ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા મજબૂત નોંધ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૫ની પૂર્ણાહુતિ કરીને બજારમાં આગેવાની વધુ મજબૂત બનાવીને રિટેઈલ અને હોલસેલ સેગમેન્ટમાં ટુવ્હીલર ઉદ્યોગમાં આગેવાની કરી છે.
એફએડીએ ડેટા
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન્સ (એફએડીએ)ના રિટેઈલ ડેટા અનુસાર
- હીરો મોટોકોર્પે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૪,૪૫,૨૫૧ યુનિટ્સનું કુલ રિટેઈલ વેચાણ નોંધાવવા સાથે લાગલગાટ ૨૪મા વર્ષમાં બજારમાં આગેવાની જાળવી રાખી છે. કંપનીએ ૪,૩૫,૮૨૮ યુનિટ્સનું કુલ રિટેઈલિંગ કરીને માર્ચ ૨૦૨૫માં પણ બજારમાં આગેવાની જાળવી રાખી હતી.
- ઈવી મોરચે કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં વિડા વી-૨ના ૪૮,૬૭૪ યુનિટ્સનું રિટેઈલ વેચાણ નોંધાવ્યું હતું, જે ગત નાણાકીય વર્ષમાં વેચવામાં આવેલા યુનિટ્સ કરતાં ૧૭,૭૨૦ યુનિટ્સનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ સાથે ૧૭૪ ટકાની વર્ષ દર વર્ષ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.
- નોંધનીય રીતે માર્ચ ૨૦૨૫માં વિડા વી-૨ના ૭૯૮૨ યુનિટનું રિટેઈલ વેચાણ થયું હતું, જે માર્ચ ૨૦૨૪માં ૪૦૮૫ યુનિટ્લના રિટેઈલ વેચાણની તુલનામાં ૯૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
કામગીરીના માઈલસ્ટોન- નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫
- રિટેઈલમાં જ નહીં પણ હોલસેલ મોરચે પણ હીરો મોટોકોર્પે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૫,૮૯૯,૧૮૭ (૫.૯ મિલિયન) યુનિટ્સનું વેચાણ નોંધવાની તેનું અવ્વલ સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
- કંપનીએ માર્ચ ૨૦૨૫માં ૫૪૯,૬૦૪ યુનિટ્સ ડિસ્પેચ કર્યા હતા, જે ૧૨ ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે.
- હીરો મોટોકોર્પે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૨૮૭,૪૨૯ યુનિટ્સ સુધી પહોંચીને વૈશ્વિક બજારમાં મજબૂત ગતિ ચાલુ રાખી છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૪ની તુલનામાં ૪૩ ટકાનો મજબૂત વધારો દર્શાવે છે.
- કંપનીએ ઈવી સેગમેન્ટમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. તેણે આજ સુધીનું સર્વોચ્ચ ઈવી વેચાણ કર્યું છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૫૮,૦૦૦ ઈલેક્ટ્રિક સ્કૂટરો ડિસ્પેચ કરવા સાથે નાણાકીય વર્ષ ૨૦૨૪ની તુલનામાં આશરે ૨૦૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- કંપનીએ એક્સટ્રીમ ૨૫૦આર, એક્સપલ્સ ૨૧૦, ડેસ્ટિની ૧૨૫, શૂમ ૧૨૫, શૂમ ૧૬૦ અને વિડા વી-૨ ઈલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ સહિત મુખ્ય લોન્ચ સાથે આઈસ અને ઈવી સેગમેન્ટમાં તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વધુ વિસ્તાર્યો છે, જે સાથે સમૂહ બજાર ઈવી અવકાશમાં પ્રવેશ કર્યો છે અને પ્રવાસી અને પ્રીમિયમ શ્રેણીમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે.