ગુજરાત પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી; પરફેટ્ટી વાન મેલે દ્વારા રજિસ્ટર્ડ ટ્રેડમાર્કચુપા ચુપ્સની નકલ“ચુપા ચુપવાલા” જપ્ત કરી

Spread the love

રાષ્ટ્રીય | ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ — પરફેટ્ટી વાન મેલે ઈન્ડિયા (PVMI) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે, ગુજરાતની ધંધુકા પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરીને કથિત રીતે ચુપા ચુપ્સ નામ અને બ્રાન્ડના ઘટકોનો ઉપયોગ કરીને ખોટીપ્રોડક્ટ્સનું ઉત્પાદન અને પેકેજિંગ કરી રહેલા એક અનધિકૃત એકમને શોધી કાઢ્યું હતું. પોલીસે FIR દાખલ કરીને ગુનેગારો સામે યોગ્ય ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે.

કાર્યવાહી દરમિયાન, અધિકારીઓએ એવી વસ્તુઓ જપ્ત કરી જે ખોટી રીતે ચુપા ચુપ્સ સાથે સંકળાયેલી હોવાનું સૂચવતી હતી.PVMI એ પુષ્ટિ કરી હતી કે,જપ્ત કરાયેલીપ્રોડક્ટ્સનું કંપની દ્વારા કોઈપણ સ્વરૂપમાં ઉત્પાદન, સપ્લાય કરવામાં આવતું નથી અથવા આ માટે લાઇસન્સ અથવા અધિકૃતતા આપવામાં આવી નથી.

પરફેટ્ટી વાન મેલે ઈન્ડિયા નકલી ઉત્પાદન, ટ્રેડમાર્કનો દૂરુપયોગ અને તેની બ્રાન્ડ ઓળખની કોઈપણ અનધિકૃત નકલ પ્રત્યે સહેજપણ સહિષ્ણુતા ન રાખવાનો અભિગમ જાળવી રાખે છે. કંપની કાયદાના અમલીકરણની એજન્સીઓ સાથે સહયોગ કરી રહી છે અને હાલમાં ચાલી રહેલી તપાસ તેમજ કાનૂની કાર્યવાહીને ટેકો આપવા માટે જરૂરી સહાય પૂરી પાડતી રહેશે.

PVMI પોતાના ટ્રેડમાર્ક અને બ્રાન્ડની અખંડિતતાનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને બજારમાં નકલી માલ પહોંચતો અટકાવવા માટે બજાર સંબંધિત તકેદારી, વેપાર સંવેદનશીલતા અને કાયદાના અમલીકરણ અધિકારીઓ સાથે ગાઢ સંકલન સહિત સક્રિય પગલાં લેવાનું ચાલુ રાખશે.

For more information, please visit: http://www.perfettivanmelle.in

==============


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *