્યાં અમે અમારા CSR પ્રયત્નોમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ સાથે, અમે યુવાનોને તેમનું ઊચ્ચ શિક્ષણ પૂર્ણ કરવા અને તેમના સપનાઓ સાકાર કરવા પ્રેરણા અને સહાયતા પૂરી પાડવાનો હેતુ ધરાવીએ છીએ. અમે માનીએ છીએ કે સામાજિક પ્રગતિ અને આર્થિક સશક્તિકરણમાં શિક્ષણ પાયારૂપ ભૂમિકા ભજવે છે.”
Buddy4Studyના ફાઉન્ડર અને CEO શ્રી આશુતોષ બર્નવાલે જણાવ્યું હતું કે,”અમે લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ મારફતે શૈક્ષણિક સહાયતા પૂરી પાડવા માટે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. Buddy4Study ખાતે અમે આ પહેલ સાથે જોડાતાં ગર્વની લાગણી અનુભવીએ છીએ, જે શૈક્ષણિક સપનાઓ સાકાર કરવા માટે ખાસ કરીને વંચિત વર્ગમાંથી આવતા હોંશિયાર વિદ્યાર્થીઓનું સશક્તિકરણ કરે છે. આ પ્રોગ્રામ તે સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ પગલું છે કે સમગ્ર ભારતમાં કૌશલ્યબદ્ધ યુવાનોના માર્ગમાં કોઇ નાણાકીય અવરોધો ઊભા ન થાય.”
લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ Buddy4Study ફાઉન્ડેશન નામના NGOસાથે એક સહકારપૂર્ણ પ્રયાસ છે, જે કૌશલ્યબદ્ધ યુવાનોની ઓળખ કરવામાં અને તેમને સહાયતા કરવામાં મદદ કરીનેપાત્રતા ધરાવતા અને વંચિત વિદ્યાર્થીઓ સમાનપણે શૈક્ષણિક તક પ્રાપ્ત કરી શકે તેની ખાતરી કરશે. આ પહેલ થકી, LG ઇલેક્ટ્રોનિક્સ શિક્ષણ માટે નાણાકીય અવરોધ ઘટાડીને અને ભવિષ્યના લીડર્સની પ્રગતિનેસહાયતા પૂરી પાડીનેઅનુભવી શકાય તેવો પ્રભાવ સર્જવાનો હેતુ ધરાવે છે.