શહેરમાં નવા શાર્કઃ સ્નેપડીલ અને ટાઈટન કેપિટલના સહ-સંસ્થાપક કુનાલ બગલ શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન-4ની પેનલમાં જોડાયા

Spread the love

ગુજરાત, અમદાવાદ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫: શાર્ક ટેન્ક ઈન્ડિયા તેની બહુપ્રતિક્ષિત ચોથી સીઝન સાથે પાછી આવી છે, જે ઈનોવેટિવ આઈડિયાઝ, ડાયનેમિક એન્ટરપ્રેન્યોર્સ અને પરિવર્તનકારી ડીલ્સની આકર્ષક લાઈન-અપનું વચન આપે છે. નવી સીઝન નવા શાર્ક કુનાલ બહલનું સ્વાગત કરે છે, જેઓ સ્નેપડીલ અને ટાઈટન કેપિટલના સહ-સંસ્થાપક અને યુનિકોમર્સના પ્રમોટર છે. પ્રસિદ્ધ એન્ટરપ્રેન્યોર અને રોકાણકાર બહલે વિવિધ ટેકનોલોજી વેપારો નિર્માણ કર્યા છે અને નવી ઊંચાઈ સર કરી છે અને 250થી વધુ સ્ટાર્ટ-અપ્સમાં પણ રોકાણ કર્યું છે. ભારતીય સ્ટાર્ટ-અપ અવકાશમાં પ્રભાવશાળી અવાજ કુનાલને ઈકોનોમિક ટાઈમ્સ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ, જોસેફ વ્હાર્ટન એવોર્ડ ફોર યંગ લીડરશિપ, ફોર્ચ્યુન્સ 40 અંડર 40 વગેરે સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે.

કુનાવ અનુપમ મિત્તલ (પીપલ ગ્રુપના સંસ્થાપક અને સીઈઓ), અમન ગુપ્તા (બોટ લાઈફસ્ટાઈલના સહ-સંસ્થાપક અને સીએમઓ), નમિતા થાપર (એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર) અને રિતેશ અગરવાલ (ઓયો ખાતે સંસ્થાપક અને ગ્રુપ સીઈઓ)ની પેનલમાં જોડાયા છે.

આ સીઝનમાં નવા હોસ્ટ સાહિબા બાલી અને આશિષ સોલંકીને રજૂ કરાયાં છે, જેઓ શોમાં તેમની અજોડ ઊર્જા અને ખૂબીઓ લાવ્યાં છે. સોની લાઈવ પર ખાસ રિલીઝ સાથે શાર્ક ટેન્ક ઈન્ડિયા 4 દર્શકોને રોમાંચક પિચ, સઘન વાટાઘાટ અને પ્રેરણાત્મક સફળતાની વાર્તાની મિજબાની કરાવશે.

જોતા રહો શાર્ક ટેન્ક ઈન્ડિયાની નવીનતમ સીઝન પર આકર્ષક અપડેટ્સ!

 


Spread the love

Check Also

યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા

Spread the love LJ યુનિવર્સિટી ખાતે ગુજરાતની સૌથી મોટી યૂથ પાર્લામેન્ટ યોજાઇ ગુજરાત, અમદાવાદ ૧૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *