માત્ર ગુજરાત માટે ખાસ વિન્ટેજ સ્પેશિયલ પેક લોન્ચ કર્યું
ગુજરાત, 25 જુલાઇ, 2024: હેવમોર આઇસક્રીમ એ LOTTE વેલફૂડ કંપની લિમિટેડનો હિસ્સો છે અને છેલ્લા આઠ દાયકાથી તેની ક્રીમી અને વિશિષ્ટ ઓફરોથી ગ્રાહકોને ખુશખુશાલ કરે છે. કંપનીની 80મી વર્ષગાંઠ એ વાતની સાબિતી છે કે તે નવીનતામાં અગ્રેસર છે અને આઈસ્ક્રીમ માણવાના અનુભવને એક અલગ ઊંચાઈ પર લઈ જાય છે.
હેવમોરે 24થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી તેની પહોંચ વિસ્તારી છે, 65,000થી વધારે ડીલરોનું વિશાળ નેટવર્ક બનાવ્યું છે અને દેશભરમાં 252 ફ્લેગશિપ હેવફન પાર્લર્સ શરૂ કર્યા છે. ક્લાસિક વેનિલાથી માંડીને ઝુલુબાર, ચોકો બ્લોક કોન, અમેરિકન નટ્સ, તાજ મહેલ આઈસ્ક્રીમ, તાજમહેલ, કસાટા અને લોકપ્રિય આઈસ્ક્રીમ કેક જેવી અનોખી ઓફરો રજૂ કરતી આ બ્રાન્ડ વર્ષોથી નોંધપાત્ર રીતે વિકસિત થઈ છે. હવે તેમાં કોરિયાના નંબર વન આઈસ્ક્રીમ લોટ્ટે વર્લ્ડ કોનનો ઉમેરો થયો છે.
હેવમોરે આજે આ પ્રસંગે અમદાવાદમાં તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે ખાસ કેમ્પેઈન – #80YearsOfHappyMemories – શરૂ કરી છે. આ કેમ્પેઈન આનંદની ક્ષણોને પોતાની અંદર સમાવી લે છે જેનો હેવમોર દાયકાઓથી હિસ્સો રહી છે. હેવમોર પોતાના ગ્રાહકોને તેમની પ્રિય યાદો શેર કરવા માટે પ્રોત્સાહિત કરીને માત્ર પોતાના વારસાની ઉજવણી નથી કરતું, પરંતુ દરેક સ્કૂપ સાથે સ્મિત ફેલાવવાની તેની પ્રતિબદ્ધતાને પણ પ્રદર્શિત કરે છે. બ્રાન્ડે કેમ્પેઈનના ભાગ રૂપે અમેરિકન નટ્સ અને ચોકલેટ કોન પર ગ્રાહકો માટે ઓફર સાથે લિમિટેડ એડિશન વિશેષ વિન્ટેજ પેક લોન્ચ કર્યું છે. હેવફન પાર્લરોમાં પણ ગ્રાહકો માટે તેમની પ્રિય યાદોને માણવાની ઑફર્સ છે.
હેવમોર આઇસક્રીમના મેનેજિંગ ડિરેક્ટર કોમલ આનંદે ગર્વપૂર્વક જણાવ્યું કે, “આપણે 80 વર્ષ પૂરા કરવાની આ ખાસ ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે આઈસ્ક્રીમ ઉદ્યોગમાં એક ઈનોવેટર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત કરવા માગીએ છીએ. અમે વધુ યાદગાર ક્ષણોનું સર્જન કરવાની અને અમારા સમર્થકો માટે અનન્ય અનુભવો આપવાની આશા રાખીએ છીએ. અમે ગ્રાહકો, સહયોગીઓ, ભાગીદારો અને સપ્લાયર્સનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ, હેવમોરની સફળતામાં જેમની ભૂમિકા મહત્વની રહી છે.”
હેવમોર આઇસક્રીમના માર્કેટિંગ હેડ રિષભ વર્માએ આ કેમ્પેઈનની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું કે, “અમારી ’80 વર્ષ યર્સ ઓફ હેપી મેમરીઝ’ ઝુંબેશ હેવમોરે લોકોના જીવનમાં લાવેલા આનંદની ઉજવણી છે.” વૈવિધ્યસભર, રિયલ લાઈફ વાતોને એકત્ર કરીને અને શેર કરીને અમારો હેતુ સુખનું એક એવું મેઘધનુષ રચવાનું છે જે અમારી બ્રાન્ડના સારને પ્રતિબિંબિત કરે છે. તે અમારા ગ્રાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને તેમની પ્રિય ક્ષણોનો એક ભાગ બનવાની અમારી પ્રતિબદ્ધતાને વ્યક્ત કરવાની અમારી પદ્ધતિ છે. ”
આ કેમ્પેઈન શરૂ કરીને આનંદ અનુભવતા હેવમોર આઇસક્રીમના સિનિયર કેટેગરી મેનેજર જાનકી પટેલે જણાવ્યું કે, “અમારું ’80 વર્ષ યર્સ ઓફ હેપી મેમરીઝ’ અભિયાન ગુજરાતમાં દરેકના હૃદયને સ્પર્શી જશે. અમે દરેકને તેમની પ્રિય હેવમોર પળોને શેર કરવા માટે આમંત્રિત કરી રહ્યાં છીએ, જે વિવિધ પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉજવણીને વિસ્તારવા અમે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને વાપી જેવા મુખ્ય શહેરો સહિત ગુજરાતના 25થી વધારે શહેરોમાં એક વિશાળ OOH ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય દરેકને તેમના જીવનમાં હેવમોરના વિશિષ્ટ સ્થાનની યાદ અપાવીને આનંદ અને ખુશીની લહેરોથી ગુજરાતને છલકાવવાનો છે.”
હેવમોર આઈસ્ક્રીમના બ્રાન્ડ એમ્બેસેડર હાર્દિક પંડ્યાએ બ્રાન્ડને અભિનંદન આપતા કહ્યું, “હું વડોદરામાં જન્મયો અને ઉછર્યો છું તેથી હેવમોર આઈસ્ક્રીમ હંમેશા મારા હૃદયની નજીક છે. તે એક એવી બ્રાન્ડ છે જે પોતાના નવીન ફ્લેવર દ્વારા સૌનું મન જીતી લે છે એટલું જ નહીં, લોકોને એકસાથે લાવે છે અને અવિસ્મરણીય ક્ષણોને પ્રોત્સાહન આપે છે. હેવમોર સાથે સંકળાયેલા હોવા બદલ હું સન્માનિત છું અને સાથે મળીને ઘણી વધુ સિદ્ધિઓની ઉજવણી કરવા આતુર છું.”