AI-સંચાલિત સોલ્યુશન જે નાના વેપારી માલિકોને તેમની ઑનલાઇન હાજરી સ્થાપિત કરવામાં અને નવા ગ્રાહકોને આકર્ષવામાં કિંમતી સમય બચાવે છે
ભારત 16 ઑક્ટોબર 2024 — નાના વ્યવસાયો માટે દરેક સેકન્ડની બચત અને ખર્ચવામાં આવેલ દરેક રૂપિયો એ જીવિત રહેવા અને સમૃદ્ધ હોવા વચ્ચેનો તફાવત છે. ગોડેડીએ તાજેતરમાં શોધી કાઢ્યું છે કે 94% ભારતીય નાના વેપારી માલિકોનું માનવું છે કે તેમના વ્યવસાયોમાં AI ને અમલમાં મૂકવાથી તેમના લાભ પર હકારાત્મક અસર પડશે.
જો કે જ્યારે શરૂઆત કરવાની વાત આવે છે ત્યારે તેમની સામે પડકારો હોય છે. AI નો અમલ ન કરવા માટેના ટોચના ત્રણ કારણોમાં ઉપલબ્ધ સમાધાનો અંગે જાગૃતતા અભાવ (50%), લાભોની સમજનો અભાવ (45%), સંભવિત ખર્ચ (43%) અને આ સાધનોને અમલમાં મૂકવા માટે સમયનો અભાવ (29%) છે. જનરેટિવ AI નો ઉપયોગ ઝડપી અને સરળ બનાવવા માટે GoDaddyએ GoDaddy Airo™ લૉન્ચ કર્યું, જે એક AI-સંચાલિત અનુભવ છે, જેનાથી નાના વેપારી માલિકોને તેમની ઑનલાઇન હાજરી સ્થાપિત કરવામાં અને નવા ગ્રાહકોને આકર્ષિત કરવામાં, કિંમતી સમય બચાવવા ડિઝાઇન કરાયું છે.
કોઈ પણ નાના વ્યવસાય માટે યોગ્ય સમાધાન
GoDaddy Airo™ બિઝનેસ શરૂ કરવા અથવા તેમના વર્તમાનને આગલા સ્તર પર લઈ જવા ઈચ્છતા કોઈ પણ માટે AI ની શક્તિનો લાભ ઉઠાવવાનું સરળ બનાવે છે.
GoDaddy Airo™, GoDaddy ના AI ડોમેન સર્ચ ટૂલનો ઉપયોગ કરીને, તેમના વ્યવસાયના વિવરણની સાથે આકર્ષક ડોમેન નામોની ભલામણ કરી શકે છે. GoDaddy પાસેથી ડોમેન ખરીદ્યાની મિનિટોની અંદર GoDaddy Airo™ વ્યવસાય માટે તરત જ સામગ્રી તૈયાર કરી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- યુનિક, આકર્ષક લોગો ડિઝાઇન કે જે વ્યવસાયનની અનુરૂપ થવા માટે સરળતાથી કસ્ટમાઇઝ કરી શકાય છે.
- વ્યવસાયને ગ્રાહકો સાથે જોડવા અને આકર્ષવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરાયેલ ઇમેજરી અને સામગ્રીની સાથે સંપૂર્ણ રીતે બનાવેલ વેબસાઇટ.
- પ્રોફેશનલ ઈમેલ એકાઉન્ટ જે વ્યવસાયની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.
- માત્ર એક પ્રોડક્ટનો ફોટો અપલોડ કરીને ઓનલાઈન સ્ટોર માટે ઓટો-જનરેટેડ કસ્ટમ ઉત્પાદ વિવરણ બનાવવામાં આવે છે.
GoDaddy Airo™ હંમેશા વિકાસશીલ છે
GoDaddy Airo™ હવે નાના ઉદ્યોગો માટે ઉપલબ્ધ છે તથા તેમાં બીજી પણ વધુ ક્ષમતાઓ આવી રહી છે.
GoDaddy ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ લૌરા મેસર્સચમિટે જણાવ્યું હતું કે, “AI-સંચાલિત હોવાને કારણે GoDaddy Airo™ સતત વિકસિત અને શ્રેષ્ઠ થઇ રહ્યું છે, તેનાથી તે સુનિશ્ચિત થાય છે કે નાના વ્યવસાયો નવીનતમ તકનીકના મામલામાં સૌથી આગળ રહે.” “અમારો ધ્યેય ઉદ્યોગ સાહસિકોને અદ્યતન ટૂલ્સ સાથે સશક્ત બનાવવાનો છે જે અદ્યતન AI ટેક્નોલોજીને ઉપયોગમાં સરળતા સાથે જોડે છે – નાના વ્યવસાયોને સરળ અને સાહજિક સમાધાનપૂરું પાડવા માટે અમે જાણીતા છીએ.”