શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન

Spread the love

પૂજ્ય મોરારિબાપુની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૭/૮/૨૪ થી ૧૧/૮/૨૪ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં ભારતના ખ્યાતિપ્રાપ્ત સંતો, કથાવાચકો અને મહામંડલેશ્વરોની દિવ્ય ઉપસ્થિતિમાં ‘રામચરિતમાનસ’ના રચયિતા પૂજ્ય ગોસ્વામી તુલસીદાસજીના જન્મ દિવસ, ‘તુલસી જયંતી’ના પાવન અવસરે કથાવાચકોનાં પ્રવચન અને તેમને  એવોર્ડ આપવામાં આવે છે.

આ વર્ષે તુલસી જયંતીના પાવન અવસરે જેમની ‘રત્નાવલી’ એવોર્ડ અર્પણ કરી વંદના કરવાની છે તેમાં શ્રીમતી હીરામણી ‘માનસ ભારતી’-વારાણસી, ‘વ્યાસ એવોર્ડ’ માટે શ્રી.પંડિત ગજાનન શેવડે-મુંબઈ, શ્રી.વૈષ્ણવાચાર્ય ગોસ્વામી યદુનાથજી મહારાજ-અમદાવાદ, ‘વાલ્મીકિ એવોર્ડ’ માટે સ્વામી શ્રી રત્નેશજી મહારાજ-અયોધ્યાધામ, આચાર્ય શ્રી રામાનંદદાસજી મહારાજ-અયોધ્યાધામ તેમજ ‘તુલસી એવોર્ડ’ માટે શ્રી અખિલેશ ઉપાધ્યાય-જમાનીયા, પાર્શ્વ ગાયક શ્રી.મુકેશજી – મુંબઈનો સમવેશ થાય છે. પ્રત્યેક એવોર્ડીને રૂ. એક લાખ પચીસ હજારની સન્માન રાશી, સૂત્રમાલા અને પ્રશસ્તિપત્રથી પૂજ્ય મોરારિબાપુ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત તા.૭/૮/૨૪ થી તારીખ ૧૦/૮/૨૪ દરમિયાન દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ તેમજ બપોરે ૪ થી ૭ દરમ્યાન વિવિધ સંતો, કથાવાચકોની પ્રેરક સંગોષ્ઠીઓ પણ યોજાશે. તા.૧૧/૮/૨૪ અને તુલસી જયંતીને દિવસે વિવિધ કથાવાચકોને એવોર્ડ અર્પણ કરવામાં આવશે તેમજ પૂજ્ય મોરારિબાપુ  દ્વારા પ્રેરક ઉદ્બોધન  કરવામાં આવશે. આ કાર્યક્રમ આસ્થા ચેનલ તેમજ સંગીતની દુનિયાની યુ ટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકાશે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *