JCI INDIA Zone 8 દ્વારા 300સભ્યોની વિધાનસભા મુલાકાત – યુવા નેતૃત્વ માટે અનોખી પ્રેરણા

Spread the love

ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: JCI INDIA Zone 8 દ્વારા રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની નોંધપાત્ર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ઝોનમાંથી 300 જેટલા જુનિયર ચેમ્બરના સભ્યો જોડાયા. આ અભિગમનું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નાગરિક જાગૃતિ વધારવી, લોકશાહી વ્યવસ્થાની સમજ આપવી અને જાહેર જીવનમાં નેતૃત્વ માટે પ્રેરિત કરવાનું હતું.

સભ્યોએ વિધાનસભાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી તથા ધારાસભાની બેઠક પ્રક્રિયા, ચર્ચા તથા નીતિ-નિર્માણના તંત્રને નજીકથી અનુભવ્યું. આવા અભ્યાસ યાત્રાઓમાંથી દરેક સભ્યોને રાજ્ય વ્યવસ્થાની સમજ મળે છે પરંતુ તેમને સમાજ માટે જવાબદારી નિભાવવાની પ્રેરણા પણ મળે છે.

JCI INDIA Zone 8 ના ઝોન પ્રમુખ જે એફ એસ કિંજલ શાહ અને વિધાનસભા પ્રોજેકટચેરમેન જે એફ એસ લલિત બલદાણીયા દ્વારા જણાવ્યું કે, “વિધાનસભાની મુલાકાત યુવાસભ્યો માટે એક અનુપમ અનુભવ રહ્યો છે. આવા કાર્યક્રમો નાગરિક ધિરજ, જવાબદારી અને નેતૃત્વ ગુણોના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.”

JCI INDIA Zone 8 હંમેશા યુવાશક્તિને સક્રિય અને જવાબદાર નાગરિક તરીકે ઘડવા તથા સમાજમાં યથાર્થ પરિવર્તન લાવવાના પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. આ વિધાનસભા મુલાકાત એ દિશામાં એક સશક્ત પગલું છે, જેમાંથી 300 જેટલા સભ્યોને આત્મવિશ્વાસ, જ્ઞાન અને પ્રેરણા મળી છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *