ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં લેક્સસ ઇન્ડિયા ‘લક્ઝરી પર્સનલ બનાવે છે’

Spread the love

  • એક વિઝન માટે તેની પ્રતિબદ્ધતાને દોહરાવે છે જ્યાં ગતિશીલતા, લોકો અને સમાજ એકીકૃત રીતે LF-ZC સાથે જોડાયેલા છે.
  • ROV કોન્સેપ્ટ 2 ડિસ્પ્લેનો હેતુ ડ્રાઇવિંગની મજા અને ટકાઉ ગતિશીલતા પ્રત્યે પ્રતિબદ્ધતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે.
  • અદ્યતન ગ્રીન ટેક્નોલૉજી અને અપ્રતિમ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરતી નવી વ્યાખ્યાયિત લક્ઝરી સાથે RX 500h, ES 300h Luxury Plus અને LX 500d રિફ્રેશ પ્રોડક્ટ લાઇનઅપ દર્શાવે છે.

નવી દિલ્હી 17 જાન્યુઆરી 2025: લેક્સસ ઈન્ડિયાએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં તેના દર્શકોને લક્ઝરીને ફરીથી વ્યાખ્યાયિત કરતા અને તેના ગેસ્ટને અપ્રતિમ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરતા તેના ભાવિ ઉત્પાદનોથી મંત્રમુગ્ધ કર્યા છે. ટકાઉ ગતિશીલતા અને વિશિષ્ટ અનુભવોના યુગમાં પ્રવેશતા, લેક્સસના પ્રદર્શનોએ ‘લક્ઝરી પર્સનલ બનાવવા’ના તેના વિઝન હેઠળ તેની લાઇનઅપને ડિસ્પ્લે કરી છે.

લેક્સસ અધિકૃત, શુદ્ધ, ઓમોટેનાશી, આકર્ષક અને કલ્પનાશીલ હોવાના તેના મૂળ મૂલ્યોને મજબૂત બનાવવા સાથે વિદ્યુતીકરણ અને ટકાઉપણું માટે મલ્ટિ-પાથવે અભિગમ દ્વારા ગતિશીલતાના ભાવિની પુનઃકલ્પના કરવા માટે સમર્પિત છે. મલ્ટિ-પાથવે એપ્રોચ સાથે સંરેખિત ભારત મંડપમ ખાતેના પેવેલિયનના હોલ 5માં, ફ્યુચર ઝોન, લાઇફસ્ટાઇલ ઝોન અને હાઇબ્રિડ ઝોન નામના ત્રણ અલગ-અલગ ઝોન દર્શાવવામાં આવ્યા છે, જેમાં મુલાકાતીઓને ટેકનોલોજીના ભવિષ્યની ઝલક જોવા મળે છે જ્યાં લક્ઝરી અનુકંપા, આકર્ષક અને ઊંડાણપૂર્વક વ્યક્તિગત જોવા મળે છે.

ફ્યૂચર ઝોન:
આ ઝોન બ્રાન્ડના ભાવિની ઝલક આપતા, અપ્રતિમ કળા કૌશલ્ય, ગંભિર વિચારણાપૂર્વકની ડિઝાઇન અને અત્યાધુનિક નવીનતા અને ગતિશીલતા માટેની નવી શક્યતાઓ પ્રદાન કરવા માટે લેક્સસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

LF-ZC: નેક્સ્ટ જનરેશન બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) કોન્સેપ્ટ કારમાં ઇલેક્ટ્રિક કાર દ્વારા ગતિશીલતા માટે નવી શક્યતાઓની કલ્પના કરવામાં આવી છે. LF-ZC (લેક્સસ ફ્યુચર ઝીરો-એમિશન કેટાલિસ્ટ) કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક યુગમાં નવા અનુભવો માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં એલિવેટેડ ડ્રાઇવિંગ ડાયનેમિક્સ, અપ્રતિમ ડિઝાઇન અને નવી વિશિષ્ટ સેવાઓનો સમાવેશ થાય છે. જે લેક્સસ બ્રાંડની એવી કાર બનાવવાના વચનનું પ્રતીક છે જે સમજદાર ગેસ્ટના જીવનને આનંદથી ભરી દે છે.

બ્રાન્ડ BEV દ્વારા હોલમાર્ક લેક્સસ ક્રાફ્ટમેનશીપની પ્રસ્તુતિ માટે પ્રતિબદ્ધ છે અને તે એવી કારનું ઉત્પાદન કરે છે જે કોઈપણ સમાધાન વિના કાર્યક્ષમતા અને સુંદરતા બંનેને મૂર્ત બનાવે છે. LF-ZC ઇલેક્ટ્રિક તરફ ગતિની દ્રષ્ટિને મૂર્ત બનાવે છે. LF-ZC તેની આકર્ષક ખુબીઓ, નીચું ગુરુત્વાકર્ષણ, મોટી કેબિન અને લાગણીઓને જકડી લેતી ડિઝાઇન દ્વારા વર્ગીકૃત થયેલ છે જેમાં કાર્યક્ષમતા અને સુંદરતાનો સમન્વય છે.

ડિજીટલાઇઝ્ડ ઇન્ટેલિજન્ટ કોકપિટ પરિસ્થિતિ-આધારિત કાર્યક્ષમતા ધરાવે છે જ્યાં ગેસ્ટ ફંકશનનો ઍક્સેસ મેળવી શકે છે. તેને કંટ્રોલ ઇન્ટરફેસ બનાવે છે જે ઇમર્સિવ ડ્રાઇવિંગ અનુભવને વધારે છે.

એડવાન્સ્ડ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, નેક્સ્ટ જનરેશન વૉઇસ રેકગ્નિશન સિસ્ટમ ગ્રાહકોને વૉઇસ કમાન્ડ અને ગ્રહણશીલ સૂચનોને ઝડપી પ્રતિસાદને કારણે સચેત અને અનુકૂળ બટલર સાથે સંવાદનો સેવા અનુભવ પ્રદાન કરે છે.

લેક્સસ પર્યાવરણીય અને સામાજિક સ્થિરતાના બેવડા સિદ્ધાંતો અને વૈભવી ડિઝાઇનને સંયોજિત કરીને ટેક્નોલોજી દ્વારા પરંપરાગત સામગ્રી માટે નવી શક્યતાઓ શોધી રહી છે. ઇંટિરિયરમાં બામ્બૂ CMF (રંગ, સામગ્રી, ફિનિશ) કૉન્સેપ્ટ લેક્સસના યૂનિક ટકાઉપણુંના પ્રયાસો દર્શાવે છે, જે નવીન ઇંટિરિયર ડિઝાઇન દ્વારા ગ્રાહકોને નવા પ્રાયોગિક મૂલ્ય પ્રદાન કરતી વખતે સર્ક્યુલર સંસાધનના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

નેક્સ્ટ જનરેશન પ્રિઝમેટિક હાઇ-પર્ફોર્મન્સ બેટરીનો ઉપયોગ કરીને, LF-ZC પરંપરાગત BEVની રેન્જ કરતાં લગભગ બમણી રેન્જ હાંસલ કરવાનો, રેન્જની ચિંતાઓને દૂર કરવાનો અને ગ્રાહકોને શહેરની મુસાફરીથી લઈને લાંબા અંતરની મુસાફરી સુધીની તમામ પરિસ્થિતિઓમાં ડ્રાઇવિંગનો આનંદ આપવા માટે સક્ષમ છે.

લાઇફસ્ટાઇલ ઝોન:
સહઅસ્તિત્વ અને ટકાઉપણાની પ્રતિબદ્ધતામાંથી લેક્સસ ઓવરટ્રેઇલ પ્રોજેક્ટનો જન્મ થયો છે. આ પહેલનો ઉદ્દેશ્ય સાહસિક ભાવનાને જગાડવાનો, પ્રકૃતિનું સામિપ્ય કેળવવાનો છે, જે વાહનોની કલાત્મકતા દ્વારા કેપ્ચર કરવામાં આવે છે.

Lexus NX 350h ઓવરટ્રેઇલ : આઉટડોર જીવનશૈલીને સમૃદ્ધ બનાવવા અને ડ્રાઇવિંગનો અનુભવ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. NX 350h ઓવરટ્રેઇલ વિશ્વભરના ગ્રાહકોને પ્રકૃતિનું અન્વેષણ કરવા પ્રેરિત કરે છે. આ વર્સેટાઇલ અર્બન એસયુવી અદ્વિતિય કામગીરી અને આરામ આપે છે.

LX 500d: જ્યાં બીજું કોઈ ન જઈ શકે ત્યાં જવાની ક્ષમતા, LX 500dને અભૂતપૂર્વ ઊંચાઈઓ પર લઈ જવા માટે તેને ડિઝાઇન કરવામાં આવી છે. તે ગેસ્ટને આકર્ષિત કરવા અને સમૃદ્ધ બનાવે છે. તેને અણધાર્યાની શોધ કરવા માટે તાકાત અને શુદ્ધિકરણના અંતિમ પડાવ પર લઈ જવામાં આવી છે.

ROV કોન્સેપ્ટ 2: આ વાહન લેક્સસની બોલ્ડ ડિઝાઇન અને શ્રેષ્ઠ કારીગરીની ઓળખરૂપ છે.
તેનો ઉદ્દેશ્ય પ્રકૃતિના વૈવિધ્યસભર ભૂપ્રદેશો દ્વારા વધુ ઇમર્સિવ પ્રવાસ ઓફર કરીને ડ્રાઇવિંગના આનંદને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તેનું નવીન હાઇડ્રોજન એન્જિન પર્યાવરણ સાથે ટકાઉ ગતિશીલતા અને સુમેળભર્યા સહઅસ્તિત્વ માટે લેક્સસની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

ROV (રિક્રિએશનલ ઑફ-હાઇવે વ્હીકલ) કન્સેપ્ટનું આ અપડેટેડ વર્ઝન હાઇડ્રોજન એન્જિન ધરાવે છે, જે પર્યાવરણની જાગૃતિ અને શુદ્ધ આનંદને સંતુલિત કરતા ડ્રાઇવિંગ અનુભવનું વચન આપે છે. લોઅર-માઉન્ટેડ હાઇડ્રોજન ટાંકી, એલ્યુમિનિયમ સ્કિડ પ્લેટ અને હાઇ ચિપિંગ રેઝિસ્ટન્સ પેઇન્ટ જેવી સુવિધાઓ વાહનને રણ પ્રદેશમાં ચલાવવા માટે મજબુતાઈ પ્રદાન કરે છે.

મેટાલિક મેટ ફિનિશમાં ઓવરટ્રેઇલ સાથે ” રેગોલિથ” બોડી કલર વિના પ્રયાસે પ્રકૃતિની તેજસ્વીતા સાથે સુમેળ સર્જે છે.

હાઇબ્રિડ ઝોન:
આ ઝોન લેક્સસની અદ્યતન ગ્રીન ટેક્નોલોજીને દર્શાવે છે જે કલ્પનાશીલ, સરળ અને આનંદદાયક છે.

Lexus LM 350h: વિશ્વમાં પ્રથમ અને લેક્સસની પ્રથમ સુવિધાઓ સાથે અલ્ટ્રા-લક્ઝરી ગતિશીલતા અનુભવમાં એક નવા યુગને ચિહ્નિત કરે છે. LMને અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને શાંત અને ઉત્પાદક અનુભવ માટે ડિઝાઇન કરવામાં આવી છે જે સરળ અને એકદમ શાંત રાઇડને સુનિશ્ચિત કરે છે.

Lexus RX 500h : RX એક વિશિષ્ટ ઓળખ અને પ્રમાણના સમર્પિત અનુસંધાન દ્વારા સંચાલિત હતું જેનો જન્મ ગતિશીલ ડ્રાઇવિંગ અનુભવમાંથી થયો હતો. ડિઝાઈન કોન્સેપ્ટમાં વ્યક્ત કરવામાં આવે છે જે એક પાવરફૂલ સ્પિરિટની સેન્સ સાથે આકર્ષક હાજરીને ઉત્તેજિત કરે છે, આ મોડલ 12.3 ઈંચના મલ્ટી-ઈન્ફોર્મેશન ડિસ્પ્લે સાથે આવે છે જે ઉત્તમ ડિસ્પ્લે ઓફર કરે છે.

Lexus ES 300h લક્ઝરી પ્લસ એડિશન: Lexus ES 300h, લેક્સસની લાઇનઅપનો પાયાનો પથ્થર છે અને ભારતમાં બ્રાન્ડના વિકાસમાં મહત્ત્વપૂર્ણ રહ્યો છે, જે તેની ભવ્ય ડિઝાઇન, પ્રખ્યાત શાંતતા, વર્ગની અગ્રણી ક્રાફ્ટમેનશીપ અને સ્વ-ચાર્જિંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક પાવરટ્રેન માટે ઓળખાય છે . ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના ભાગ રૂપે સ્થાનિક રીતે ઉત્પાદિત, આ મોડેલમાં તેના દેખીતા આકર્ષણ, કાર્યક્ષમતા અને સુધારેલ વાહન સૌંદર્ય શાસ્ત્ર બંનેમાં નવા ઉન્નત્તિકરણોની શ્રેણીનો સમાવેશ થાય છે.

આ પ્રદર્શનો દ્વારા લેક્સસ ટકાઉ ગતિશીલતા માટે તેના મલ્ટિ-પાથવે અભિગમનું નિદર્શન કરે છે, ગેસ્ટને વિવિધ સોલ્યુશન્સ ઓફર કરે છે જે લેક્સસની સિગ્નેચર ક્રાફ્ટમેનશીપ સાથે વીજળીકરણને મર્જ કરે છે. આ અભિગમ લક્ઝરી અને ટકાઉપણાની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરતા વાહનો બનાવવાની લેક્સસની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

લેક્સસ ઇન્ડિયાના પ્રમુખ હિકારુ ઇકેયુચીએ ટિપ્પણી કરી હતી કે, “ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 એ લેક્સસના મલ્ટી-પાથવે અભિગમને પ્રદર્શિત કરવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે, જે ઓમોટેનાશી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે નવીનતાને સંમિશ્રિત કરે છે જ્યાં દરેક ક્રિયા ઊંડો આદર અને કાળજી દર્શાવે છે. અમે મહેમાનોને અસાધારણ અનુભવો, નેક્સ્ટ જનરેશનની ડિઝાઇન અને કલ્પનાશીલ ટેક્નોલોજીની ઝલક આપવા માટે ઉત્સાહિત છીએ જે ભવિષ્ય માટે લેક્સસના વિઝનને વ્યાખ્યાયિત કરે છે. અમે અમારી ટકાઉપણું અને ઑથેંટિક લક્ઝરીની શોધમાં ખંત પૂર્વક લાગ્યા રહીએ છીએ અને ત્યાંથી હાર્દિક આતિથ્ય સાથે અપેક્ષાઓમાં આગળ વધીએ છીએ.”

ઇવેન્ટ પર ટિપ્પણી કરતાં લેક્સસ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તન્મય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “લેક્સસ ઇન્ડિયા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં તેની રોમાંચક શ્રેણી પ્રદર્શિત કરતા ખૂબ ખુશી અનુભવે છે. અમે અદ્યતન તકનીકો અને ઇન્દ્રિયોને મોહિત કરતી ઝીણવટભરી કારીગરીના લાઇન-અપનો અનુભવ કરાવવા માટે લેક્સસ પેવેલિયનમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ અને તે અમને શક્યતાઓના ભાવિ તરફ આગળ ધપાવે છે. આ ઉપરાંત, લેક્સસ ઈન્ડિયા 2024માં 22% વૃદ્ધિ સાથે તેનું શ્રેષ્ઠ વર્ષ ઉજવે છે અને ગયા વર્ષે તેમના સમર્થન અને યોગદાન બદલ અમે અમારા મહેમાનો અને ડીલર ભાગીદારોના ખૂબ આભારી છીએ.”

લેક્સસ ઇન્ડિયાની સહભાગિતા દેશના ટકાઉ લક્ષ્યો સાથે સંરેખિત છે અને અપ્રતિમ વૈભવી ગતિશીલતા સોલ્યુશન્સ પહોંચાડવા માટેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. એક્સ્પોના મહેમાનો એક શોકેસની રાહ જોઈ શકે છે જે લક્ઝરી, નવીનતા અને વ્યક્તિગત અનુભવોની સીમાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.


Spread the love

Check Also

વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ (એક દુનિયા, અનેક ફ્રેમ્સ): સોની બીબીસી અર્થ ની ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત

Spread the loveગુજરાત, અમદાવાદ 29 જાન્યુઆરી 2025: સોની બીબીસી અર્થએ વાર્ષિક ફોટોગ્રાફી સ્પર્ધા ‘અર્થ ઈન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *