જીમ ચેઈનની પ્રીમિયમ બ્રાન્ડ ગૂડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું

Spread the love

ગુજરાત, અમદાવાદ જુલાઇ 2024: અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી ગૂડ લાઈફ ફિટનેસ જીમની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ આતુરતાનો હવે અંત આવ્યો છે. આખરે નિકોલ જેવા પ્રખ્યાત એરીયામાં ગૂડ લાઈફ ફિટનેસ જીમની શરૂઆત થઈ ચૂકી છે. આ ગ્રાન્ડ ઇવેન્ટના ઉદઘાટન પ્રસંગે  સિંગર મોડલ સોનલ ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અમદાવાદીઓનો ઉત્સાહ બમણો કર્યો હતો ઉપરાંત જીમ્નેશિયમના અનેક ફાયદાઓ પણ જણાવ્યા હતા. તેમની સાથે ફિટનેસ અને હેલ્થ ક્ષેત્રના જાણીતા 100 જેટલા લોકોએ પણ ભાગ લીધો હતો. જીમમાં આ ફિટનેસના ઉત્સાહીઓને જોઈને અનેક લોકોએ આ જીમમાં આવવા માટે મન પણ મનાવી લીધું છે.

ઓપનિંગ સેરેમની દરમિયાન ગૂડ લાઈફ ફિટનેસના ફાઉન્ડર દિનેશ સહાનીએ આ ભવ્ય જીમની વિશેષતા વિશે જણાવતા કહ્યું હતું કે,  “  લોકોના જીમ પ્રત્યેના એક પછી એક સફળ પ્રતિસાદ અને તેમની હેલ્થ પ્રત્યેની અવેરનેસ બાદની આ અમારી 10મી બ્રાન્ચ છે. અમારું મિશન છે કે, અમદાવાદ આખું હેલ્થ મય બન કેમ કે, આજના બદલાતા યુગમાં જીવનશૈલી પર અંકુશ રાખવો, નિરોગી રહેવું તથા ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે.  ઘણા લોકો જીવનમાં હેલ્થને લગતી સમસ્યાઓ અનુભવી રહ્યા છે. નિરોગી બની રહેવા માટે ડૉક્ટર્સ પણ વર્કઆઉટ અને નિયમિત શારીરિક કસરતનું સૂચન કરી રહ્યા છે. આ સમસ્યાઓ માટે અમે જિમ દ્વારા સક્ષમ અને હંમેશા પ્રતિબદ્ધ છીએ. અમે નિકોલ અને આસપાસના વિસ્તારોના લોકોને આ બ્રાન્ચની મુલાકાત લેવા અને તેમના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા માટે આમંત્રિત કરીએ છીએ.”

પ્રેસ મીડિયાને બ્રીફ કરતા સોનલ ચૌહાણે લોકોને પોતાની જીવનશૈલી કઈ રીતે સંતુલિત કરવી જોઈએ તેના પર ભાર મૂકતાં કહ્યું હતું કે, “ જીવનપર્યત સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. વર્ષ દરમિયાન નિયમિતપણે વર્કઆઉટ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં ચોક્કસથી સુધારો થાય છે.” આ ઉપરાંત તેમણે ખૂબ જ મહત્વની ટીપ્સ પણ લોકોને આપી હતી.

ગુડ લાઇફ ફિટનેસ પ્રીમિયમ બ્રાન્ચની વાત કરવામાં આવે તો, આ બ્રાન્ચ ફિટનેસ પ્રેમીઓને ઘણા બધા ઓપ્શન પ્રોવાઈડ કરી રહી છે. હઠ યોગ, જિમ, ક્રોસફિટ, પિલેટ્સ, યોગ, એરોબિક્સ વગેરે ઉપરાંત મેમ્બર્સને  પર્સન ટ્રેઈનિંગ, ડાયટ એન્ડ ન્યુટ્રીશન પ્લાન, ગ્રુપ ક્લાસીસ સહિતની તમામ સુવિધાઓ પણ આસાનીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ જીમમાં અત્યાધુનિક સ્ટ્રેન્થ ટ્રેઈનિંગના સાધનો કસરત માટે ઉપલબ્ધ કરાવાયા છે જેમ કે, પ્રીચર બેન્ચ, લેગ એક્સટેન્શન મશીન, હેન્ડગ્રિપ એક્સરસાઇઝર, ડમ્બેલ્સ, કાફ મશીન, ડીપ સ્ટેશન, ટ્રાઇસેપ બાર, પુલ-અપ બાર, બેન્ચ પ્રેસ, લેગ પ્રેસ મશીન અને બેટલ રોપ જેવા ટોપ-ઓફ-ધ-લાઇન સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાધનો તો છે જ પરંતુ આ સિવાય સ્ટેયર સ્ટેપર્સ અને ટ્રેડમિલ સહિત અત્યાધુનિક કાર્ડિયો સાધનો પણ ઉપલબ્ધ છે.

ગુડ લાઇફ ફિટનેસની નવી પ્રીમિયમ શાખા વિરાટનગર ખાતે મનમોહન ક્રોસ રોડ પાસે સ્થિત છે, જે આ વિસ્તારના ફિટનેસ ઉત્સાહીઓ માટે સરળ ઍક્સેસ પ્રદાન કરે છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *