અમદાવાદ 11 મે 2024: તાજેતરમાં જ હિંમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાઇ ગયો, જેમાં અંદાજે ૯૦ જેટલા સફળ સાહસિકોએ ભાગ લઈને હિમતનગરના આંગણે પોતાના વ્યવસાય અંગે સંપૂર્ણ વિગતો આપી એકબીજાની સાથે નવીન રીતે પરસ્પર વ્યવસાયના પ્રસાર અને વિકાસ માટે કટિબદ્ધ થયા હતા.
આ સમગ્ર ઘટનાનું આયોજન અમદાવાદના ચેપ્ટર દ્વારા થયું હતું અને હીમતનગર બીએનઆઇ ચેપ્ટર તેના યજમાન તરીકે હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીએનઆઇ મહત્વાકાંક્ષાઓનું પ્રોમિથિયસ ચેપ્ટર આજે એક નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. લીડરશીપ ટીમ ૧૯ એ બિઝનેસને આ સ્થાને લઈ જવા માટે એક મોટું પ્લેટફોર્મ ત્યાર કર્યું છે. પ્રોમિથિયસ (અમદાવાદ), ડાયોમીડેસ (હિંમતનગર) અને ઓરેકલ (મહેસાણા) માટે સ્થાનિક સ્તર પર વિકાસની સફળતાનો આનંદ માણ્યો છે. આ ત્રણ બિઝનેસ સ્થાનોને સંભવિત વ્યવસાયોના રૂપમાં કરવામાં આવી છે, જ્યાં સહયોગના માધ્યમથી પૂરક વ્યવસાયો વિકાસ કરી શકે છે.
આ ત્રણેય ચેપ્ટરના ૯૦થી વધુ સભ્યોએ 11મી મે 2024ના રોજ 121 – કોન્ક્લેવનું હિંમતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તમામ બાબતોમાં ખૂબ જ સફળ રહ્યો છે. નેટવર્કિંગ પહેલાના અને પછીના સેશન બિઝનેસમાં હ્યુમન ઇન્ટ્રેસન જેવા લાગ્યા હતા. જેણે ત્રણ ચેપ્ટરના સભ્યો વચ્ચે વિશ્વાસ અને તાલમેલ બનાવ્યો છે. આ વાસ્તવમાં પ્રોડક્ટિવ અને ઇફેક્ટિવ કાર્યક્ર્મ હતો, જ્યાં વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ સફળ બિઝનેસ વિસ્તરણમાં રૂપાંતરિત થયું હતું.
આ આયોજન પ્રોમિથિયસ ચેપ્ટરના નવા વ્યવસાયિક ક્ષેત્રો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા, જ્યારે BNI કોમ્યુનિટીને વિસ્તારવા માટે ડાયોમિડિસ અને ઓરેકલ ચેપ્ટર પોતાના ક્ષેત્રમાં વધુ દૃશ્યતા મેળવશે.
બીએનઆઇ ઓરેકલ એલટી 2ના માસ્ક ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ (MGI)ના પ્રેસિડેન્ટ દીપેન પટેલે કહ્યું કે, BNI હિંમતનગરમાં પોતાના તાજેતરના વન ટુ વન કોન્ક્લેવની સફળતાની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે, જ્યાં મહેસાણા, હિંમતનગર અને અમદાવાદના ત્રણ ચેપ્ટર એ નેટવર્કિંગનો મજબૂત ટ્રાયંગલ રચ્યો હતો. જો તમે નકશા પર નજર નાખો તો આ શહેરો વ્યવસાયની તકોનો સંપૂર્ણ ત્રિકોણ બનાવે છે. લગભગ ૯૦ બિઝનેસ ઓનર્સ એક મંચ પરએક સાથે મળ્યા અને રેફરલ્સ માટે વિશ્વાસ કેળવ્યો હતો. આ ઇવેન્ટ દર્શાવે છે કે, કેવી રીતે આ ટ્રાયંગલત નેટવર્કમાં સહયોગ વ્યવસાયોને વિકાસ કરવામાં મદદ કરે છે.
આ પ્રસંગે હીમતનગર BNIના પ્રેસિડેન્ટ તેમજ નવીન શુભારંભ થયેલ પ્લુટો હોસ્પિટલના ડૉ. કેવલ પટેલે જણાવ્યું હતું કે, સાથે રહેવું તે સફળતા છે, પરંતુ સાચી સફળતા એ છે કે તમે તમારી સાથે રહેલ વ્યક્તિને સફળ થવામાં મદદરૂપ બનો. તેમણે BNIના મૂલમંત્રને સાકાર કરવાના ધ્યેય સાથે આવેલ તમામ સાહસિકો ને એકબીજા સાથે પોતાના વ્યવસાય વિષે જાણકારી આપવાની તક આપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને પરિપૂર્ણ કરવામાં વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સી.એ. પ્રણવ વ્યાસ અને સેક્રેટરી શ્રી સંકેત પટેલ તેમજ સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી હતી.
આ પ્રકારના સંગઠનથી દરેક નાના મોટા વેપારીઓમાં ઉત્સાહનો સંચાર અને પ્રગતિ કારક માર્ગદર્શન લઈ રહેશે તેવો આશાવાદ સેક્રેટરી શ્રી સંકેતભાઈ એ દર્શાવ્યો હતો.
આ મિટિંગમાં અંતે અમદાવાદના શિક્ષણ ક્ષેત્રે સાથે સંકળાયેલ એક મેમ્બર્સ દ્વારા શહેરના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે સ્થાનિક મિત્રોને અપીલ કરવામાં આવી હતી, જેને સ્થાનિક BNIના પ્રેસિડેન્ટ શ્રી ડો. કેવલ પટેલ દ્વારા સમર્થન આપી ગરીબ, અશિક્ષિત અને અસમર્થ બાળકો ને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે ખૂબ ઝડપથી હિમતનગર માં આવા સમાજોપયોગી કાર્યો BNIના સંગઠન દ્વારા હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.