“અંતર્ગત સ્ટેબિલાઈઝર” ભ્રમણા છેઃ ભારતનાં સ્માર્ટ ટીવી માટે બહારી રક્ષણની જરૂર હજુ પણ શા માટે છે

Spread the love

ભારત | ૦૫ માર્ચ ૨૦૨૬ — ‘‘અંતર્ગત સ્ટેબિલાઝર’’ આ વાક્ય ટેલિવિઝન બજારમાં શાંતિથી વેચાણ માટેનું પાસું બની ગયું છે. ઘણા બધા ખરીદદારોને તે વોલ્ટેજમાં વધઘટ સામે સુરક્ષાનો સંકેત આપે છે.

જોકે ઉદ્યોગના નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે આ પરિભાષા અંગે મોટે ભાગે ગેરસમજૂતી કરવામાં આવી છે.

આધુનિક ટેલિવિઝન એસએમપીએસ અથવા સ્વિચ મોડ પાવર સપ્લાયથી સુસજ્જ હોય છે. તેની મુખ્ય ભૂમિકા એસી પાવરને આંતરિક સરકિટરી માટે ડીસી પાવરમાં ફેરવવાની છે. તે સમર્પિત સ્ટેબિલાઈઝર જે કામ કરે છે તે રીતે બહારી વોલ્ટેજ વધઘટનું નિયમન કરવા માટે તૈયાર કરાયેલાં હોતાં નથી.

ભારતમાં આ મહત્ત્વપૂર્ણ શા માટે છે

વોલ્ટેજ અસ્થિરતા દેશના અનેક ભાગોમાં આજે પણ ચાલુ છે. અર્ધશહેરી અને ગ્રામીણ પ્રદેશો વારંવાર વોલ્ટેજમાં વધઘટનો સામનો કરે છે, જ્યારે શહેરી પરિવારો મોટે ભાગે ઘણાં બધાં ઉપકરણો સાગમટે ચલાવાતાં હોય ત્યારે વીજભારનું અસંતુલન સર્જે છે.

આવી સ્થિતિઓમાં ટેલિવિઝન સંચાલન ચાલુ રાખીને રક્ષણની છાપ નિર્માણ કરી શકે છે. જોકે આંતરિક રીતે સક્ષમ વોલ્ટેજ ઘટાડો એસએમપીએસ સંચાલન તાપમાન વધારે છે. દીર્ઘ સમય સુધી ગરમી નિર્માણ થવાથી કમ્પોનન્ટ ડિગ્રેડેશન વધે છે અને પ્રોડક્ટનું આયુષ્ય ઓછું થાય છે.

એસએમપીએસ નિષ્ફળ જાય તો સંવેદનશીલ ઈલેક્ટ્રોનિક્સ ઉચ્ચ એસી ઈનપુટને પ્રત્યે સન્મુખ થઈ શકે છે, જેનાથી સંભવિત રીતે સમારકામ માટે મોટો ખર્ચ આવી શકે છે.

ઉછાળાનું પરિબળ

વીજકાપ પછી વીજ પુનઃસ્થાપિત કરાય ત્યારે માઈક્રોસેકંડ વોલ્ટેજ વધારો ઊપજાવે છે, જે અત્યંત ઉચ્ચ સપાટીએ પહોંચે છે. સર્વ ટેલિવિઝન મોડેલ સરકિટ સ્તરે વ્યાપક ઉછાળાનું રક્ષણ પ્રદાન કરે એવી કોઈ સાર્વત્રિક બાંયધરી નથી.

અગ્રણી કન્ઝયુમર એપ્લાયન્સ બ્રાન્ડ વી-ગાર્ડના વ્યાપક પરીક્ષણના અહેવાલો સંકેત આપે છે કે સક્ષમ વોલ્ટેજ તાણની સ્થિતિઓ નોંધપાત્ર રીતે એસએમપીએસ તાપમાન વધારીને પ્રત્યક્ષ રીતે ઉપકરણના આયુષ્યને અસર કરે છે.

મોટું રોકાણ, રક્ષણની વધુ જરૂર

આજે ટેલિવિઝન મોટા, ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક અને નોંધપાત્ર રીતે અગાઉ કરતાં વધુ મોંઘાં થઈ ગયાં છે. સ્ક્રીનનો આકાર અને ફીચર વધી રહ્યા છે તેમ નાણાકીય દાવ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ સૂચવે છે કે સંચાલન સહનશીલતાને સંચાલન સુરક્ષા તરીકે સમજી લેવું નહીં જોઈએ.

ગ્રાહકોએ પ્રીમિયમ ટેલિવિઝન વર્ષો સુધી વિશ્વસનીય રહેવું જોઈએ કે પછી અણદેખીતા વિદ્યુત તાણને લીધે વહેલી નિષ્ફળતાનો સામનો કરવું જોઈએ તે બે વચ્ચે નક્કી કરવું જરૂરી છે.


Spread the love

Check Also

લિનોવો CIO પ્લેબુક 2026 : ભારતમાં 99% એન્ટરપ્રાઇઝ AIમાં રોકાણ વધારશે, બજેટમાં 19% વૃદ્ધિની શક્યતા

Spread the love બેંગલુરુ | ૦૫ માર્ચ ૨૦૨૬ — એશિયા પેસિફિક વિસ્તારમાં કંપનીઓ હવે આર્ટિફિશિયલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *