
ગાંધીનગર ૦૪ એપ્રિલ ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫,જે NSDC એકેડેમી સાથે જોડાયેલી સંસ્થા છે અને મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (MESC) દ્વારા સંચાલિત છે,NSDC દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં મીડિયા અને મનોરંજન જગતના વિચારશીલ નેતાઓ, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો. આ સમિટમાં ભારતની ક્રિએટિવ ઈકોનોમીના ભવિષ્યને આગળ ધપાવવા માટે આર્ટિસ્ટ, શિક્ષકો, એન્ટરપ્રેન્યોરસ અને પોલિસી લીડર્સના ગતિશીલ મિશ્રણને એકત્ર કરવામાં આવ્યું હતું.
દિલ્હી ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા આયોજિત દિલ્હી ક્રિએટર્સ સમિટ પછી યોજાયેલી આ સમિટમાં સેલિબ્રિટી ડાન્સ જજ અને કોરિયોગ્રાફર ડૉ. ટેરેન્સ લુઇસ, અભિનેત્રી અને કન્ટેન્ટ ક્રિએટર રીવા અરોરા, અભિનેત્રી રવિરા ભારદ્વાજ, અભિનેતા અંશ બાગરી, પ્રશંસનીય ફિલ્મ દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરી, ઇન્ફ્યુલેન્સર અને એન્ટરપ્રેન્યોર મુસ્કાન અરોરા અને ફિલ્મ નિર્માતા અને MESC ગવર્નિંગ કાઉન્સિલ સભ્ય, કેતકી પંડિત જેવા પ્રખ્યાત નામો વચ્ચે ક્રિએટર ઇકોનોમી પર એક આકર્ષક પેનલ ચર્ચા યોજાઈ હતી. આ ઉપરાંત, ગુજરાતના પ્રખ્યાત ઇન્ફ્યુલેન્સર પણ હાજર રહ્યા હતા.
મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (MESC) ના સીઈઓ ડૉ. મોહિત સોની પણ આ પેનલમાં હતા, અને તેમણે કન્ટેન્ટ ક્રિએશનના ઝડપથી વિકસતા ઇકોસિસ્ટમ, ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકા અને કલામાં કૌશલ્ય વિકાસની આવશ્યકતા વિશે વાત કરી .
સમિટમાં બોલતા, ડૉ. મોહિત સોનીએ ક્રેએટિવ ટેલેન્ટને પોષવા માટે ઉદ્યોગ અને શિક્ષણ જગતના સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. “ક્રિએટર ઇકોનોમીમાં તેજી સાથે, એ જરૂરી છે કે આપણે યુવાનોને માત્ર ટેકનિકલ સ્કિલ્સ જ નહીં પરંતુ નવીનતા લાવવા માટે ક્રિએટિવ કોન્ફિડન્સ પણ આપીએ.ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ જેવા કાર્યક્રમનું આયોજન કરતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IISC) મહત્વાકાંક્ષી પ્રોફેશનલ્સ અને ઇન્ડસ્ટ્રી વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,” તેમણે કહ્યું.
ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ 2025 એ કર્ણાવતી યુનિવર્સિટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) ની ઔપચારિક રજૂઆત તરીકે પણ સેવા આપી હતી, જે ક્રિએટિવ એજ્યુકેશનમાં એક નવો અધ્યાય છે જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગ માર્ગદર્શકો અને વાસ્તવિક દુનિયાની તકો સુધી સીધી પહોંચ પૂરી પાડવાનો છે.
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, “અમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) સાથે ભાગીદારી કરીને એવી જગ્યા બનાવવાનો ગર્વ છે જ્યાં ટેલેન્ટને તક મળે છે. અમારું વિઝન ભવિષ્ય માટે તૈયાર ક્રિએટર્સ વિકસાવવાનું છે જેઓ આ ગતિશીલ ક્ષેત્રમાં વિકાસ કરી શકે અને ઉદ્યોગમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.”
ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (આઈઆઈસીએસ)ની એક મગજની ઉપજ છે, તે ક્રિએટિવ આર્ટસમાં સહકાર અને સ્કિલ ઍક્સીલેન્સની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના તેના ધ્યેયને રેખાંકિત કરે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IISC) એક અગ્રણી સંસ્થા છે જે મીડિયા, મનોરંજન અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટર્સ , લીડર્સ અને એન્ટરપ્રેન્યોરસની આગામી પેઢીને આકાર આપવા માટે સમર્પિત છે. તેની અત્યાધુનિક સુવિધાઓ સર્જનાત્મકતાને પ્રેરણા આપવા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. વિવિધ અભ્યાસક્રમો માટે નોંધણી ખુલ્લી છે. વધુ વિગતો માટે, કૃપા કરીને www.iicsindia.org ની મુલાકાત લો.