હીરો મોટોકોર્પે ગુજરાતમાં પ્રીમિયા ડીલરશિપ નેટવર્ક વિસ્તાર્યું વડોદરામાં પ્રથમ ‘હીરો પ્રીમિયમ’ ડીલરશિપનું ઉદઘાટન

Spread the love

મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયામાં સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા હાલમાં ચાલી રહેલા નવરાત્રોત્સવના સમયગાળા વચ્ચે આજે વડોદરા ખાતે તેની પ્રથમ પ્રીમિયમ ડીલરશિપનું ઉદઘાટન કર્યું હતું.

હીરો પ્રીમિયમ ડીલરશિપ મોકાના સ્થળ નિઝમપુરા વિસ્તારમાં સ્થિત છે, જેથી હીરો મોટોકોર્પના પ્રીમિયમ પ્રોડક્ટ પોર્ટફોલિયો માટે ગ્રાહકોને પહોંચ વધી છે. આ અત્યાધુનિક આઉટલેટમાં હીરો, વિડા અને હાર્લે-ડેવિડસન પ્રોડક્ટો માટે સમર્પિત વિભાગો છે.

હીરો મોટોકોર્પના ઈન્ડિયા બીયુના ચીફ બિઝનેસ ઓફિસર રણજીવજિત સિંહ અને ડીલર પ્રિન્સિપલ નિખિલ ચાવલા દ્વારા આઉટલેટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

વડોદરામાં પ્રીમિયા ડીલરશિપ ગુજરાતમાં પ્રથમ હીરો પ્રીમિયમ આઉટલેટ પણ છે.

દરેક હીરો પ્રીમિયા ડીલરશિપ આધુનિક એસ્થેટિક્સ અને સહજ ડિજિટલ ઈન્ટીગ્રેશન સાથે બેજોડ ગ્રાહક અનુભવ પ્રદાન કરે છે. ઉચ્ચ તાલીમબદ્ધ પ્રીમિયા સેલ્સના પ્રતિનિધિઓ અને સર્વિસ કન્સલ્ટન્ટો દરેક ગ્રાહકને પર્સનલાઈઝ્ડ સહાય પૂરી પાડવા માટે સુસજ્જ હોય છે.

હીરો પ્રીમિયમ ડીલરશિપ પ્રીમિયમ પ્રોડક્ટોની પસંદગી ઓફર કરે છે, જેમાં મેવરિક 440, હાર્લી-ડેવિડસન X440, કરિઝમા XMR, Xpulse 200 4V, Xtreme 160R 4V, અને વિડા V1&V1 Pro સાથે શ્રેણીબદ્ધ ખાસ મર્ચન્ડાઈઝ અને એસેસરીઝનો સમાવેશ થાય છે.

 


Spread the love

Check Also

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

Spread the love સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *