હેવમોર આઈસ્ક્રીમ અને ગુજરાત ટાઇટન્સ ઉનાળામાં રોમાંચક સફર માટે તૈયાર

Spread the love

  • આખા ભારતનું દિલ જીતવા માટે રોમાંચક નવા પ્લાન્સની સાથે સંબંધોને મજબૂત બનાવવા તેમજ સફળતા માટે એક સહિયારા વિઝનની શરૂઆત

રાષ્ટ્રીય ૨૪ માર્ચ ૨૦૨૫: હેવમોર આઇસ્ક્રીમ એ લોટ્ટે વેલફૂડ કંપની લિમિટેડનો ભાગ છે તેમજ સૌથી પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક હેવમોર આઈસ્ક્રીમ એ ૨૦૨૫ સીઝન માટે ગુજરાત ટાઇટન્સની સાથે પોતાની સફળ ભાગીદારીના રિન્યુઅલની ઉત્સુકતાથી જાહેરાત કરી. આ રિન્યુઅલ દેશભરના ક્રિકેટ ચાહકો માટે મનોરંજન, ઉત્તેજના અને યાદગાર પળો બનાવવાની બંને બ્રાન્ડના કમિટમેન્ટને મજબૂત બનાવે છે.

૨૪ મહિના પહેલા થયેલી આ પાર્ટનરશીપ, હેવમોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે શ્રેષ્ઠતા, જુસ્સો અને સમુદાય ભાવનાના સહિયારા મૂલ્યો પર બનેલી છે. આ નવી પાર્ટનરશીપના ભાગ રૂપે હેવમોર અને ગુજરાત ટાઇટન્સ પ્રશંસકોને જીતવાના ઉદ્દેશથી રોમાંચક પહેલ શરૂ કરવા માટે તૈયાર છે. હેવમોર આઈસ્ક્રીમ હંમેશા ઉત્પાદન ઇનોવેશનમાં મોખરે રહ્યું છે, જે ટેસ્ટ બડ્સ ને ડિલાઈટ કરે અને જૂની યાદોને તાજી કરે તેવા સ્વાદને ક્યુરેટિંગ કરે છે. આ નવી પાર્ટનરશીપના ભાગ રૂપે હેવમોર પોતાના પ્રશંસકો માટે આ સિઝનને વધુ ખાસ બનાવવાના ઉદ્દેશથી નવીન પહેલ શરૂ કરવા માટે તૈયાર છે. નવા આઈસ્ક્રીમ ફ્લેવરથી લઈને રોમાંચક ઓન-ફિલ્ડ સર્જનાત્મકતા સુધી હેવમોર ગુજરાતની વાઇબ્રન્ટ સ્પિરિટની ઉજવણી સાથે આ સીઝનને પોતાના પ્રશંસકો માટે વધુ ખાસ બનાવવામાં કોઈ કસર છોડશે નહીં.”

પ્રશંસકોની સાથે તેમના કનેક્શનને વધુ મજબૂત બનાવવા માટે હેવમોર 2025ની સમગ્ર સીઝન દરમિયાન ઇમર્સિવ ક્રિકેટ થીમ આધારિત કેમ્પેઇન શરૂ કરવા જઈ રહ્યું છે. આ કેમ્પેઇન હેવમોર અને ગુજરાત ટાઇટન્સના સમર્થકોની લોયલ્ટીની ઉજવણી કરશે, જે તેમને ક્રિકેટના આનંદ અને આઈસ્ક્રીમના પ્રેમમાં એકબીજાની નજીક લાવશે.

હેવમોર આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કોમલ આનંદ એ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, “ગુજરાત ટાઇટન્સ સાથેનો સહયોગ વર્ષોથી ખરેખર ખાસ બની ગયો છે અને અમે સાથે મળીને મેળવેલા વિશ્વાસ અને સફળતા નિર્માણ કરવા આતુર છીએ. શ્રેષ્ઠતા, જુસ્સો અને મહાનતાની શોધ માટે જે મૂલ્યો અમે એક જૂથ કરીએ છીએ તે અમારા દરેક કામના કેન્દ્રમાં છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકો સુધી મિત્રતાની ભાવના પહોંચાડવાનું અને ક્રિકેટ પ્રત્યેના અમારા સહિયારા પ્રેમ, ગુજરાતના ગૌરવ અને સમુદાયના આનંદને પ્રતિબિંબિત કરતા અદભુત અનુભવો પ્રદાન કરવાનું છે.”

ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે, “અમારા દ્વારા મેદાન પર કરવામાં આવેલા પ્રયાસો પ્રશંસકોને એક સારો મેચ એક્સપિરિયન્સ પ્રદાન કરશે. હેવમોર એક ઘરેલું બ્રાન્ડ હોવાને કારણે તેમની નવીન ઓફર્સથી દેશભરના લાખો લોકોના દિલ જીતી લીધા છે. અમને આશા છે કે, આ નવી ભાગીદારી અમારા પ્રશંશકો માટે ઉત્સાહ વધારશે અને સુનિશ્ચિત કરશે કે તેઓ ખરેખર આનંદદાયક સમય પસાર કરશે.”

બંને બ્રાન્ડ્સ ક્રિકેટના રોમાંચને હેવમોરના ભરપૂર ક્રીમી આઈસ્ક્રીમના સ્વાદ સાથે મિશ્રિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી પ્રશંસકો બંને દુનિયાનો શ્રેષ્ઠ આનંદ માણી શકે. આ ઉપરાંત યાદગાર અનુભવો બનાવવા તેમજ શ્રેષ્ઠતા અને સમર્પણના પોતાના સહિયારા વિઝન સાથે આ પાર્ટનરશીપ પ્રશંસકો માટે 2025ની સીઝનને યાદગાર બનાવવાનું વચન આપે છે.


Spread the love

Check Also

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the loveગુજરાત, અમદાવાદ ૦૨ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *