સુરત ખાતે લીજેન્ડ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન

Spread the love

દેશ વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને ફરી મેદાન પર 4 – 6 ફટકારતાં જોવાનો ક્રિકેટ પ્રેમીઓએ માણ્યો લાવ્હો

AAA Sportz કંપનીના ઉપક્રમે લાલભાઈ ક્રોન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે કરાયું હતું આયોજન

સુરત ઑક્ટોબર 2024: સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે તેઓને ફરી એકવાર દેશ-વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવાની તક મળી રહી તે માટે  AAA Sportz કંપની દ્વારા સુરતના આંગણે લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ લીગનું આયોજન કર્યું હતું ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પોતાના પ્રિય ભૂતપૂર્વ ખેલાડીઓ ને મેદાનમાં જોઈ અભિભૂત થઈ ગયા હતા.

કંપની વતી અભિદેવ ચક્રવર્તીએ કહ્યું કે કંપની લિજેન્ડ્સ લીગનું આયોજન કરતી રહે છે. ગત વર્ષે પણ તેનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું. લોકો તેમના મનપસંદ ક્રિકેટરને ફરીથી મેદાન પર રમતા જોવા માંગે છે, તો આ લીગ તેમની ઇચ્છા પૂરી કરે છે. AAA Sportz કંપનીને લિજેન્ડ્સ લીગના આયોજનની સંપૂર્ણ જવાબદારી મળી છે ત્યારે  સુરતમાં આયોજીત લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં  વિવિધ દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો પોતાની રમત બતાવી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગત વર્ષની ઈવેન્ટ વખતે સ્ટેડિયમમાં 8500 દર્શકોની બેઠક વ્યવસ્થા હતી, પરંતુ આ વખતે તે વધારીને 12 હજાર કરવામાં આવી હતી, જેથી વધુને વધુ ક્રિકેટપ્રેમીઓ આ લીગનો આનંદ માણી શક્યા હતાં.


Spread the love

Check Also

સોની બીબીસી અર્થના શોના ડિસેમ્બરમાં રોમાંચક પ્રીમિયર્સ, પ્રાચીન રોમથી અજાણ્યા જંગલી વિસ્તારો સુધી

Spread the loveરાષ્ટ્રીય 02 ડિસેમ્બર 2024: જેમ જેમ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *