2800થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓન માર્ગ સુરક્ષાના શિક્ષણ સાથે સશક્ત બનાવવામાં આવ્યા
રાજકોટ 31મી જાન્યુઆરી 2025: માર્ગ સુરક્ષા પ્રત્યે મજબૂત કટિબદ્ધતા દર્શાવતાં હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) દ્વારા આજે ગુજરાતના રાજકોટમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ હેઠળ અમૃત વિદ્યા મંદિર અને ગ્રીનવૂડ ઈન્ટરનેશનલ સ્કૂલના 2800 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સુશિક્ષિત કરવામાં આવ્યા હતા, જે યુવાનોમાં જવાબદાર માર્ગ પરિવર્તન કેળવવાની એચએમએસઆઈની સમર્પિતતા પર ભાર આપે છે.
સુરક્ષિત ટ્રાફિક વાતાવરણને આકાર આપવા યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પહોંચ આપતાં એચએમએસઆઈ દ્વારા ઈન્ટરએક્ટિવ અને સહભાગી પ્રવૃત્તિઓ થકી સુરક્ષિત માર્ગ વ્યવહારો કેળવવા માટે આ ઝુંબેશ તૈયાર કરવામાં આવી હતી. સરકારી અને બિનસરકારી શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં આવી પહેલો નિયમિત હાથ ધરીને એચએમએસઆઈ માર્ગ અકસ્માતો નોંધપાત્ર રીતે ઘટાડવા માગે છે અને રસ્તાઓના જવાબદાર ઉપયોગની સંસ્કૃતિ કેળવવા માગે છે. આ ઝુંબેશ માર્ગ સુરક્ષા શિક્ષણ માટે વધતી જરૂરતોને પહોંચી વળવાનું અને ખાસ કરીને યુવા રાઈડરો સહિત લોકોમાં જવાબદાર ડ્રાઈવિંગની આદતો કેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
રાજકોટની ઝુંબેશમાં માર્ગ સુરક્ષા શિક્ષણને વ્યાપક અને ઈન્ટરએક્ટિવ બનાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. સહભાગીઓને થિયેરેટિકલ સેફ્ટી રાઈડિંગના પાઠ, ડેન્જર પ્રેડિકશન ટ્રેનિંગ, માર્ગ સુરક્ષા પર ક્વિઝ, હેલ્મેટ જાગૃતિ સત્રો અને પ્રેક્ટિકલ રાઈડિંગ ટ્રેનર કવાયતોનો સમાવેશ થતો હતો. દરેક પ્રવૃત્તિ પાઠ માહિતીસભર અને સહભાગી હોય તેની ખાતરી રાખવામાં આવી હતી, જેથી સહભાગીઓ પર કાયમી પ્રભાવ છોડે.
એચએમએસઆઈ દ્વારા ઝુંબેશને સફળ બનાવવા માટે ટેકો આપવા માટે અમૃત વિદ્યા મંદિર અને ગ્રીનવૂડ ઈન્ટરનેશનલ સ્કૂલનો આભાર માનવામાં આવ્યો હતો. આ ભાગીદારી માર્ગ સુરક્ષા બહેતર બનાવવા અને ટ્રાફિક સંબંધી ઘટનાઓને ઓછીમાં ઓછી કરવા માટે આપસી સમર્પિતતા અધોરેખિત કરે છે.
ગુજરાતમાં આરંભથી જ એચએમએસઆઈએ જવાબદાર માર્ગ ઉપયોગ પ્રમોટ કરવા અને સુરક્ષિત રાઈડિંગ આદતો કેળવવા પર કેન્દ્રિત 3 લાખ પુખ્તો અને બાળકોને સુશિક્ષિત કર્યા હતા. રાજકોટની ઝુંબેશ ભારતના માર્ગો બધા માટે સુરક્ષિત બનાવવાના એચએમએસઆઈના મોજૂદ પ્રયાસોમાં વધુ એક માઈલસ્ટોન છે.
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાની માર્ગ સુરક્ષા પ્રત્યે સીએસઆર કટિબદ્ધતાઃ
2021માં હોંડાએ વર્ષ 2050 માટે તેનું વૈશ્વિક ધ્યેયનું નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેણે હોંડા મોટરસાઈકલ્સ અને ઓટોમોબાઈલ્સને સાંકળતી ઝીરો ટ્રાફિક કોલિઝન ફેટાલિટીઝ માટે ભાર મૂક્યો હતો. ભારતમાં એચએમએસઆઈ જીવલેણ માર્ગ અકસ્માતો 2030 સુધી અડધોઅડધ ઓછા કરવા માટે તેના ધ્યેય અને ભારત સરકારના નિર્દેશની રેખામાં કામ કરી રહી છે.
આ લક્ષ્ય હાંસલ કરવાનું એક મહત્ત્વપૂર્ણ પાસું 2030 સુધી આપણા બાળકોમાં માર્ગ સુરક્ષા પ્રત્યે હકારાત્મક વિચારધારા વિકસાવવાનું છે અને તેમને ત્યાર પછી સુમાહિતગાર કરવાનું ચાલુ રાખવાનું છે. શાળા અને કોલેજોમાં માર્ગ સુરક્ષા શિક્ષણ જાગૃતિ નિર્માણ કરવા સાથે યુવાનોમાં સુરક્ષિત સંસ્દૃતિ રજૂ કરે છે અને માર્ગ સુરક્ષાના રાજદૂત બનવા તેમને પરિવર્તિત કરે છે. તે ભાવિ પેઢીઓને સુરક્ષિત સમાજ માટે જવાબદાર બનાવવા અને નોંધપાત્ર યોગદાન આપવા સશક્ત બનાવે છે.
એચએમએસઆઈ એવી કંપની બનવા માગે છે જેનું અસ્તિત્વ ટકી રહે અને શાળાના બાળકોથી કોર્પોરેટ્સ અને સમાજ સુધી દરેક વર્ગને પહોંચી વળવા માટે અજોડ આઈડિયા સાથે સમાજના દરેક વર્ગમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ફેલાવવા પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે.
એચએમએસઆઈ શાળાના બાળકોથી કોર્પોરેટ કર્મચારીઓ અને સમુદાય સુધી સર્વ વર્ગમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. સેફ્ટી ઈન્સ્ટ્રક્ટરોની કુશળ ટીમ સાથે એચએમએસઆઈ દ્વારા ભારતભરમાં તેના 10 દત્તક લેવાયેલા ટ્રાફિક ટ્રેનિંગ પાર્કસ (ટીટીપી) અને 6 સેફ્ટી ડ્રાઈવિંગ એજ્યુકેશન સેન્ટર્સ (એસડીઈસી) ખાતે રોજ માર્ગ સુરક્ષા શૈક્ષણિક કાર્યક્રમો હાથ ધરાય છે. આજ સુધી આ પહેલ થકી 90 લાખથી વધુ ભારતીયો સુધી પહોંચાયું છે.
તેના રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યકરમ થકી એચએમએસઆઈ પૂરું પાડે છેઃ
- વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા શીખવાના મોડ્યુલ્સ: તેમાં રસ્તાના ચિહનો, ડ્રાઈવરની જવાબદારીઓ, રાઈડિંગ ગિયર અને સુરક્ષિત રાઈડિંગની એથિકેટ્સ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો આવરી લેવાય છે.
- પ્રેક્ટિકલ લર્નિંગ: આ વર્ચ્યુઅલ રાઈડિંગ સિમ્યુલેટર્સ સહભાગીઓને વાસ્તવિક રાઈડિંગ પર્વ 100 શક્ય રસ્તા પરના ખતરાઓનો અનુભવ કરાવે છે.
- ઈન્ટરએક્ટિવ ટ્રેનિંગઃ “કિકેન યોસોકુ ટ્રેનિંગ” (કેવાયટી) જે રસ્તાનાં જોખમો પ્રત્યે સંવેદનશીલતા વધારે છે અને સુરક્ષિત ડ્રાઈવિંગ વર્તનને પ્રોત્સાહન આપે છે.
- મોજૂદ રાઈડરો માટે કુશળતામાં વધારો: સ્લો રાઈડિંગ પ્રવૃત્તિઓ અને નેરો પ્લેન્ક રાઈડિંગ કસરતો અનુભવી રાઈડરોની કુશળતા નિખારે છે.
એચએમએસઆઈએ તાજેતરમાં તેનું ઈનોવેટિવ ડિજિટલ રોડ સેફ્ટી લર્નિંગ પ્લેટફોર્મ ઈ-ગુરુકુલ રજૂ કર્યું છે, જે 5 વર્ષથી 18 વર્ષ સુધીના ત્રણ વિશિષ્ટ વય જૂથો માટે તૈયાર ટ્રેનિંગ મોડ્યુલો પ્રદાન કરીને માર્ગ સુરક્ષા પ્રત્યે વ્યાપક અભિગમની ખાતરી રાખે છે. હાલમાં મોડ્યુલ ઘણી બધી ભાષામાં ઉપલબ્ધ છે, જેમ કે, કન્નડ, મલયાલમ, હિંદી, તેલુગુ, તમિળ અને ઈન્ગ્લિશ, જે સમાવેશકતા અને પ્રાદેશિક સુસંગતતાની ખાતરી રાખે છે અને ઈ-ગુરુકુલની egurukul.honda.hmsi.in પર પહોંચ મેળવી શકાય છે. આ મંચ વિવિધ પ્રદેશોમાં પહોંચક્ષમતાની ખાતરી રાખવા માટે લાઈવ સ્ટ્રીમિંગ અથવા ડાઉનલોડિંગ અને બહુભાષી મોડ્યુલ્સને સપોર્ટ કરે છે. ઈ-ગુરુકુલની રજૂઆત બાળકો, શિક્ષકો અને ડીલરોને સુરક્ષિત માર્ગ વ્યવહારો અપનાવવા માટે સશક્ત બનાવવાના એચએમએસઆઈની મોજૂદ પ્રયાસોનો ભાગ છે. આ પહેલ દરેક રાજ્યની આવરી લેવા માટે વિસ્તારાશે, જે અલગ અલગ વય જૂથો માટે તૈયાર માર્ગ સુરક્ષા શિક્ષણને પ્રમોટ કરશે. આ માહિતીને પહોંચ મેળવવા માટે ઈચ્છુક કોઈ પણ શાળા અહીં સંપર્ક કરી શકે છેઃ Safety.riding@honda.hmsi.in.
વધુ માહિતી માટે સંપર્કઃ corporate.communications@honda.hmsi.in