કોટક – GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ લોન્ચ કરાયા

Spread the love

રુપે ઓનગો દ્વારા પાવર્ડ સ્માર્ટવોચ પિન વિના રૂ. 5000 સુધી કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ અભિમુખ બનાવે છે

મુંબઈ, 1 ઓગસ્ટ, 2024: કોટક મહિંદ્રા બેન્ક લિ. (“KMBL” / “Kotak”) દ્વારા કોટક GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ રજૂ કરવા માટે GOQii સાથે ભાગીદારી કરવામાં આવી છે, જે ગ્રાહકો પેમેન્ટ કરે છે તેમાં ક્રાંતિ લાવીને રહેશે. રૂ. 3499ની કિંમતે આ નાવીન્યપૂર્ણ વેરેબલ ડિવાઈસ હેલ્થ મોનિટરિંગ ફીચર્સ સાથે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સને જોડે છે. રુપે ઓન-ધ-ગો દ્વારા પાવર્ડ સ્માર્ટવોન પિનની આવશ્યકતા વિના રૂ. 5000 સુધી આસાન લેણદેણ અભિમુખ બનાવે છે.

પ્રોડક્ટ લોન્ચ કરતાં કોટક મહિંદ્રા બેન્કના રિટેઈલ લાયેબિલિટીઝ પ્રોડક્ટના હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીને જણાવ્યું હતું કે, “ડિજિટલ પેમેન્ટ્સમાં વધારા સાથે ગ્રાહકો વારંવાર અને ઓછા મૂલ્યની લેણદેણ માટે ઝડપી અને કેશલેસ પેમેન્ટ્સ ચાહે છે. કોટક – GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ રોકડ ફોન અથવા સ્માર્ટફોન્સની જરૂર ટાળે છે. તે ઓન-ધ-ગો સંરક્ષિત અને આસાન બેન્ક વ્યવહાર અભિમુખ બનાવે છે.”

કોટક– GOQii સ્માર્ટ વાઈટલ પ્લસથી ઉપભોક્તાઓ બ્લડ પ્રેશર, બોડી ટેમ્પરેચર અને SpO2 લેવલ પણ તેમના કાંડા પરથી સીધા તપાસી શકે છે. ઉપરાંત તેના યુઝરફ્રેન્ડલી ઈન્ટરફેસને કારણે પેમેન્ટ્સને આસાન પહોંચ મળે તેની ખાતરી રહે છે. ગ્રાહકો હવે તેમના કોટક અકાઉન્ટ્સ સાથે આસાનીથી સાઈનઈન કરી શકે અને ડિવાઈસ પર કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ કરી શકે છે, જે પારંપરિક કોન્ટેક્ટલેસ કાર્ડસ અને મોબાઈલ ડિવાઈસીસ જેટલી સુરક્ષા અને સલામતી પૂરી પાડે છે.

GOQiiના સંસ્થાપક અને સીઈઓ વિશાલ ગોંડલ કહે છે, “હેલ્થ ઈઝ વેલ્થ એવી જૂની કહેવાત છે. GOQiiમાં અમે હંમેશાં પ્રતિબંધાત્મક સ્વાસ્થ્ય સંભાળના મહત્ત્વમાં અને આરોગ્યવર્ધક જીવનશૈલી જાળવવામાં વિશ્વાસ રાખીએ છીએ. કોટક મહિંદ્રા બેન્ક સાથે ગ્રાહકોને GOQiiની આધુનિક હેલ્થ ઈકોસિસ્ટમ સાથે જોડવામાં આવેલા કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ ઓફર કરવા ભાગીદારી તેને વાસ્તવિક બનાવવાની દિશામાં પગલું છે. આ જોડાણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે સુવિધા વધારે છે, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રોત્સાહન આપે છે, સંરક્ષિત લેણદેણની ખાતરી રાખે છે અને રોજિંદા જીવનમાં ટેકનોલોજિકલ ઈન્ટીગ્રેશનના વધતા પ્રવાહ સાથે સુમેળ સાધે છે. આ ફંકશનાલિટી આસાન, સ્વસ્થ અને કાર્યક્ષમ જીવનશૈલીના ધ્યેયને ટેકો આપે છે, જે આજના તેજ ગતિના જીવનમાં ખાસ મહત્ત્વપૂર્ણ છે.”

એનપીસીઆઈના ચીફ રિલેશનશિપ મેનેજમેન્ટ રજીથ પિલ્લેઈએ જણાવ્યું હતું કે, “અમને એનપીસીઆઈના ઈનોવેટિવ રુપે ઓન-ધ-ગો રેન્જ પર કોન્ટેક્ટલેસ પેમેન્ટસ માટે સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ રજૂ કરવાની ખુશી છે. આ જોડાણ ઉપભોક્તાઓને ઓન-ધ-ગો રોજબરોજની લેણદેણ સુવિધાજનક અને સંરક્ષિત રીતે પાર પાડવા સશક્ત બનાવે છે. પેમેન્ટ સમાધાન માટે નાવીન્યપૂર્ણ સ્વરૂપોનાં પરિબળો બહેતર ઉપભોક્તા અનુભવ પ્રદાન કરીને અને લેણદેણ ઝડપી તથા આસાન બનાવીને પેમેન્ટ્સ ઈકોસિસ્ટમમાં દાખલો બેસાડી રહી છે. સ્વીકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિસ્તાર સાથે કોન્ટેક્ટલેસ પેમેન્ટ સમાધાન માટે માગણી ટેક-સાવી ગ્રાહકો સાથે વધવા માટે સુસજ્જ છે.”

કોટક બેન્કના ગ્રાહકો બેન્કના મોબાઈલ એપ અથવા વેબસાઈટ પરથી સ્માર્ટવોચ ખરીદી શકે છે. બિન- કોટક ગ્રાહકોએ આ સુવિધા મેળવવા માટે સૌપ્રથમ કોટક અકાઉન્ટ ખોલાવવાનું રહેશે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *