ભારતીય ગ્રાહકો તહેવારો માટે ઑનલાઇન ખરીદીના વિકલ્પો શોધી રહ્યાં છે; મોટાભાગના લોકો (73%) એમેઝોનને વિશ્વાસપાત્ર અને પસંદગીનું ઑનલાઇન શોપિંગ ડેસ્ટિનેશન માને છે

Spread the love

  • ગ્રાહકોને ઓનલાઈન શોપિંગ કરવાનો રોમાંચઃ પ્રોડક્ટ્સની પસંદગી દ્વારા ચલિત પ્રતિસાદ આપનારાની નોંધપાત્ર બહુમતિ (89%)એ આગામી ઉત્સવો માટે રોમાંચ વ્યક્ત કર્યો અને, 71%એ આ ઉત્સવોની સિઝનમાં ઓનલાઈન શોપિંગ માટેની લાગણી વ્યક્ત કરી
  • એમેઝોન પ્રિફર્ડ: વ્યાપક સિલેક્શન (75%) અને મૂલ્ય દરખાસ્તો (72%)ને કારણે એમેઝોન વિશ્વસનીય (73%) ઑનલાઇન શોપિંગ ડેસ્ટિનેશન તરીકે યથાવત્
  • ઉત્સવોની સિઝનમાં ખર્ચનું પ્રમાણ વધશેઃ ગત વર્ષની તુલનામાં આશરે 44% જેટલા વધુ લોકો ઓનલાઈન અને ઓફલાઈન ફેસ્ટિવ શોપિંગ કરવા માગે છે, જે ભારતની આર્થિક વૃદ્ધિમાં વ્યક્ત કરાયેલો વિશ્વાસ છે.

બેંગલુરુ 12મી સપ્ટેમ્બર 2024: એમેઝોન ઇન્ડિયા દ્વારા નિયુક્ત ઈપ્સોસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ દર્શાવે છે કે, ભારત હવે તહેવારોની વાર્ષિક સિઝનની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ગ્રાહકો આ વર્ષે તહેવારોની ખરીદી માટે ઘણા ઉત્સાહી છે. સર્વેક્ષણમાં સમાવેલા ઉત્તરદાતાઓમાંથી, 89% જેટલી ઉચ્ચ સંખ્યામાં લોકોએ આગામી તહેવારો માટે તેમની ઉત્તેજના વ્યક્ત કરી હતી, જેમાં 71% લોકોએ આ તહેવારોની સિઝનમાં ઑનલાઇન ખરીદી કરવાનો ઈરાદો દર્શાવ્યો હતો.

ગ્રાહકોના આત્મવિશ્વાસ અને શોપિંગ માટેની ઉત્સુકતા પરાવર્તિત કરતા, સર્વેમાં ઓનલાઈન ખરીદી માટે ઉત્સુકમાંથી 50% જેટલા જવાબ આપનારાએ ઉલ્લેખ કર્યો કે તેઓ ગત વર્ષની તુલનામાં આ વખતે ઓનલાઈન ફેસ્ટિવ શોપિંગ પર વધુ ખર્ચ કરશે. આ આંકડો મહાનગરો (55%) અને ટિયર-2 શહેરોમાં (10-40 લાખની વચ્ચે વસતિ ધરાવનારામાં 43%)  ઘણો ઊંચો રહ્યો.

આ અભ્યાસમાં એમેઝોનને એક પસંદગીનું ઑનલાઇન શોપિંગ ડેસ્ટિનેશન પણ બતાવ્યું છે, જેમાં 73% કરતાં વધુ ઉત્તરદાતાઓએ તેમની તહેવારોની જરૂરિયાતો માટે એમેઝોન પર ભરોસો મૂકતા હોવાનું કહ્યું હતું. નોંધનીય રીતે, 75% લોકોએ એમેઝોન ઇન્ડિયાને ઉત્પાદનોનું વ્યાપક સિલેક્શન પૂરું પાડવા સાથે સાંકળ્યું હતું જ્યારે 72% લોકોએ એમેઝોન પરના સેલર્સ દ્વારા આપવામાં આવતી આકર્ષક ડીલ્સને શ્રેષ્ઠ બાબત ગણાવી હતી અને 73% લોકો તેને વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર ઑનલાઇન શોપિંગ ડેસ્ટિનેશન તરીકે જોઈ રહ્યાં છે.

“ભારતની ફેસ્ટિવ સિઝનની અગત્યતા તેની પરંપરાઓ, સંસ્કૃતિ અને તે પ્રસંગે જન્મતી લાગણીઓના મૂળમાં છે. ઉત્સવો અગાઉના મહિનાઓમાં, મોટાપાયે શોપિંગ કરવામાં આવે છે અને આ સમયે જ મોટાભાગના ખરીદીના નિર્ણયો લેવાય છે. આ સમયગાળો અમારા માટે પણ વ્યાપક પસંદગી, સર્વોત્તમ મૂલ્યની સાથે અત્યંત વિશ્વસનીય અને સીમલેસ શોપિંગ અનુભૂતિ પૂરી પાડીને તે આનંદને બેવડાવવાની અમૂલ્ય તક લાવે છે જે ગ્રાહકોની પસંદગીમાં આવતી ઉત્ક્રાંતિને દર્શાવે છે. અમે અમારા ગ્રાહકોના આભારી છીએ અને તેમણે અમારામાં મૂકેલા વિશ્વાસનું સન્માન કરીએ છીએ.” એવું એમેઝોન ઈન્ડિયાના કેટેગરી લીડરશીપ વાઈસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

“આ ઉત્સવોની સિઝન ભારતમાં હંમેશાથી અદભુત રોમાંચ અને અપેક્ષાઓનો રહ્યો છે, અને આ વર્ષ પણ કાંઈ અલગ નથી. અમારો તાજેતરનો સર્વે દર્શાવે છે કે શહેરી ભારતીયોમાંથી એક નોંધપાત્ર બહુમતિ વર્ગ ફેસ્ટિવ શોપિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.” એમ Ipsos ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર અમિત અદારકરે જણાવ્યું હતું. “આ હકારાત્મક સેન્ટિમેન્ટ બ્રાન્ડ્સ અને વિક્રેતાઓ માટે ગ્રાહકો સાથે જોડાવવાની અને ઉત્સવોની લાગણી સાથે આત્મસાત થાય તેવી ઓફર્સ અને કેમ્પેઈનનું સર્જન કરવાની સુવર્ણ તક પૂરી પાડે છે.”

ઓનલાઈન શોપિંગ ઈવેન્ટ્સ પરત્વે ગ્રાહકોના એકંદર સેન્ટિમેન્ટને જોઈએ તો, સુગમતા એ સૌથી મોટા પરિબળ તરીકે ઉભરી આવે છે, જેમાં 76% જેટલાએ કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે રિમોટલી શોપિંગની ઉપલબ્ધતાને બિરદાવી હતી. જ્યારે ઝડપી ડિલિવરી (74%), જેન્યુઈન/ ઓરિજિનલ પ્રોડક્ટ્સ પૂરી પાડનારી ઓનલાઈન શોપિંગ ઈવેન્ટ્સ પર ભરોસો (75%), નો-કોસ્ટ ઈએમઆઈ જેવા પોષાય તેવા પેમેન્ટના વિકલ્પો (75%) અમુક એવા ચાવીરૂપ પરિબળો છે કે જે ગ્રાહકોને ઉત્સવોની સિઝનમાં ગ્રાહકોને ઓનલાઈન ખરીદી કરવા માટે પ્રોત્સાહિત
કરે છે.

ઉપભોક્તા શોધે છે ટ્રેન્ડી ફેસ્ટિવ ફેશન (હર પલ ફેશનેબલ) )**

આ તહેવારોની સીઝનમાં ઑનલાઇન સેલ ઇવેન્ટ્સ દરમિયાન ટ્રેન્ડી ફેશનની ચીજો ખરીદવા માંગતા ગ્રાહકો માટે, એમેઝોન એપેરલ, ફૂટવેર અને ફેશન એસેસરીઝ (35%) અને બ્યૂટી (34%)ના ગ્રાહકો માટે પસંદગીના ઑનલાઇન શોપિંગ માર્કેટ પ્લેસ તરીકે ઉભરી આવ્યું છે તેમજ ત્યારપછી સૌથી નજીકમાં આવરનારા સેગમેન્ટનો હિસ્સો અનુક્રમે 27% અને 29% છે.

ઉત્સવોની લાગણી ફેશન સુધી પણ ફેલાઈ છે, જેમાં 83% માટે વસ્ત્રો, ફૂટવેર અને એસેસરીઝમાં સારી ડીલ્સ મળી છે. જ્યારે 73%એ સંમતિ દર્શાવી હતી કે ફેસ્ટિવ સિઝન દરમિયાન ઓનલાઈન સેલ ઈવેન્ટ્સ વસ્ત્રો, ફૂટવેર તથા અન્ય ફેશન પ્રોડક્ટ્સ માટે ઉત્સવો માટે જરૂરી બધું જ ઓફર કરે છે. જેન-ઝી આમાં 86% સાથે અગ્રેસર છે જેમનો ઈરાદો એપેરલ, ફૂટવેર અને ફેશન એસેસરીઝની ઓનલાઈન ખરીદી કરવાનો છે. જ્યારે 82% સંમત થયા હતા કે ઓનલાઈન ફેસ્ટિવ સેલ ઈવેન્ટ્સ લક્ઝરી બ્યૂટી બ્રાન્ડ્સ માટે પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

ઉપભોક્તા વિશ્વાસ કરે છે ઓનલાઈન ગ્રોસરી શોપિંગ પર (નહીં તો મેંહગા પડેગા )**

જે ગ્રાહકો ઑનલાઇન સેલ ઇવેન્ટ્સ દરમિયાન ગ્રોસરી ખરીદવા માંગતા હોય તેમની વાત કરીએ તો, 35% લોકોએ જણાવ્યું હતું કે, તહેવારોની સિઝનમાં એમેઝોન તેમની પસંદગીની ઑનલાઇન શોપિંગ એપ છે.

ઉત્સવોની સિઝનમાં ઓનલાઈન શોપિંગ ઈવેન્ટ્સ ગ્રોસરીની ખરીદી માટે વિશ્વાસપાત્ર સ્ત્રોત બન્યો છે. લગભગ 79%એ તેમનો ભરોસો એમેઝોનમાં વ્યક્ત કર્યો હતો. જ્યારે 74% ગ્રાહકોએ ઉલ્લેખ કર્યો હતો કે પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સની વિશાળ રેન્જ ઉત્સવોની સિઝનમાં ઓનલાઈન શોપિંગ પર ભરોસો કરવા માટે તેમના માટે ચાવીરૂપ પરિબળ છે. ગુણવત્તાની ખાતરી પણ પ્રાથમિકતા ધરાવે છે, કારણ કે 72% જવાબ આપનારાએ માન્યું કે ઓનલાઈન ગ્રોસરી ખરીદીમાં ભરોસો એ મુખ્ય બાબત છે. નોંધપાત્ર છે કે 71% દ્વારા ઓનલાઈન ગ્રોસરી ખરીદી માટે ફ્લેક્સિબલ ડિલિવરી સ્લોટની સુગમતા અને સમયની બચતને કારણભૂત ગણાવી.

ટેક સેવી ભારતના શોપિંગ લિસ્ટમાં શું છે**

તહેવારો દરમિયાન ઈલેક્ટ્રોનિક આઈટમ્સ એ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે, જેમાં 3માંથી 1 ઉત્તરદાતા ખરીદી માટે આ ઈવેન્ટ્સની પ્રતિક્ષા કરે છે. વધુમાં, 69% લોકોએ ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી માટે ઓનલાઈન શોપિંગ ઈવેન્ટ્સમાં વિશ્વાસ દર્શાવ્યો હતો.

મિડરેન્જ સ્માર્ટફોન્સ કે જેની કિંમત રૂ. 10001-રૂ. 30000ની રેન્જમાં છે તેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું કારણ કે 80% જેટલા જવાબ આપનારા ઉસ્તવોની ઓનલાઈન શોપિંગ ઈવેન્ટ્સ દરમિયાન આ પ્રાઈસ બેન્ડમાં મોબાઈલની ખરીદી માટે ઉત્સુક હતા. તદુપરાંત, 74% જેટલા જવાબ આપનારાએ ઉત્સવોની સિઝન દરમિયાન લાર્જ એપ્લાયન્સીસ માટે નવી બ્રાન્ડ અને પ્રોડક્ટ લોન્ચિસ સુધી પહોંચને બિરદાવી હતી. નોંધનીય છે કે, 30% જેટલાએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ ઉત્સવોની સિઝનમાં આ ઓનલાઈન ઈવેન્ટ્સ વેળાએ હોમ ડેકોર પ્રોડક્ટ્સ ખરીદવા માગે છે.

ડિજિટલ પેમેન્ડ એડોપ્શનમાં UPIની બોલબાલા યથાવત (પે કરને કા સ્માર્ટર વે )

ડિજિટલ પેમેન્ટ પદ્ધતિનું ચલણ વધી જ રહ્યું છે, કારણ કે 64% જેટલા ગ્રાહકો ઓનલાઈન શોપિંગ માટે UPIની પસંદગી કરે છે. તદુપરાંત 82% જેટલે સૂચવ્યું હતું કે, રિવોર્ડ અને કેશબેક મેળવવા માટે તેમની પસંદીદા ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ UPI છે, ખાસકરીને ઉત્સવોની સિઝનમાં.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *