માનુષ શાહે 2 વખતના ઓલિમ્પિયન જોઆઓ મોન્ટેઈરોને પ્રારંભિક મેચમાં 2-1થી હરાવ્યો
ચેન્નાઈ 23 ઓગસ્ટ 2024: અયહિકા મુખર્જીએ સિઝનની પોતાની પ્રથમ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું અને વર્લ્ડ નંબર-13 તથા 3 વખતની ઓલિમ્પિયન બર્નડેટ સ્જોક્સને 3-0થી હરાવી. અયહિકાની જીતે જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં ઈન્ડિયનઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024 માટે શાનદાર જીતનો પાયો નાખ્યો.
આ વર્ષના પ્રારંભમાં વર્લ્ડ નંબર-1 સુન યિંગશા સામેની રોમાંચક જીત બાદથી આ મેચમાં સૌની નજર અયહિકા પર જ હતી. બીજી તરફ ઈન્ડિયનઓઈલ યુટીટી 2024ની હાઈએસ્ટ રેન્ક્ડ ખેલાડી (પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં) સ્જોક્સ હતી, જેણે સંપૂર્ણ મેચમાં અયહિકાની અસામાન્ય ટેક્નિકને સમજવામાં મુશ્કેલી થઈ હતી. અયહિકાએ ત્રણેય ગેમમાં 11-7, 11-5, 11-6થી જીત હાંસલ કરી. આ સાથે 2024માં અયહિકાએ સજોક્સના નામને પોતાની સામે ઘૂંટણિયા ટેકવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યું.
નિરજ બજાજ અને વિતા દાણી દ્વારા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ યુટીટીનું આયોજન કરવામાં આવે છે.
આ મુકાબલાનો પ્રારંભ કેપ્ટન જોઆઓ મોન્ટેઈરો અને માનુષ શાહની પુરુષ સિંગલ્સ મેચથી થયો હતો. માનુષથી 17 વર્ષનો વધુ અનુભવ ધરાવતા સિનિયર મોન્ટેઈરો (92મા રેન્ક) એ યુવા ખેલાડીના આક્રમક હિટને અટકાવી લૂપ હોલ્સ થકી અમુક પોઈન્ટ્સ હાંસલ કરી પોતાનો અનુભવનો પરચો આપ્યો અને પ્રથમ ગેમ 11-5થી જીત્યો. માનુષ જે રેન્કિંગમાં 111માં ક્રમે છે, તેણે બીજી ગેમમાં કમબેક કરતા યોગ્ય તાકાત સાથે જીત મેળવી સ્કોર 1-1નો કર્યો.
મોન્ટેરોની હાઈ સર્વ ગેમ 3માં માનુષ માટે મુશ્કેલીઓ સર્જાઈ, પરંતુ માનુષે 2 વખતના ઓલિમ્પિયન વિરુદ્ધ અપસેટ સર્જતા શાનદાર ટૉપસ્પિન સ્મેશ સાથે તેનો સામનો કર્યો.
મોન્ટેરો, અયહિકા, માનુષ અને સ્જોક્સ મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડમાં સ્પર્ધા માટે ફરી ટેબલ પર આવ્યો. જે 2-1થી પ્રથમવાર રમી રહેલલ અમદાવાદ એસજી પાઈપર્સની તરફેણમાં રહી. 17 વર્ષીય અંકુર ભટ્ટાચાર્જી એ પછી વર્લ્ડ નંબર-90 લિલિયન બાર્ડેટ સામે શાનદાર જીત થકી ટેબલ ટેનિસ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી. પ્રથમવાર રમી રહેલ આ ખેલાડીએ પોતાના કરતા શ્રેષ્ઠ રેન્કવાળી હરીફને 3-0થી હરાવી પુનેરી પલ્ટનને બરાબરી અપાવી. તે પછી નતાલિયા બાજોરે અમદાવાદ એસજી પાઈપર્સની રીથ રિશ્યાને 2-1થી હરાવી પોતાની ટીમની જીતમાં ચાર ચાંદ લગાવ્યા.
કાલના મુકાબલાઓમાં દબંગ દિલ્હી ટીટીસી ઈન્ડિયન ઓઈલ 2024માં પોતાના અભિયાનનો પ્રારંભ યુ મુમ્બા ટીટી વિરુદ્ધ કરશે. જે પછી એથ્લિડ ગોવા ચેલેન્જર્સનો સામનો એસજી પાઈપર્સથી થશે. ગોવાની ટીમ પોતાની પ્રારંભિક મેચ જીતી ચૂકી છે.
ટૂંકોસ્કોરઃ
પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી હરાવ્યું
જોઆઓ મોન્ટેઈરો માનુષ શાહ સામે 1-2 (11-5, 7-11, 6-11)થી હાર્યો
અયહિકા મુખર્જીએ બર્નડેટ સ્જોક્સને 3-0 (11-7, 11-5, 11-6)થી હરાવી
મોન્ટેઈરો/અયહિકાની જોડી માનુષ/સ્જોક્સ સામે 1-2 (11-7, 3-11, 7-11)થી હારી
અંકુર ભટ્ટાચાર્જીએ લિલિયન બાર્ડેટને 3-0 (11-8, 11-5, 11-8)થી હરાવ્યો
નતાલિયા બાજોર એ રીથ રિશિયાને 2-1 (7-11, 11-8, 11-5)થી હરાવી