ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ ચેન્નાઈ નાઈટ રેસની સફળતા બાદ રાઉન્ડ 3 માટે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ફરી જોવા મળશે

Spread the love

નવી દિલ્હી 10 સપ્ટેમ્બર 2024: કિંગફિશર સોડા દ્વારા પ્રસ્તુત ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ (2024) ફરી મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર પરત ફરશે. મદ્રાસ સર્કિટ પર ઈન્ડિયન રેસિંગ લીગનો ત્રીજો રાઉન્ડ અને ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ યોજાશે. જે ચેન્નાઈમાં સફળ નાઈટ સ્ટ્રીટ રેસિંગ બાદ મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ રહેશે. 
ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના પ્રથમ રાઉન્ડની યજમાની બાદ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ડ્રાઈવર્સ અને ટીમો 14 અને 15 સપ્ટેમ્બરે ફરી ઉતરશે. આ સર્કિટ પર 24 અને 25 ઓગસ્ટે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલનો પ્રથમ રાઉન્ડ યોજાયો હતો. જેમાં દર્શકો એ જોન લાન્કેસ્ટર અને એલિસ્ટર યૂંગને અનુક્રમે પોતાની ટીમ માટે રેસ 1 અને રેસ 3 જીતતા નિહાળ્યા હતા. ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં યંગ જેડન પેરિયટે પ્રારંભિક રેસ જીતી હતી, જે પછી હ્યુ બાર્ટરે રેસ 2 અને 3 પર કબજો કર્યો હતો. 
રેસિંગ પ્રમોશન્સ પ્રા. લિમિટેડના ચેરમેન અને એમડી અખિલેશ રેડ્ડીએ જણાવ્યું કે,”અમે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ (2024)ના ત્રીજા રાઉન્ડ માટે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ફરી આવી રહ્યાં છીએ તેનો આનંદ છે. આ રોમાંચક સર્કિટ પર પ્રથમ રાઉન્ડનું આયોજન થયું હતું, જ્યારે જોન લાનકેસ્ટર અને એલિસ્ટર યુંગ એ IRLમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.  ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં અમુક યુવા ચેહરાઓની સફળતા બાદ ચેન્નાઈ નાઈટ સ્ટ્રીટ રેસ પણ સફળ રહી હતી. અમે તીવ્ર સ્પર્ધાવાળા વધુ એક વિકેન્ડ માટે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર આવીશું, જ્યાં રોમાંચક રેસિંગ જોવા મળશે.”
ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ ચેન્નાઈ નાઈટ સ્ટ્રીટ રેસિંગનાં રોમાંચક ડેબ્યૂના 2 સપ્તાહ બાદ જ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર પરત આવી રહ્યું છે. ગોવા એસિસ જેએ રેસિંગની ગેબ્રિએલા જીલકોવાએ ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલની પ્રથમ મહિલા પોલ સિટર બની ઈતિહાસ રચ્યો. હ્યુ બાર્ટરે પોતાના વિજયી અભિયાનને રેસ 1 થકી આગળ ધપાવ્યું હતું અને ભારતના રુહાન આલવાને પાછળ છોડ્યો હતો. જ્યારે અકીલ અલીભાઈએ રેસ 2 જીતી હતી. IRL રેસ-1માં જીલકોવાએ બીજી પોઝિશન પર ફિનિશ કર્યું હતું અને રોઉલ હાયમન પાછળ રહી હતી. તેની ટીમના ખેલાડીઓએ 44 પોઈન્ટ્સ ઉમેર્યા હતા. અલવારોની ડેમોન્સ દિલ્હીએ બીજી રેસમાં કમબેક કર્યું; પોર્ટુગીસ રેસર પોલ પોઝિશન થકી મહત્તમ પોઈન્ટ્સ હાંસલ કર્યા.

Spread the love

Check Also

ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે

Spread the loveભારત 20મી નવેમ્બર 2024: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT), એક પ્રીમિયર નેશનલ લેવલની MBA …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *