ભારત અને ગુજરાતમાં પ્રથમવાર 18 મે શનિવારના રોજ અમદાવાદમાં બલૂન લા..લા નામનો બલૂન કાર્નિવલ યોજાશે

Spread the love

ગુજરાત, અમદાવાદ 17 મે 2024: અમદાવાદના આંગણે બાળકોના સમર વેકેશનના માહોલને ચાર ચાંદ લગાવવાના હેતુસર પ્રથમ વખત બલૂન લાલા કાર્નિવલનું આયોજન શ્યામલ વિસ્તારમાં આવેલ H3 પ્રિ સ્કૂલમાં 18 મી મે 2024 શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. આ આયોજન બલૂનવાલા સોશિયલ આંત્રપ્રિન્યોર તેમજ H3 પ્રિ સ્કૂલ દ્વારા યોજાશે.

જેમાં 30 ફૂટના બલૂનની વોલ બનાવવામાં આવશે.  700થી વધુ બાળકો આ ઇવેન્ટમાં રજીસ્ટ્રેશન અત્યાર સુધી કરાવી ચૂક્યા છે.  કોઈ પણ બાળકો આ રજીસ્ટ્રેશન ફ્રીમાં કરાવી શકે છે. 2 વર્ષથી લઈને 9 વર્ષ સુધીના બાળકો ભાગ લેશે. બલૂન લા લા ઇવેન્ટની અંદર ફ્લાવર, એનિમલ વગેરે ડિઝાઇન સાથેના બલૂન બાળકો બનાવશે. આ ઉપરાંત બલૂનને લગતી 10થી 12 જેટલી ગેમનું આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત વાયબ્રન્ટ બલૂન ઇન્સ્ટોલેશન, ઇન્ટરએક્ટિવ પ્લે ઝોન, જુદા જ પ્રકારના ના જોયા હોય તેવા બલૂનની ડિઝાઇન આ ઈવેન્ટની અંદર જોવા મળશે. આ સાથે બાળકોને એક જ જગ્યાએ બલૂન ક્રિએટિવિટી પણ શીખવા મળશે.


Spread the love

Check Also

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

Spread the love સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *