ગ્લોબ ટેક્સટાઇલ્સના રૂ. 4,504 લાખના રાઇટ્સ ઇશ્યૂમાં પ્રથમ દિવસે 14.69% સબસ્ક્રિપ્શન મળ્યું

Spread the love

— કંપની 23 જાન્યુઆરી 2024 ના રોજ શેર દીઠ રૂ. 3.93 ના છેલ્લા ભાવની તુલનામાં રાઇટ્સ ઇશ્યૂમાં પ્રતિ શેર રૂ. ૩ ના ભાવે શેર જારી કરી રહી છે

— કંપનીએ સપ્ટેમ્બર-24 માં રૂ. 380 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે સપ્ટેમ્બર-23 માં રૂ. 134 લાખના ચોખ્ખા નફાની સરખામણીમાં બમણાથી વધુ હતો

— કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ 6 મહિનામાં રૂ. 652 લાખનો PAT પણ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2023-24 ના 12 મહિનાના PAT રૂ. 575 લાખ કરતાં વધુ છે

અમદાવાદ, ગુજરાત 27 જાન્યુઆરી 2025: ગાર્મેન્ટ્સ, કોટન પ્રિન્ટેડ ફેબ્રિક્સ, હોમ ટેક્સટાઇલ અને ફેન્સી ફેબ્રિક્સના ઉત્પાદન સાથે સંકળાયેલ, ગ્લોબ ટેક્સટાઇલ (ઇન્ડિયા) લિમિટેડ (NSE-GLOBE) ના રૂ. 4504 લાખના રાઇટ્સ ઇશ્યૂમાં પ્રથમ દિવસે 14.69% સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

કંપનીનો રાઈટ્સ ઈશ્યૂ 24 જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 6 ફેબ્રુઆરીના રોજ બંધ થશે. આ રાઈટ્સ ઈશ્યૂ 24 જાન્યુઆરીના રોજ શેરના રૂ. 3.78ના બંધ ભાવની સરખામણીમાં પ્રતિ શેર રૂ. 3 ના ભાવે અનુકૂળ ભાવે ઉપલબ્ધ છે.

ગ્લોબ ટેક્સટાઇલ્સના શેર ન ધરાવતા રોકાણકારો પણ ગ્લોબ ટેક્સટાઇલ્સના રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સ (NSE સિમ્બોલ: GLOBE-RE1) ખરીદીને રાઇટ્સ ઇશ્યૂમાં ભાગ લઈ શકે છે. શુક્રવારે, GLOBE-RE1 ના 67.85 લાખ રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ એક્સચેન્જ પર ટ્રેડ થયા હતા. GLOBE-RE1 રૂ. 0.61 પર ખુલ્યો, રૂ. 0.72 ની ઊંચી સપાટી, રૂ. 0.55 ની નીચી સપાટીને સ્પર્શ્યો અને રૂ. 0.58 પર બંધ થયો હતો. રાઇટ્સ એન્ટાઈટલમેન્ટના ઓન-માર્કેટ રીનન્સિએશન(અસ્વીકાર)ની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે.

ગ્લોબ ટેક્સટાઇલ્સ ઇન્ડિયા (લિમિટેડ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવિક પરીખે જણાવ્યું હતું કે, “રાઇટ્સ ઇશ્યૂના પહેલા જ દિવસે લગભગ 15% જેટલું સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થવું, એ ખરેખર એક ઉત્તમ સંકેત છે અને અમારા શેરધારકોનો વિશ્વાસ દર્શાવે છે. હાલના શેરધારકોને તેમનો હિસ્સો વધારવાની તક આપીને, અમે તેમના વિશ્વાસને સ્વીકારીએ છીએ અને સાથે-સાથે વ્યૂહાત્મક વિસ્તરણ અને સંપાદન માટે આવશ્યક ભંડોળ સુરક્ષિત કરીએ છીએ, જે લાંબાગાળાના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે. હિસ્સેદારો માટે લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરવું અને નિરંતર વિકાસને પ્રોત્સાહન આપવું, એ અમારી પ્રાથમિકતા છે.”

ગ્લોબ ટેક્સટાઇલ્સ દ્વારા ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:2 નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે રેકોર્ડ ડેટ (17 જાન્યુઆરી, 2025) ના રોજ શેરધારકો દ્વારા રાખવામાં આવેલા દરેક બે ઇક્વિટી શેર માટે એક ઇક્વિટી શેર મળવાપાત્ર છે. કંપની રાઇટ્સ ઇશ્યૂમાં રૂ. 2 ફેસ વેલ્યુના 15.01 કરોડ ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર જારી કરશે.

રાઇટ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ફંડનો ઉપયોગ ગ્લોબ ડેનવોશ પ્રાઇવેટ લિમિટેડમાં ઇક્વિટી શેરના સંપાદન, સંબંધિત પક્ષો પાસેથી મેળવેલી અસુરક્ષિત લોનની ચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

સપ્ટેમ્બર-2024 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં, કંપનીનો ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને રૂ. 380 લાખ થયો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 134 લાખ હતો. નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન આવક રૂ. 15,019 લાખ હતી, જે નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 10,611 લાખ હતી.

વર્ષ 1995 માં સ્થાપિત, ગ્લોબ ટેક્સટાઇલ્સ (ઇન્ડિયા) લિમિટેડ ગાર્મેન્ટ્સ, કોટન પ્રિન્ટેડ ફેબ્રિક્સ, હોમ ટેક્સટાઇલ અને ફેન્સી ફેબ્રિક્સનું ઉત્પાદન કરે છે. અમદાવાદમાં કંપનીના ત્રણ ઉત્પાદન એકમો આવેલા છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા 3,00,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને તે દર વર્ષે 36 મિલિયન મીટર ફેબ્રિક અને 2.5 મિલિયન બોટમ્સની ઉત્પાદક અને સપ્લાયર છે. કંપની 1,200 થી વધુ કામદારોને રોજગારી આપે છે અને 100 થી વધુ સ્ટાફ સભ્યોની ટીમ ધરાવે છે. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સેવા આપે છે.

25 વર્ષથી વધુની કુશળતાનો ઉપયોગ કરવા સાથે GTIL એ એક વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ઓપરેશનલ મોડેલને પૂર્ણ કર્યું છે, જે કાચા ફાઇબરથી લઈને ફિનિશ્ડ એપેરલ સુધીના સમગ્ર ઉત્પાદન સ્પેક્ટ્રમને આવરી લે છે. કંપનીનો આ અભિગમ, તેને સતત ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પહોંચાડવા, ટકાઉપણાને પ્રાથમિકતા આપવા અને કડક ડિલિવરી સમયરેખા પૂરી કરવા માટે સક્ષમ બનાવે છે. 5,000 થી વધુ સંતુષ્ટ ગ્રાહકો સાથે, કંપની કાપડ ઉદ્યોગમાં ઇનોવેશન અને ડેવલોપમેન્ટમાં અગ્રેસર છે.


Spread the love

Check Also

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનનું ‘સ્કાઇલાઇન છાસ’ સેવા પ્રોજેક્ટ પૂર્ણ

Spread the loveસીજી રોડ પર ૩૦ દિવસમાં ૭૫,૦૦૦થી વધુ છાસના ગ્લાસ વિતરણ ગુજરાત, અમદાવાદ ૦૨ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *