કાઈનેટિક ગ્રીન વૈશ્વિક વિસ્તરણને ધ્યાનમાં રાખતાં મોબિલિટી અને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રમુખ તરીકે સુધાંશુ અગ્રવાલની નિયુક્તિ

Spread the love

પુણે ૨૧ માર્ચ ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડે મોબિલિટી અને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રેસિડેન્ટ તરીકે શ્રી સુધાંશુ અગ્રવાલની નિયુક્તિની ઘોષણા કરવા ખુશી અનુભવે છે. ઘરઆંગણાના અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઓટોમોટિવ ક્ષેત્રમાં બે દાયકાથી વધુના સમૃગદ્ધ અનુભવ સાથે શ્રી અગ્રવાલ વ્યૂહાત્મક આગેવાની, વેપાર વિકાસ, વિસ્તરણ અને મોબિલિટી સમાધાનમાં નિપુણતાની સંપત્તિ લાવ્યા છે. તેમની નિયુક્તિ નોંધપાત્ર માઈલસ્ટોન છે, કારણ કે તેઓ કંપનીને બે નવા ઉચ્ચ સંભાવના ધરાવતાં ક્ષેત્રોને વૃદ્ધિની નવી ઊંચાઈએ લઈ જવા પ્રેરિત કરવા માટે સુસજ્જ છે, જેમાં ઝડપતી ઉત્ક્રાંતિ પામતા મોબિલિટી ક્ષેત્રમાં ભારતના ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્રેરિત હોમ ડિલિવરી સેગમેન્ટમાં અદભુત વૃદ્ધિને લીધે ભારતમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે તે લાસ્ટ માઈલ સોલ્યુશન્સ માટે ઈવીની નિકાસ અને ડિપ્લોયમેન્ટનો સમાવેશ થાય છે.

શ્રી અગ્રવાલ મહત્ત્વપૂર્ણ તબક્કામાં કાઈનેટિક ગ્રીનમાં જોડાયા છે, કારણ કે કંપની વૃદ્ધિની ગતિશીલ તબક્કામાં પહોંચી છે. શ્રી અગ્રવાલ દ્વારા પ્રમુખપદ હેઠળનો વિભાગ અગ્રણી ઈ-કોમર્સ, ઝડપી કોમર્સ અને ક્વિક- કોમર્સ ડિલિવરીમાં પરિવર્તન લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. તેમનો ઓછો સંચાલન ખર્ચ અને સક્ષમતાના લાભો દ્વારા પ્રેરિત ઈવી માટે વધતી માગણી સાથે કાઈનેટિક ગ્રીન વ્યાપક રીતે અપનાવવાનું પ્રેરિત કરવા માટે ઉત્તમ સ્થિતિમાં છે. આ વિસ્તરણમાં તેના મજબૂત થ્રી- વ્હીલર કાર્ગો સેગમેન્ટ પોર્ટફોલિયો સાથે લાસ્ટ- માઈલ મોબિલિટી માટે હેતુ- નિર્મિત કંપનીની ઈ-લુના છે, જે સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, ઈ-કોમર્સ અને નિકાસમાં તેની હાજરી વધુ મજબૂત બનાવશે.

‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ મજબૂત ઘરઆંગણાનો પાયો નિર્માણ કરતાં કાઈનેટિક ગ્રીન હવે તેની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાને વધુ આગળ લઈ જઈ રહી છે. કંપની સાઉથ એશિયા, સાઉથઈસ્ટ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા સહિત મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વ્યૂહાત્મક રીતે વિસ્તરણ કરી રહી છે. વ્યાપક વૈશ્વિક અનુભવ દ્વારા પૂરક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ક્ષેત્રમાં તેમની મજબૂત નિપુણતા સાથે શ્રી સુધાંશુ અગ્રવાલ આ વિસ્તરણ પ્રેરિત કરવા માટે ઉત્તમ સ્થિતિમાં હોઈ કાઈનેટિક ગ્રીનને વૈશ્વિક સ્તરે સક્ષમ મોબિલિટીમાં આગળ લઈ જશે.

ટીમમાં તેમને આવકારતાં કાઈનેટિક ગ્રીનનાં સંસ્થાપક અને સીઈઓ શ્રીમતી સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યું હતું કેઃ “અમે અમારા પ્રવાસના આ પરિવર્તનકારી તબક્કામાં કાઈનેટિક ગ્રીનમાં શ્રી સુધાંશુ અગ્રવાલ જોડાયા તે માટે ભારે રોમાંચિત છીએ. અમે સક્ષમ મોબિલિટીમાં અમારી આગેવાનીને વધુ આગળ લઈ જઈ રહ્યા છીએ ત્યારે વૈશ્વિક વેપાર વિસ્તરણ અને વ્યૂહાત્મક વૃદ્ધિમાં તેમનો વ્યાપક અનુભવ મૂલ્યવાન છે. આ નિપુણતા સાથે અમે અમારો ઉદ્યોગથી ઉદ્યોગ અને નિકાસ હાજરી વધારવા, ગ્રીન મોબિલિટીમાં ઈનોવેશનમાં આગેવાની કરવા અને ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાંમાં પણ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરવા માટે ઉત્તમ સ્થિતિમાં છીએ. તેમની આગેવાની હરિત પરિવહનના ભવિષ્યને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને સ્વચ્છ, હરિત ભવિષ્ય તરફ અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’

નવી ભૂમિકા વિશે જોશ વ્યક્ત કરતાં શ્રી સુધાંશુ અગ્રવાલ કહે છે, “હું આ પ્રવાસમાં આવા ગતિશીલ સમયે કાઈનેટિક ગ્રીન સાથે જોડાવા ખરેખર રોમાંચિત છું. કંપની ભારતમાં સક્ષમ મોબિલિટીનો નવો દાખલો બેસાડી રહી છે અને વૈશ્વિક સ્તર પર અર્થપૂર્ણ પ્રભાવ પણ પાડી રહી છે. ઈનોવેશનનો મજબૂત વારસો અને ભવિષ્ય માટે ધારદાર ધ્યેય સાથે હું વેપાર વિસ્તરણ પ્રેરિત કરવા, બજારમાં જોડાણો વધારવા અને વૈશ્વિક સ્તરે સ્વચ્છ મોબિલિટી સમાધાન અપનાવવાનું વધારવા પર અર્થપૂર્ણ પ્રભાવ પણ પાડશે. એકત્રિત રીતે અમે હરિત હોવા સાથે વધુ સક્ષમ છે એવા ભવિષ્યને આકાર આપવા માગીએ છીએ, જે પેઢી દર પેઢી સ્વસ્થ પૃથ્વીની ખાતરી રાખશે.’’

સુધાંશુ અગ્રવાલ વેપાર વિસ્તરણ, વ્યૂહાત્મક ભાગીદારીઓ અને વૈશ્વિક બજાર વૃદ્ધિમાં નિપુણતા સાથે અનુભવી વાહન ઉદ્યોગ આગેવાન છે. તાજેતરમાં જ વી ટ્રેડ વિંગ્સ પ્રા. લિ. ખાતે ચીફ બિઝનેસ ઓફિસર તરીકે તેમણે ઝડપી આંતરરાષ્ટ્રીય વિસ્તરણ પ્રેરિત કર્યું હતું. અગાઉ પિયાજિયો વેહિકલ્સ પ્રા. લિ. ખાતે ઈલેક્ટ્રિક વેહિકલ્સ એન્ડ ઈન્ટરનેશનલ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ – બિઝનેસ હેડ તરીકે તેમણે સેલ્સ, માર્કેટિંગ અને વેપાર વિકાસમાં આગેવાની કરી હતી, જેનાથી પિયાજિયોની 3-વ્હીલર ઈલેક્ટ્રિક એલ5 શ્રેણીમાં આગેવાની સંરક્ષિત બની હતી અને નિકાસ વધી હતી. અગાઉ 2-વ્હીલર વિભાગ (વેસ્પા અને એપ્રિલિયા)માં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ તરીકે તેમણે વેચાણ વધારવામાં અને નવા મોડેલો લોન્ચ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની આગેવાનીની ભૂમિકામાં ઈન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિ. (સોનાલિકી એન્ડ સોલિસ ટ્રેક્ટર્સ), બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ લિ. (બીકેટી) અને એપોલો ઈન્ટરનેશનલ ખાતે મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ પ્રેરિત કરવા, મજબૂત ડીલર નેટવર્કસ સ્થાપિત કરવા અને નોંધપાત્ર મહેસૂલ વૃદ્ધિ હાંસલ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.

કાઈનેટિક ગ્રીનમાં શ્રી અગ્રવાલે સક્ષમ અને ઊભરતા પરિવહન સમાધાનમાં સંસ્થાના આગામી વૃદ્ધિના અધ્યાયનું કાજ આગળ વધારવા મોબિલિટી ક્ષેત્ર અને વૈશ્વિક બજારમાં કંપનીની હાજરી વ્યૂહાત્મક રીતે વિસ્તારવા માટે કાઈનેટિક ગ્રીનના સહ-સંસ્થાપક અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રિતેશ મંત્રી સાથે નિકટતાથી જોડાણ સાધશે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *