- વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર જીવંત પ્રસારણ કરાશે; તમામ મુકાબલા એકા અરેના અમદાવાદ ખાતે રમાશે
અમદાવાદ 01 જૂન 2025: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં પોતાના અભિયાનનો પ્રારંભ સોમવારે સિઝન-3ની વિજેતા સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે દિવસની પ્રથમ ટાઈમાં રમી કરશે. જેનો પ્રારંભ 5 વાગ્યાથી થશે. તે પછી બીજા મુકાબલામાં યુ મુમ્બા ટેબલ ટેનિસનો સામનો વેસ્ટર્ન ડર્બીમાં અમદાવાદ એસજી પાઈપર્સથી થશે. આ રોમાંચક મેચનો પ્રારંભ 7.30 વાગ્યાથી થશે. બંને ટાઈનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ તથા જીયો હોટસ્ટાર પર થશે.
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ તથા નીરજ બજાજ અને વિટા દાણી દ્વારા પ્રમોટેડ ઈન્ડિયન ઓઈલ યુટીટી લીગ ભારતની ટોચની પ્રોફેશનલ લીગ તરીકે સતત આગળ વધી રહી છે. લીગની તમામ 23 ટાઈ 16 દિવસ દરમિયાન અમદાવાદના એકા અરેના ખાતે રમાશે. જેની ટિકિટો બુકમાયશૉ પરથી ખરીદી શકાશે.
કોલકાતા થંડરબ્લેડ્સ પોતાની ડેબ્યૂ સિઝનમાં ઓલિમ્પિયન અરુણા કાદરી અને એડ્રિઆના ડિયાઝની સાથે ભારતના 18 વર્ષીય ભાવિ સ્ટાર ખેલાડી અંકુર ભટ્ટાચાર્જી જેવા ખેલાડીઓની હાજરીમાં પ્રથમ સિઝનથી જ અભિયાનનો મજબૂત પ્રારંભ કરવા તૈયાર છે. અરુણા (વર્લ્ડ રેન્ક-27) યુટીટીમાં પોતાની પાંચમી સિઝનમાં રમવા ઉતરશે, જ્યારે ડિયાઝ (વર્લ્ક રેન્ક-17) 2018 બાદ બીજીવાર ભારતમાં યુટીટી રમવા આવી છે. તે લીગમાં બીજી હાઈએસ્ટ રેન્ક્ડ મહિલા ખેલાડી છે.
આ ઉપરાંત તમામ લોકોની નજર અંકુર પર રહેશે, જે ગત સિઝનની શોધ રહ્યો છે. તેણે શાનદાર પ્રદર્શન સાથે પોતાની આગવી છબિ બનાવી હતી. અંકુરે ગત સિઝનમાં તેણે રમેલ 5 માંથી 4 મુકાબલા જીત્યા હતા, આ ઉપરાંત 15 માંથી 10 ગેમ 66.67 ટકાની જીત ટકાવારીથી પોતાના નામે કરી હતી. જે પાંચમી સિઝનમાં બીજી હાઈએસ્ટ ટકાવારી હતી અને તે નંબર મામલે અન્ય ખેલાડીઓમાં ટોચના સ્થાને રહ્યો હતો.
બીજી તરફ પૂર્વ યુથ નંબર-1 પાયસ જૈન ટક્કરમાં રહેશે, જેની સાથે અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડી ફેન સિકી અને કિરિલ ગેરાસિમેન્કો રહેશે. આ સિઝનની હરાજીમાં સૌથી મૂલ્યવાન ખેલાડી રહેલ ફેન, લીગમાં ભાગ લેનાર ચીનની ત્રીજી ખેલાડી છે. જ્યારે કઝાકિસ્તાનનો ગેરાસિમેન્કો ત્રીજી અને ચોથી સિઝનમાં રમ્યા બાદ ત્રીજીવાર યુટીટીના પ્રતિસ્પર્ધાની મજા માણવા જોડાયો છે.
દિવસની બીજી મેચમાં યુ મુમ્બા ટીટી ગત સઝનની વેસ્ટર્ન ડર્બીમાં અમદાવાદ એસજી પાઈપર્સ સામે મળેલ 9-6ના પરાજયનો હિસાબ સરભર કરવા ઉતરશે. જેથી આ મુકાબલો રોમાંચક રહેવાની આશા છે. બંને ટીમો તેમના પ્રારંભિક મુકાબલા પૂર્ણ કરી ચૂકી હોવાથી તેઓ વધુ ધારદાર પ્રદર્શન કરવા ઉતરશે. બંને ટીમો સિઝન 6 માટે મજબૂત અને સંતુલિત લાઈન અપ સાથે મેદાનમાં ઉતરશે.
યુ મુમ્બા માટે લીડ રોલમાં વર્લ્ડ નંબર 12 બર્નાડેટ સ્ઝોક્સ રહેશે. જે લીગમાં ટોપ સીડેડ ખેલાડી છે. તેનો સાથ આપવા કમબેક કરતી ફ્રેન્ચ ખેલાડી લિલિયન બાર્ડેટ અને ઉભરતી સ્ટાર યશસ્વિની ઘોરપડે રહેશે. યજમાન ટીમ માટે રિકોર્ડો વોલ્થર-ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સામે 10-5ની હાર બાદ પણ ટીમનો મજબૂત ચેહરો રહેશે. મિક્સ્ડ ડબલ્સમાં આયહિકા મુખર્જી સાથે તેની વધતી કેમિસ્ટ્રી પહેલાથી રોમાંચક સ્પર્ધાને વધુ મજબૂત બનાવશે.
સ્કવૉડઃ
મેચ-1
સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ: ફેન સિકી (ચીન), કિરીલ ગેરાસિમેન્કો (કઝાકિસ્તાન), પાયસ જૈન, સુધાંશુ ગ્રોવર, પોયમંતી બૈસ્યા, નિખત બાનુ
કોલકાતા થંડરબ્લેડ્સ: એડ્રિયાના ડિયાઝ (પ્યુઅર્ટો રિકો), અરુણા કાદરી (નાઈજીરીયા), અંકુર ભટ્ટાચાર્જી, સેલેના સેલ્વકુમાર, અનન્યા ચંદે, દીપિત પાટિલ.
મેચ-2
યુ મુમ્બા ટીટી: બર્નાડેટ સ્ઝોક્સ (રોમાનિયા), લિલિયન બાર્ડેટ (ફ્રાન્સ), યશસ્વિની ઘોરપડે, સ્વસ્તિક ઘોષ, આકાશ પાલ, અભિનંદ પી.બી.
અમદાવાદ એસજી પાઇપર્સઃ આયહિકા મુખર્જી, રિકાર્ડો વોલ્થર(જર્મની), સ્નેહિત સુરવજ્જુલા, જ્યોર્જિયા પિકોલિન (ઈટલી), દિવ્યાંશ શ્રીવાસ્તવ, યાશિની શિવશંકર.